Abtak Media Google News

આજરોજ તા. ૨૭.૬.૨૦૨૩ મંગળવારને ભડલી નોમ છે ગુરૃવારને ૨૯ જૂનના દેવપોઢી એકાદશી આવી રહી છે ત્યારબાદ શુક્રવારે વિષ્ણુ શયનોત્સવની સાથે સાથે સેનાપતિ મંગળ મહારાજ સૂર્યના ઘરની સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

ભાદરવા સુદ એકાદશીએ પડખુ ફેરવે છે આથી તેને પરિવર્તની  એકાદશી કહેવાય છે અને કારતક સુદ અગિયારસે  જાગે છે આથી તેને દેવઊઠી એકાદશી તરીકે ઓળખાવાય છે. હકીકતમાં આ ચાર માસ ભગવાન વિષ્ણુ ગહન યોગનિંદ્રામાં હોય છે જેનો મર્મ ઘણું ઊંડો છે અને દેવ આ સ્થિતિમાં પણ સમગ્ર બ્રહ્માંડનું પાલન કરવામાં સમર્થ છે પરંતુ તેમની વિવિધ લીલાઓને તેમણે આ રીતે વણી લીધી છે.

સેનાપતિ સત્તા તરફ જઈ રહ્યા છે જેની અસર ઘણા દેશોની આર્મી પર જોવા મળશે અને તે સત્તાની વધુ નજીક આવતી જોવા મળશે રશિયામાં પણ સમાધાનમાં આર્મીની શરતો માનવી પડે છે જે અત્રે અગાઉ લખી ચુક્યો છું.અષાઢ સુદની  એકાદશીથી ભગવાન વિષ્ણુ પોઢે છે આથી તેને દેવપોઢી કે દેવશયની એકાદશી કહેવામાં આ‌વી છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.