સોશ્યલ મીડિયા સાપે છંછુદર ગળ્યા જેવું !!

યુઝર્સના ડેટા અને જાહેરાતો થકી મીનીટોમાં લાખો રૂપિયાની કમાણી કરતી સોશ્યલ મીડીયા કંપનીઓ દ્વારા પૈસાની ચૂકવણી બાબતે તો સંઘર્ષ હતો પણ હવે ટુલકીટ મામલો વધુ ગરમાતા સરકાર કડક પગલાં ભરે તેવી શકયતા

સોશ્યલ મીડિયાના વાયરલ ‘વાયરસ’ને નિયંત્રિત કરવો ખૂબ જરૂરી !!

આજના 21મી સદીના આધુનિક ગણાતા એવા યુગમાં આપણે મોબાઈલથી ક્ષણભર પણ દૂર રહી શકતા નથી એમાં પણ ઈન્ટરનેટની દુનિયામાં રચ્યાપચ્યા રહેતા ફેસબુક, ટ્વીટર, યુટયુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ ખૂબ વધ્યો છે. પરંતુ આ સોશ્યલ મીડીયાનો વધુ પડતો ઉપયોગ જ તેમની ‘પાંખો’ ને પહોળી કરી રહ્યો છે.દૂરસંચાર થકી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ મનોરંજનનું માધ્યમ બની ગયા હોય તેમ આ જાયન્ટસ કંપનીઓને લીલાલહેર જ છે. પરંતુ સોશ્યલ મીડીયાનોવાયરલ ‘વાયરસ’ અનિયંત્રિત થતા સરકાર માટે સિરદર્દ સમાન બની ગયો છે. જેમ સાપ છંછુદરનું ભક્ષણ કરે અને પછી ન’તો ગળીશકે ન’તો બહાર કાઢી શકે જેવી સ્થિતિ થાય છે. હાલ આવી જ સ્થિતિ સરકારની બની છે.

સૌ કોઈને સોશ્યલ મીડીયાનું ‘ઘેલુ’ લાગ્યું છે. યુઝર્સ દિવસ-રાત ફેસબુક, ટ્વીટર, યુટયુબ, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર રચ્યા પચ્યા રહે છે. પરંતુ તે જોખમી છે. હાલની આ સ્થિતિનેએક કહાની બંધ બેસે છે. એક ગામનાં ઉંદરડાઓનો ખૂબ ત્રાસ હોય છે. આમાંથી બચવા ગામવાસીઓ એક ગાયક કે જેની વાંસળીમાં અભિભૂત કરી દે તેવી શકિત હોય છે. કે તેને સાંભળીને તેના પાલાનુસાર મંત્રમુગ્ધ બની કોઈ પણ તેની પાછળ પાછળ ચાલ્યું જાય છે. ગામવાસીઓ આ વાંસળીવાદક તે બોલાવે છે. વાંસળીવાદક જેવી વાંસળી વગાડે કે તેને સાંભળીને ગામભરમાંથી ઉંદરડાઓ બહાર નીકળી વાંસળીવાદકની પાછળ જાય છે. અને અંતે આ વાંસળીવાદક નદીમાં જતા તમામ ઉંદરડાઓ પણ પાણીમાં ડુબતા મૃત્યુ પામે છે…. આપણે પણ કંઈક આ જ રીતે સોશ્યલ મીડિયાનું ‘ઘેલુ’ લગાડી રાત-દિવસ રચ્યા-પચ્યા રહીએ છીએ.

મફતમાં લાગતી ફેસબુક, યુટયુબ, ઈન્સ્ટાગ્રામ, ટવીટરની સેવાઓ ખરેખર મફતમાં નથી !! આ સોશ્યલ મીડિયા જાયન્ટસ કંપનીઓ આપણા થકી મીનીટોમાં લાખો રૂપીયા કમાઈ રહી છે. શું આપણને આમાથી એક રૂપીયો પણ મળે છે. ખરા?? પણ હા, દરેક વિચારશે કે પ્લેટફોર્મનો ઉપયોગ તો આપણે ઈચ્છી ત્યારે કરી જ છીએ. મફતમાં લાગતી આ જ સેવા અને તેના દ્વારા જાહેરાતો થકી કરોડો રૂપિયાની કમાણી સોશ્યલ મીડીયા કંપનીઓ કર છે. તેમ છતાં પણ ભારતમાં આ કંપનીઓ અનિયંત્રિત બની રહી હોય તેમ સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે.

પૈસાની ચૂકવણી, ટેકસ ચૂકવણી પર તો સંઘર્ષ ચાલતો જ હતો. પણ હાલ ટુલકીટ કેસ વધુ ચગતા સરકાર અને ટ્વીટર આમને સામને આવી ગયા છે. ટવીટર પર ટુલકીટ કેસ ઉપરાંત, વોટસએપની નવી પ્રાઈવસી પોલીસી મુદો પણ સરકાર અને કંપની વચ્ચે વિરોધસૂર યથાવત છે. તો આ સાથે સરકારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ઓટીટી અને ડીજીટલ મીડીયા પ્લેટફોર્મ માટે જારી કરેલા નિયમોની અમલવારી બે દિવસ બાદ શરૂ થઈ રહી છે.તેમ છતા ફેસબુક, ટવીટર, યુટયુબ, ઈન્સ્ટાગ્રામ સહિતની કંપનીઓએ આ નવા નિયમો પર કોઈ એકશન લીધા નથી. આ પ્લેટફોર્મને બંદાશ ગણવા કે તેમની બેવકૂફી એ પણ વિચારવાલાયક છે. નવી ગાઈડલાઈનના અમલીકરણ માટે સરકાર કડક પગલા ભરે તેવી પ્રબળ સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.