હરિ તારા નામ છે
આજે કંઠ કહેણીના કસબી પ્રસિધ્ધ કલાકાર-પત્રકાર નિલેશ પંડયાના કંઠે સંગીતથી મઢેલા ‘ધોળ’ ગીતોનો રસથાળ
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કલા દ્વારા સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને વધુ લોકો માણે સાથે સાથે ખુબજ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.
લોક સાહિત્ય, લોક સંગીત એ મહાસાગર છે આ દરિયામાં ડુબકી મારો એટલે જાત-જાતના મોતી મળી આવે આ ક્ષેત્રે ઘણું ખેડાણ થયું છે. થાય અને થતુ રહેશે. લોકગીતમાં આજેય એક સમસ્યા છે. આપણને ગીત ગમે છે. આ ગીતને ગાનાર ગાયક પણ ગમે છે.પરંતુ આ ગીતનો અર્થ શું ? એ બાબતે પ્રકાશ પાડવામાં મોટાભાગનાં લોકો અસમર્થ હોય છે. કારણ કે લોકગીતો માણવા અને તેના અર્થ સમજવો તેની વચ્ચે જમીન આસમાન જેટલો ભેદ રહેલો છે. તેમાં પણ ‘ધોળ’ આપણે ગાતા હોઈએ છીએ પરંતુ ધોળ એટલે શું ? તેની માહિતી ઘણા ઓછા લોકોને હોય છે.
અહી વાત આજે ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં રજૂ થનારા ‘ધોળ’ વિષેની વાત કરીએ તો રાજકોટના બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રસિધ્ધ કલાકાર, પત્રકાર, લેખક નિલેશ પંડયાનું ‘ધોળ’ વિષયક સંશોધન, લેખન અને ગાયન સુંદર છે. તેઓએ 51 ધોળનો સંગ્રહ સાથે 104 પેઈજનું પુસ્તક ‘છેલડા હો છેલડા’ તાજેતરમાં જ વિમોચન કરવામાં આવ્યું છે. તેઓએ આ ‘ધોળ’ વિષે ઉંડો અભ્યાસ કરી સંગીતના સથવારે પોતાના કંઠેથી વહેતા કર્યા છે. જે સાંભળવા ખૂબજ ગમશે. નિલેષભાઈના મત પ્રમાણે કોઈ દેવ મંદિરે કે કોઈના ઘરે અથવા તો ફળીયા ચોકમાં વૃધ્ધ મહિલાઓનો સમૂહ દ્વારા ગવાતા ધોળ એટલે પ્રભુ ભકિત માટે ગવાતા ગીતો. જે મીરા, નરસિંહ મહેતા, શ્રીકૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્માનંદ સ્વામી માટે ગવાતા ગીતોમાં અનેક ‘ધોળ’ છે.
‘ધોળ’ માત્ર ભજન મંડળીઓ કે મંદિરમાં જ ગવાતા હોય એવું નથી. ‘ધોળ’ શાળાઓની પ્રાર્થના સભામાં પણ ગવાય છે. જેમાં હરિતારા નામ હજાર, કયા નામે લખવી કંકોતરી, છેલડા હો છેલડા વગેરે ઉપરાંત આંખ મારી ઉઘડે ત્યાં સિતારામ દેખું, જીભલડી રે જીભલડી. તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું વગેરે ધોળ બેહાથની તાલીનો તાલ મંજીરાનો રણકાર અને ખંજરીના ખખડાટ સાથે સમૂહમાં ગવાતા ‘ધોળ’ ભકિતનો એક પ્રકાર જ છે.
આજે ચાલને જીવી પ્રસિધ્ધ કલાકાર નિલેશ પંડયાના કંઠે ધોળનો આસ્વાદ માણશું તો જોવાનું ચૂકાય નહીં ‘ચાલને જીવી લઈએ’
આજે પ્રસ્તુત થનારા ધોળ
- આંખ મારી ઉઘડે…
- છેલડા હો છેલડા…
- વ્હાલા લાગો છો…
- જીભડી રે જીભડી…
- હરિ તારા નામ છે હજાર…
- એક વાર શ્યામ…
આ કાર્યક્રમ રાત્રે 8 અબતક ચેનલ, યુ-ટયુબ અને
ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.561
- ડેન નેટવર્ક ચેનલ નં.567
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.540
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.983 અને 350