Abtak Media Google News

દુનિયાની દરેક કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેના મામલા અવારનવાર સામે આવતા હોય છે, જે ક્યારેક ખૂબ જ ગંભીર હોય છે, પરંતુ તાજેતરમાં જ કર્ણાટક હાઈકોર્ટમાં પતિ-પત્ની વચ્ચેનો એક કેસ સામે આવ્યો છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે અને વિચારવા પર મજબૂર કરી દેશે ફ્રેન્ચ ફ્રાય અંગેનો મામલો કોર્ટમાં પહોંચ્યો.

હાલમાં જ કર્ણાટક હાઈકોર્ટ સામે આવેલા એક કેસમાં એક મહિલાએ તેના પતિ પર એવો આરોપ લગાવ્યો છે કે જેનાથી તમે ચોંકી જશો.

પત્નીએ શું ફરિયાદ કરી

એક ભારતીય દંપતી અમેરિકામાં રહેતું હતું અને ત્યાં તેમના બાળકનો જન્મ થયો હતો, જે પછી તેઓ ભારત પાછા આવ્યા હતા અને પતિ પર આરોપ લગાવ્યો હતો કે અમેરિકામાં તરત જ બાળકના જન્મ પછી પતિએ તેની પત્નીને ફ્રેન્ચ ફ્રાઈસ, ચોખા અને માંસ ખાવાનું બંધ કરાવી દીધું. પતિના આ નિવેદનથી મહિલા ગુસ્સે થઈ ગઈ અને મામલો કોર્ટમાં લઈ ગઈ. જોકે, પતિએ પત્નીની ફરિયાદનો જવાબ આપતાં કહ્યું હતું કે જ્યારે તે ગર્ભવતી હતી અને તે અમેરિકામાં હતી ત્યારે પત્ની તેના પતિને ઘરનું તમામ કામ કરાવતી હતી.

કોર્ટે શું કહ્યું૨ 3

જ્યારે આ મામલો કોર્ટમાં ગયો, ત્યારે જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ આ કેસની તપાસ પર રોક લગાવી દીધી અને કહ્યું, પુરુષ (પતિ) પરના આરોપો ખૂબ જ નાના છે. ન્યાયાધીશે એવી પણ ટિપ્પણી કરી હતી કે તપાસ ચાલુ રાખવાથી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ થશે. ફરિયાદમાં આપવામાં આવેલી દલીલ તદ્દન વાહિયાત હોવાનું જણાવી તપાસ અટકાવવાની માંગણી કરવામાં આવી હતી.

પતિને US જવાની મંજૂરી

કોર્ટે કહ્યું કે, પતિ વિરુદ્ધ કોઈપણ તપાસની મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે અને પત્નીના આરોપો પર પ્રીમિયમ મૂકવામાં આવશે. પતિના વકીલે કહ્યું કે પત્નીની ફરિયાદ બાદ તેની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને અમેરિકામાં કામ પર પાછા ફરવાથી રોકી દેવામાંઆવ્યો હતો. હવે LOC હટાવીને કોર્ટે પતિને અમેરિકા જવા અને કામ પર પાછા જવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત કોર્ટે પતિના માતા-પિતા સામેની તપાસ પર રોક લગાવી દીધી હતી. જસ્ટિસ નાગપ્રસન્નાએ આ કેસમાં LOCના ઉપયોગની ટીકા કરતા તેને કાયદાકીય વ્યવસ્થાનો દુરુપયોગ ગણાવ્યો હતો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.