બજારની ચલણી નોટો સ્વિકારતા પહેલા ચેતો જાણો તમારા હકકની સાચી નોટોને
દેશભરમાં ડિજીટલ ક્રાંતિ ભલે આવી રહી હોય પરંતુ મધ્યમ વર્ગના વધુ પડતા લોકો ચલણી નોટોને અગ્રણીયતા આપે છે અને તે જ તેમના જીવનનો એક જ‚રી હિસ્સો છે. સામાન્ય રીતે બજારમાંથી અમુક વાર એવી નોટો આવી જતી હોય જેને લેવા લોકો તૈયાર નથી થતા તો તેના માટે તા.૩ જુલાઈ, ૨૦૧૭ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચલણી નોટોના ટ્રાન્સેકસનને લઈને અમુક નિયમો બનાવ્યા છે. જેને જાણવા ખુબ જ જરૂરી છે.
તમારા નાણાને જાણવાની ૧૦ રીતો
૧) જયારે નોટમાં કોઈ સ્લોગન કે કોઈ પોલિટીકલ વાકયો લખ્યા હોય ત્યારે નોટ સ્વિકારવી નહીં. કારણ કે બેંક તેવી નોટોને માન્ય ગણશે નહીં.
૨) જયારે નોટ ફાટેલી તુટેલી હોય ત્યારે સ્વિકારવી નહીં.
૩) ચલણી નોટનો વપરાશ રોજિંદા જીવનમાં કરવામાં આવે છે માટે મેલ તથા દાગ લાગી જતા હોય છે ત્યારે અમુક લોકો નોટને ફાડીને પાછી ચોટાડતા હોય છે તેવી નોટ સ્વિકારવી નહીં.
૪) જો તમારી આ પ્રકારની નોટો હોય તો તેને તમે બેંકમાં જમા કરાવી શકો છો.
૫) આમ છતાં એક વખત બેંકમાં ‘નબળી’ નોટ જમા કરાવી દીધા પછી બેંક અધિકારી પાસેથી પુન: સ્વિકારવી ન જોઈએ. જોકે, બેંકો ૧૦૦-૧૦૦ના બંડલ આપી નોટ ગ્રાહકોને ‘ધાબડી’ દેતી હોય છે !
૬) અમુક વાર નોટો ટ્રાન્સેકસન દરમ્યાન તુટી જતી હોય છે. જો એવી કોઈ નોટ હોય કે તેનો હિસ્સો ખોવાયેલો હોય કે ઘટતો હોય તો તેવી નોટ સ્વિકારવી નહીં.
૭) વર્ષ ૨૦૦૯ના નિયમ પ્રમાણે અડધી નોટ રીફર્ડેબલ મતલબ વળતર મેળવવા લાયક નથી માટે તેને સ્વિકારવી વ્યર્થ છે. ૮) જયારે કોઈ નોટ નબળી થઈ ગઈ હોય ત્યારે તેને સ્વિકારવાનું ટાળવુ આમ છતાં જો આ પ્રકારની નોટ આવી જાય તો તેને બેંકમાંથી બદલાવી લેવી.
૯) જયારે તમારી પાસે નબળી નોટ આવી ગઈ હોય તો તેને બદલવા બેંકમાં જવુ બેંક તમારી પાસેથી આ માટે કોઈ વધારાનો ખર્ચ લઈ શકતી નથી.
૧૦) રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે તમે ૨૦ નોટો એક દિવસની બદલાવી શકો છો જે રૂ.૫૦૦૦ની કિંમત ધરાવતી હોય પરતુ રૂ.૫૦૦૦ની કિંમત બાદ તમારે બેંકને ચાર્જ આપવો પડશે.