“હાર્ટ-ડે” ની જરૂરત કે તંદુરસ્ત હૃદયવાળી જીંદગી?

જેનાં હૃદય અને મન મજબૂત એ સદૈવ તંદુરસ્ત અને સર્વ પ્રકારે સુખી

‘જેનું મન વશમાં એને જગત વશમાં’

હૃદય અને મનને મંદિર સમા રાખીએ, મીરાબાઈની જેમ અને વૈષ્ણવજનની જેમ!

તંદુરસ્ત ખોરાકની શોધમાં તંદુરસ્ત મન ભૂલાઈ જવાથી “હાર્ટ-એટેક” ક્યારે સમજાશે?

વિકાસ તરફની દોડમાં આપણે તંદુરસ્ત હૃદયની વ્યાખ્યા વિસરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મનુષ્યને સારૂ હેલ્થ રહેવા માટે હાઈજેનિક ફૂડ કે તંદુરસ્ત મનની જરૂર છે જો ખોરાકથી તંદુરસ્ત રહેવાતુ હોત તો છેલ્લા ૫૦ વર્ષમાં હાઈજેનિક, ઓર્ગેનીક ફૂડ તરફની જાગૃતતા વધી હોવાનો દાવો થઈ રહ્યો છે. છતા પણ હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. જેની તંદુરસ્ત હૃદય માટે તંદુરસ્ત ખોરાકની સાથે તંદુરસ્ત મન પણ જરૂરી છે.

મહાત્મા ગાંધીજીએ એક તબકકે એમ કહ્યું હતુ કે ‘જો મને કોઈ મારી નહિ નાખે તો હું ૧૨૫ વર્ષ જીવવાનો છું અને દેશમાં રામ રાજય લાવીને જ જંપીશ’ પરંતુ તેઓ ન રહ્યા. ૧૨૫ વર્ષ જીવવાની પોતે જ પોતાના જીવતર વિષે આગાહી કરતી વખતે તેમને એવી શ્રધ્ધા હોવી જ જોઈએ કે, ‘હાર્ટએટેક’થી જીવનયાત્રાનો અંત નહિ જ આવે ! દેશના કમનશીબે તેમની જીવનયાત્રાનો અંત કરૂણ રીતે આવ્યો. ‘હાર્ટએટેક’ એમની ‘ચિર વિદાય’માં કારણભૂત ન બન્યો નિયતિચક્ર એમાં કારણભૂત બન્યું…

આ મહાપુરૂષને હાર્ટએટેક ન આંબી શકયો એ એમના મજબૂત આત્મબળને કારણે જ, બાકી તો તેમણે તેમના સિધ્ધાંત અનુસાર શરીરને ઘણીવાર કઠોર પ્રયોગોની સરાણ પર ચઢાવ્યા હતા.

‘હાર્ટએટેક’ની વાત આવી છે ત્યારે એમ કહેવું જ પડે છે કે, આપણા દેશમા હાર્ટએટેક, કે હૃદયને લગતી બિમારીઓનાં અસંખ્ય કિસ્સાઓ બને જ છે તથા તે જાનલેવા પણ બને છે.

અભ્યાસીઓનું માનવું છે કે, ભારત માટે હાર્ટએટેકની બિમારી ચિંતાનો વિષય છે અને એને નજર અંદાજ કરવાનું જોખમી નીવડી શકે છે.

સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવારે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવાય છે. વિશ્વની જુદી જુદી સંશોધન કરતી સંસ્થાઓ દ્વારા હૃદયરોગને મૃત્યુનું પ્રથમ કારણ જણાવવામાં આવ્યું છે. ભારતમાં હૃદય રોગનું પ્રમાણ નોન ડાયાબેટીક પુખ્ત વયના લોકોમાં ૧૧ ટકા જેટલુ દર્શાવામાં આવેલ છે. ડાયાબેટીક ૨૪ ટકા, ૪૦ વષૅની નીચેના ૨૫ ટકા લોકોને હાર્ટએટેક આવે છે. ૫૦ ટકા લોકોમાં હાર્ટની બીમારી ૫૦ વર્ષથી નીચેની વયમાં જોવા મળે છે. હૃદયને લગતી બીમારીઓ માટે આટલો ઉંચો દર ભારત માટે ચિંતાજનક છે. તો આ માટે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે હૃદયરોગને અટકાવવા આટલુ જાણીએ.

હૃદયરોગના મુક્ય પરિબળો બ્લડ પ્રેશર ડાયાબીટીસ, તમાકુ સેવન, કોલોસ્ટેરોલની વધુ માત્રા વિગેરે, ભારતમાં એવું જોવા મળ્યું છે કે ઉપરોકત પરિબળો જેવા કે સ્થૂળતા (કમરનું માપ ૩૪ ઈંચ કે તેથી વધુ) હોય તો વ્યાયામ, કસરતનો ફળો અને લીલા શાકભાજીનો અભાવ, લોહીમાં હોમોસીસ્ટીનની વધુ માત્રા, લોહીમાં એલપી (એ)ની માત્રા વધુ એક પ્રકારની ચરબી છે. આ ઉપરાંત ભારતીયો વારસાગત રીતે હૃદયરોગ થવા માટે મુખ્ય કારણ છે. વધારે પડતા મોબાઈલના ઉપયોગને કારણે આપણે એકલતા, હતાશા, અસૂરક્ષાની ભાવના અનુભવીએ છીએ જે હૃદય રોગ થવા પાછળ એક અગત્યનું કારણ છે.

મહાભારતમાં કુરૂક્ષેત્ર યુધ્ધ વખતે અર્જુનને વિષાદ થાય ચે. મોહ થાય છે. ત્યારે તેના સારથી શ્રી કૃષ્ણ તેને ‘ગીતા’ સંભળાવે છે. આ એક પ્રસંગોપાત ઉપદેશ હોવા છતા હિન્દુ ધર્મમાં ગીતાનું સ્થાન અદ્વિતિય છે. બધા કેન્દ્રો ઉપનિષદોનું દોહન કરીને જે અમૃત નીકળે તે ગીતા. ગીતાએ હિન્દુઓ ઉપરાંત અન્ય ધર્મીઓને પણ આકર્ષાયા છે. અને પરદેશમાં પણ આદર મળ્યો છે. ગીતાના જમાનામાં તે શબ્દ હતો જ નહી અને તેમાં આરામ હરામ હૈ એવા સુત્રોની વાત જ નહોતી શ્રી કૃષ્ણે પોતે ગીતામા જણાવ્યું છે કે ત્રણે લોકો મને કાંઈ બાકી કાર્ય રહ્યું નથી. અપામ્યું, પાળવા જેવું તો એ હતુ વર્તુ હું કર્મમાં (ગીતા ૩-૨૨)

એટલે કે દરેક કર્મ કરવું જ પડે. આળસ ન કરાય. આરામ ન જ કરાય. શ્રી કૃષ્ણ પોતે પણ કર્મ કર્યું નહોતું.

પરંતુ વર્તમાન સમય કે જેને કઠણ કળિકાળ કે મોંઘવારી યુગ કે ટેન્શનયુગ કહી શકાય તેમાં માણસને ફરજીયાત આરામ કરવાની સ્થિતિ ઉત્પન્ન થશય છે. અને તેનું કારણ છે ‘હાર્ટ એટેક’ જે ખાવાનું ખૂબજ ભાવતું થાય તેનો ત્યાગ કરવો પહે તે સ્થિતિ.

મહાભારતમાં કૂરૂક્ષેત્રના યુધ્ધ વખતે ભીષ્મ પિતામહની ઉમર ૧૧૪ વર્ષની હતી અને અર્જુનની ૬૪ વર્ષની છતા તેમને ‘હાર્ટએટેક’ આવ્યો નહી એ ભીષણ યુધ્ધ લડી શકયા હતા.

હાર્ટએટેક એ આજના જમાનાની દેણ છે. આપણી રહેણીકરણી, આહાર વિહારનું પરિણામ છે.

ગીતામા તો શ્રી કૃષ્ણ કહે છે કે, યોગ્ય વિહાર આહાર યોગ્ય પ્રવત્તિ કર્મમાં યોગ્ય જાગૃતિ ને નિંદ્રા, તો સીધે યોગ દુ:મહા.

ગીતા ૬-૧૭

સંસ્કૃતમાં આ શ્ર્લોકમાં ‘યુકત’ શબ્દ વપરાયો છે એટલે કે આહાર વિહાર કર્મ, યુકત હોવા જોઈએ, યોગ્ય હોવા જોઈએ, માપસરનાં હોવા જોઈએ, પ્રમાણમાં હોવા જોઈએ તો જ શરીર સ્વસ્થ રહે.

પરંતુ, આજના જમાનામાં, આહાર વિહાર, કર્મ યુકત નહી પણ ‘મુકત’ છે અને પરિણામ આવે છે. હાર્ટએટેક ફરજિયાત આરામ આરામ યોગ.

હાર્ટ એટલે હૃદયનું સ્થાન શરીરમાં ઘણુ જ મહત્વનું છે હૃદયમાં કામ પણ ઘણુ ઉપયોગી અને મહત્વનું છે. હૃદય આખા શરીરને શુધ્ધ લોહી પહોચાડે છે. અને અશુધ્ધ લોહી સાફ કરવા ફેફસામાં પહોચાડે છે. આ મહત્વને કામમાં સ્હેજ પણ ખલેલ પહોચે તો હૃદયના રોગો થાય.

આર્ટએટેક મુખ્ય ટેન્શન એટલેકે માનસિક દબાણ સખત આઘાત, યોગ્ય વ્યાયામ, વગરનાં જીવનને લીધે જાડુ થઈ જાય, કોલેસ્ટોરલ વધી જાય, હૃદયની કામગીરીમાં વિક્ષેપ, સ્થુળ શરીર, આર્થિક સંકડામણ કે અન્ય કારણે સતત ચિંતા વગેરે કારણોસર થાય છે.

જીવનની વાસ્તવિકતા સ્વીકારવી જ રહી તેનો શોક કરીને મન શરીર નબળું પડતુ જાય તેથી તકલીફ વધે.

અમારા સ્વજનોને જે હાર્ટએટેક આવ્યો તેના એક વર્ષના કારણો જોતા લાગે છે કે

૧. આહારમાં સંયમનો અભાવ,

૨. ખુબ દોડધામ શરીર પાસે વધુ કામ લેવાની વૃત્તિ,

૩. લક્ષ્મી પાછળ આસકિત આંબળી દોટ.

૪. માનસિક દબાણ, ટેન્સન આઘાત.

૫. ઉમર

બહેનો કરતા ભાઈઓની સંખ્યા‘હાર્ટએટેક’ની વધુ,

હાર્ટએટેકનું નાટકના જેવું છે. પહેલી ઘંટડી વાગે ત્યારે દૂર ઉભેલા પ્રેક્ષકો સભાગૃહમાં આવવા માંડે, બીજી ઘંટડી વખતે આ પોત પોતાનું સ્થાન લે અને ત્રીજી ઘંટડી વખતે નાટક શરૂ થાય.પહેલો હાર્ટએટેક એટલે ચેતવણી યમરાજની અને છતા ફેરફાર ન થાય ત્યારે બીજો એટેક આવે અને ત્રીજા વખતે તો વિદાય જ લેવી પડે. પહેલા, બીજા અને ત્રીજા એટેકનો સમય તદન અનિશ્ચિત છે પણ આપણે સ્વાસ્થ્ય જાળવી શકીએ.

મુખ્ય બાબત એ છે કે, માણસ લક્ષ્મી પાછળ જે દોડધામ કરે છે. લક્ષ્મી પાછળ ગાંડો થઈને દોડે છે. તેને બદલે લક્ષ્મીનારાયણની ઉપાસના કરે તો જીવન વધુ સુખી થાય. લક્ષ્મી હજી સુધી જે તેની તીવ્ર ઈચ્છા કરે તેની થઈ નથી.

બીજી બાબત એ છેક જીવવા પૂરતુ કામ કરવાની શકિત પૂરતો આહાર જરૂરી છે. પણ તેમાં અતિરેક થાય અને વધુ પડતો આહાર લેવાઈ જાય ત્યારે પરિણામ વિપરીત આવે જે વાનગી ખૂબજ ભાવે, મિઠાઈઓ ખૂબજ ભાવે તેને છોડવી પડે.

ત્રીજી બાબત એ છે કે શરીર પાસે વધુ પડતુ કામ લેવાથી પણ ઘસાતુ જાય. યોગ્ય આહાર વિહારની સાથે યોગ્ય પરિશ્રમ આવશ્યક છે. વધુ પડતી દોડધામ નકામી.

સારા માઠા પ્રસંગોમાં ચિતની સમતા સદા (ગીતા ૧૩-૯)માઠા પ્રસંગો ચિત ઉપર અસર કરે.

આમ રોગ આવે ત્યારે ફરજિયાત આરામ લેવો પડે અને એ આરામને યોગ ગણીને જો જીવન સુધારવાનો પ્રયત્ન કરીએ તો સુખી થવાય. બિમારી એટલે કે આપણી ભૂલો તરફ કુદરત તરફથી ચેતવણી કેટલાક રોગો ચેપી હોય છે. પણ મુખ્ય બાબત આપણી પોતાની પ્રતિકાર કરવાની શકિત કેટલી છે તે ઉપર આધાર છે. બિમાર પડીએ એટલે આરામ લેવો જ પડે ઘણા લોકો બિમારીમાં પણ કામ કરે છે. ટેલીફોનો કર્યા કરે છે. આમ સંસારની વેપારની આસકિત મટતી નથી અને પૂરતો આરામ મળતો નથી. શકય હોય તો જીવન વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જૂઓ કે, વધુ પડતી દોડધામ કરવી જ ન પડે. લક્ષ્મી પાછળ પણ વધુ દોડધામ કરવાનો અર્થ નથી. અમુક ઉમર પછી સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ લેવી જોઈએ ઘરમાં પણ નાની નાની બાબતોમાં કચકચ ન કરવી, કાઈપણ સાથે લઈ જવાનું નહી જરૂરી માત્રામા ધન ઉપાર્જન કરીએ માનસિક સ્વસ્થતા સદા જાળવીએ. નાના નાના પ્રસંગોમાં ઉકળી ઉઠીએ તો હૃદય અશકત થઈ જ જાય. સ્વજનનું મૃત્યુ પણ સહન કરવું રહ્યું.

આહાર ઉપર સંયમ એવી રીતે રાખીએ કે જીવનમા રસ પણ રહે અને શરીર સરસ રહે વધુ પડતુ ખાવાથી કે વધુ સ્થુળતા પ્રાપ્ત કરવાથી તંદુરસ્તી મળતી નથી બલ્કે સ્થુળતા એ હાર્ટએટેકનું જન્મ સ્થાન છે.

ગીતાનો ખરેખર બોધ છે કે મૃત્યુને સમજીએ ન ઘટે ત્યાં કરે શોક, ને વાતો જ્ઞાનની વહે, પ્રાણો ગયા રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે.

જન્મ્યાનું નિશ્ચિત મૃત્યુ મુમાનો જન્મ નિશ્ચિયે માટે જે હવે તેમાં તને શોક ઘટે નહી.

સુખ દુ:ખમા સમતા દુ:ખે ઉદગના ચિતે, સુખોની ઝંખના ગઈ ગયા રાગ, ભય, ક્રોધ, મુનિ જે સ્થિણ બુધ્ધિધો

વિનોબાજી કહે છે તેમ દરેક વ્યકિત રાષ્ટ્રપતિ ન બની શકે પણ દરેક વ્યકિત સ્થિતપાત્ર બની શકે.

નાના મોટા દરેક પ્રસંગે માનસિક સ્વસ્થ્તા જાળવવી આને માટે સતત ટેવ પાડવી જુએ.

અનન્ય ચિતથી જેઓ કરે મારી ઉપાસના તે નિત્યયુકત ભકતોનો યોગક્ષેત્ર ચલાવું હું.

એકાગ્ર ચિતથી લક્ષ્મીનારાયણની ઉપાસના કરવી દરેક કાર્ય પ્રભુ પ્રીત્મે ભકિત કરવી સત્કર્મો કરવા, સેવા કરવી, લક્ષ્મી પાછળ દોડધામ ન કરવી, આટલુ કરીએ તો આપણો વ્યવહાર પરમાત્મા સંભાળશે.

આ બધુ એવું દર્શાવે છે કે, આપરે મનુષ્યો આપણી આસપાસના જે ભૌતિક, રાજકીય અને સંતાપ સર્જવા જે પ્રવાહો અવિરત ચાલ્યા કરે છે તેનાથી દૂર અને વિરકત રહો.

એમાં પણ આપણો દેશ અત્યારે જે યાતનાઓ, મુશ્કેલીઓ અને બેકારી મોંઘવારી જેવા સામાજીક પરિતાપોથી ઘેરાયેલો છે તથા દુરાચાર, પાપાચાર, મતિભ્રષ્ટતા અને અમલદારશાહીના કારમા ડામથી માનસિક રીતે ભાંગી-તૂટીને મરવા વાંકે જીવી રહ્યો છે એ તણાવ (ટેન્શન) વધાર્યા કરે છે અને ટેન્શન હાર્ટએટેક તથા હૃદયરોગનો માર્ગ મોકળો કરે છે.

એક વૈશ્વિક સર્વેક્ષણ મુજબ, આખા જગતમાં કુલ જેટલા લોકો મૃત્યુ પામે છે તેના ૪૦ ટકા ‘ટેન્શન’ ‘અજંપો’ અને ‘બળતરાયથી મરે છે…. આમાંથી બચવા માટે એક બહુ સારો ઉપાય એ છે કે, હરઘડી આ મંત્રનું ચિંતન કરવું: ‘ચિત્ત તું શાને ચિંતા શાને કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ‘બાકી તો રકતદાન મહાદાન છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.