અનેક રિસર્ચ બાદ એ વાત સાબિત થઈ છે કે શરીરની ઘડિયાળ મુજબ ચાલતી નોકરીઓ કરનારા લોકો સૌથી સારું કામ કરે છે. તેમને ઓછો થાક લાગે છે. ઑક્ટોબર મહિના સુધી દરેક સોમવારે સવારના 11 વાગ્યા સુધી આપણે વધારે અને સારી રીતે કામ કરીએ છીએ. આ વાત અમેરિકા સ્થિત મેનેજમેન્ટ કંપની રેડબૂથનાં રિસર્ચમાં સાબિત થઈ છે.
આ અહેવાલ નવેમ્બર મહિનામાં પ્રકાશિત થયો હતો. જેમાં હજારો લોકોનાં મંતવ્ય લેવામાં આવ્યાં હતાં. માર્કેટિંગથી લઈને આર્કિટેક્ચર, સ્વાસ્થ્ય સેવાઓ, કાયદાના જાણકારો અને એકાઉન્ટિંગ સાથે જોડાયેલા લોકોને આ મામલે સવાલો કરવામાં આવ્યા હતા. હા, આપણે એવું કહીને આ સર્વેને નકારી શકીએ કે આ માત્ર એક કંપની દ્વારા કરવામાં આવેલો સર્વે હતો. તો પણ તમે ઑગસ્ટ મહિનાનામાં દર શુક્રવારે આળસનો અનુભવ કરો છો. પરંતુ ચિંતા ના કરો આ માત્ર તમારા એકલાનો જ અનુભવ નથી.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પણ આ જ હિસાબે તેમના અંતરિક્ષ યાત્રીઓ પાસેથી વધારે કામ લે છે સવારે ઓફિસ પહોંચ્યા બાદ લોકો મેઇલ ચેક કરે છે. લોકો એકબીજાને મળે છે. ત્યારબાદ તેઓ પોતાના કામમાં ખુદને ઢાળવા લાગે છે. સવારના 11 વાગ્યાનો સમય કામના હિસાબથી સૌથી સારો હોય છે. આ રીતે બપોરના બેથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન સૌથી વધારે આળસ થાય છે. જૉન કહે છે કે આ જ કારણ છે કે વિશ્વના અનેક દેશોમાં બપોરના વખતે થોડી ઊંઘ લેવાનું ચલણ છે.