એ પણ એક અદ્ભૂત યુગ હતો જેમાં અતિથિસત્કારની સોળે કળાએ ખીલી ઉઠેલી ભારતીય સંસ્કાર પરંપરાનાં કારણે સદગૃહસ્થો ઘરનાં દ્વાર ખૂલ્લા જ રાખતા. અભંગ દ્વારનું ગૌરવ પોતાના ઘરને મળે એમાં એ જીવનની ધન્યતા સમજતા હતા. પરંતુ આજે યુગ પરિવર્તન પામ્યો છે. શહેરીકરણના આ યુગમાં એક તરફ અતિથિસત્કારની ભાવના ઘસાઈ રહી છે. તો બીજી તરફ ગુંડા વગેરે ઉઠાવગીર તત્વોનોભય વધી રહ્યો છે. પરિણામ એ આવ્યું છે કે અચ્છા અચ્છા સદગૃહસ્થોનાં ઘરનાં દ્વાર ધોળે દિવસે પણ આજે બિડાયેલા જ રહે છે.
ધારો કે ઘરનાં એ દ્વાર બિડાયેલા હોય તો ખોલાવવા શી રીતે ? ઉત્તર છે હાથનાં ઉપયોગથી ઘર જો શહેરનું હોય ડોરબેલની સુવિધાયુકત હોય તો હાથ દ્વારા ડોરબેલ બજાવીને દ્વાર ખોલાવી શકાય અને ઘર જો ગ્રામીણ પધ્ધતિનું હોય તો હાથ દ્વારા સાંકળ ખટકટાવીને દ્વાર ખોલાવી શકાય આમ, ઘરનાં દ્વાર ખૂલે છે હાથથી.
હવે બીજી વાત ધશરકો કે દ્વાર હૃદયનાં બિડાયેલા હોય તો એને ખોલાવવા શી રીતે? ઉત્તરે છે આત્મયતાના લાગણીના ઉપયોગથી કાયમ માટે સંબંધ તોડી નાખવાનો યા કાયમ માટે અબોલા રાખવાનો આત્યંતિક નિર્ણય કરી લઈને હૃદયનો દ્વાર બંધ કરી દેનાર સંબંધી હો કે અકારણ હેરાન પરેશાન કરવા ટાંપી બેસીને હૃદયદ્વાર બંધ કરી દેનાર પ્રતિસ્પર્ધી હો, આત્મીયવતાભર્યો લાગણીભર્યો વ્યવહાર.