સ્ટડીનું કહેવું છે કે સ્ક્રીન પર એક કલાક જેટલો ઓછો સમય કે પછી ૭ કલાક જેટલો વધુ સમય વિતાવતાં બાળકો પર સ્ક્રીનના કલાકો સાથે માનસિક રોગ થવાનું રિસ્ક વધતું જાય છે. મોટા ભાગના પેરન્ટ્સ માનતા હોય છે કે એક કલાક તો સ્ક્રીન પર રહેવા દેવાય, પરંતુ એ એક કલાક પણ બાળકનું ઘણું નુકસાન કરે છે

આ સ્ટડી પ્રિવેન્ટિવ મેડિસિન રર્પિોટ્સમાં છપાયો હતો. સંશોધકોને ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવા રોગોનો સ્ક્રીન-ટાઇમ સાથેનો સંબંધ શોધવામાં રસ હતો, જે આજ પહેલાં કોઈ ખાસ રિસર્ચમાં સામે આવ્યો નહોતો.

સ્ક્રીન-ટાઇમ અને રિસ્ક

આજની તારીખે જ્યારે બાળકો પાસે ડિજિટલ ટેક્નોલોજીનું આટલુંબધું એક્સપોઝર છે અને બાળકો પોતાના એન્ટરટેઇનમેન્ટ માટે એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે આ પ્રકારના સ્ટડી ખૂબ જ જરૂરી છે.

આ સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે જે બાળકો સાત કલાક જેટલો સ્ક્રીન-ટાઇમ વાપરે છે એ બાળકો પર એક કલાક સ્ક્રીન-ટાઇમ વાપરનારાં બાળકો કરતાં ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન થવાનું રિસ્ક બેગણું વધી જાય છે. એવી જ રીતે જોવા મળ્યું કે ચાર કલાક જેટલો સ્ક્રીન-ટાઇમ વાપરનારાં બાળકો પર પણ એક કલાક સ્ક્રીન-ટાઇમ વાપરનારાં બાળકો કરતાં વધુ રિસ્ક ધરાવે છે. આમ સ્ક્રીન પર સમય પસાર કરવાથી રિસ્ક વધે છે એ સમજી શકાય છે. જોકે એમાં એ પણ જોવા મળ્યું કે આ અસર નાનાં બાળકો કરતાં ૧૩-૧૮ વર્ષનાં બાળકો પર વધુ આવે છે. એનું કારણ આ સ્ટડીમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઉંમરનાં બાળકો ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા તથા ફોન જેવા ગેજેટનો પ્રયોગ વધુ કરે છે. નાનાં બાળકો વધુમાં ટીવી અને કમ્પ્યુટર પર વિડિયોઝ વધુ જુએ છે. કયા માધ્યમને લઈને તમે સ્ક્રીન-ટાઇમ વિતાવો છો, કઈ રીતે અને કેટલા તમે એમાં સહભાગી થાઓ છો આ બધું જ મહત્વનું છે.

નુકસાન

જેમના ઘરમાં કલાકો સુધી ટીવી ચાલુ રહે છે, માતા-પિતા બન્ને ફોન પર લાગેલાં હોય અને બાળક પણ તેમને જોઈને ફોન પર જ લાગેલું હોય, કંઈ નહીં તો લેપટોપ પર ગેમ્સ રમતું હોય તો આ બધાની ધીમે-ધીમે આદત પડી જાય છે, જેને કારણે તે આળસુ બની જાય છે. તેની વિચારવાની ક્ષમતા ઓછી થતી જાય છે. સાથે-સાથે ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી જવાથી તે ઓબેસિટીનો શિકાર બને છે, જેની સીધી અસર તેના શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. એ સાથે તે બહાર રમવા જવાનું ટાળે છે એટલે તેના મિત્રો પણ ઓછા બને છે, જે તેના સામાજિક સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય ન ગણી શકાય.

 સૌથી મહત્વની ખરાબ આદત વિશે વાત કરતાં ડો.  કહે છે,

istockphoto 611462584આજકાલ જોવા મળે છે કે બાળક જમવામાં નખરાં કરતું હોય તો મા-બાપ તેને ટીવી જોતાં-જોતાં જમાડે છે કે ફોનમાં વિડિયો દેખાડતાં-દેખાડતાં ખવડાવે છે. આ આદત ખૂબ જ ખરાબ આદત છે. એનાથી બાળકને જમવાનો સંતોષ થતો નથી અને સ્વાદની પરખ અને ખાવાની સમજ બાળકમાં આવતી નથી. થોડી મહેનત ભલે લાગે, પરંતુ બાળકને તમારી સાથે પ્રેમથી જમાડો.

બિહેવ્યરલ પ્રોબ્લેમ

નાનાં બાળકોને સાસ-બહૂ સિરિયલોથી દૂર રાખવાં જોઈએ. મા-બાપને એમાં રસ હોય તો પણ બાળક સાથે આ સિરિયલો ન જોવી હિતાવહ છે, કારણ કે નાનાં બાળકો અને વડીલો બન્ને જ્યારે ટીવી જુએ છે એ બન્ને વચ્ચે એક મુખ્ય તફાવત છે. ટીવીમાં જે પણ બતાવવામાં આવે છે ખાસ કરીને ફિક્શન એટલે કે કાલ્પનિક વાર્તાઓ, સિરિયલ કે ફિલ્મો વગેરે એ વડીલો સમજે છે કે આ હકીકત નથી અને એને તેઓ એન્ટરટેઇનમેન્ટના રૂપે લે છે, જ્યારે બાળકો માટે એ એક હકીકત જ છે. એ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડો.  કહે છે, વળી ટીવીમાં બધું લાર્જર ધેન લાઇફ બતાવવામાં આવે છે. એને હકીકત માની બેસનારાં બાળકો દુનિયાની હકીકતથી દૂર જતાં રહે છે અને આ કાલ્પનિક વાર્તાઓનું અનુકરણ કરવા લાગે છે. તેમની ભાષા, તેમનાં રીઍક્શન, વિચારો અને કોઈ પણ વસ્તુને સમજવામાં આ વાર્તાઓનો પ્રભાવ સ્પક્ટપણે જોઈ શકાય છે; જે યોગ્ય નથી. તેમણે આ બધું વાસ્તવિક જિંદગી પાસેથી શીખવું જોઈએ.

માનસિક હેલ્થ પર અસર

જે બાળકો સ્ક્રીનને વધુપડતાં ચોંટી રહે છે એની સીધી અસર તેમના મગજ પર પડે છે. આવાં બાળકો હંમેશાં ચીડિયાં હોય છે.

અમુક પ્રકારની અસુરક્ષાની ભાવનાથી પીડાતાં હોય છે. તેમને જે જોઈએ એ જોઈએ જ એવી જીદ કરતાં હોય છે અને જો તે ધારે એમ ન થાય તો રોકકળ મચાવતાં હોય છે. આ બાબતે વાત કરતાં ન્યુરોલોજિસ્ટ અને સ્લીપ સ્પેશ્યલિસ્ટ ડો.  કહે છે, ખૂબ નાનાં બાળકોમાં પણ આજકાલ અપૂરતી ઊંઘની સમસ્યા જોવા મળે છે. એનું કારણ છે કે આ બાળકો સ્ક્રીનની બ્લુ લાઇટનો સામનો વધુ કરે છે, જેને લીધે રાત્રે તેમને ગાઢ ઊંઘ લેવામાં તકલીફ પડે છે. ઊંઘ આમ તો દરેક વ્યક્તિ માટે મહત્વની છે, પરંતુ બાળક માટે સૌથી વધુ મહત્વની છે; કારણ કે તેના વિકાસના સમયમાં જો તેને ઊંઘ ન મળી તો તેનાં શરીર અને મગજ બન્નેના વિકાસ પર અસર પડે એ શક્ય છે.

બાળકોમાં માનસિક હેલ્થ પ્રોબ્લેમનું મોટું કારણ સ્ક્રીન-ટાઇમમાં વધારો છે, જે ઊંઘને અસર કરે છે.

એક કલાક પણ નહીં

તાજેતરના સ્ટડીમાં સંશોધનકર્તાઓએ નોંધ્યું હતું કે દરરોજ ફક્ત એક કલાક સ્ક્રીનની સામે રહેવાને કારણે બાળકો અને ટીનેજર્સની ઉત્કંઠા ઓછી થઈ જાય છે, પોતાના પરનો ક્ધટ્રોલ ઓછો થઈ જાય છે, ઇમોશનલ સ્ટેબિલિટી ઘટતી જાય છે અને કામ પૂરાં કરવાની જે શક્તિ છે એ પણ ઓછી થઈ જાય છે. આ સિવાય સ્કૂલ ન જતાં બાળકો જેમ કે ૦-૩ વર્ષનાં બાળકો, જે સ્ક્રીન પર વધુ સમય ગાળતાં હોય છે તેઓ ખૂબ ગુસ્સાવાળાં હોય છે.

એક વખત એકદમ આવેગમાં આવે તો શાંત ન પડી શકે એવો બીજાં બાળકો કરતાં ૪૬ ટકા વધુ પ્રોબ્લેમ ધરાવતાં હોય છે.

૧૪-૧૭ વર્ષના એવા ટીનેજર્સ, જે દરરોજ ૭ કલાક સ્ક્રીન પર ચોંટેલા રહે છે એમાંથી ૪૨.૨ ટકા પોતાના ટાસ્ક પૂરા કરવા અસમર્થ બની જતા હોય છે.

જ્યારે આ જ ગ્રુપમાં ૪ કલાક સ્ક્રીન પર સમય પસાર કરતા ટીનેજર્સમાંથી ૨૭.૭ ટકા અને ૧ કલાક સ્ક્રીન પર પસાર કરતા ટીનેજર્સમાંથી ૧૬.૬ ટકા લોકો પોતાના ટાસ્ક પૂરા કરવા અસમર્થ છે.

૧૧-૧૩ વર્ષનાં બાળકોમાં જે દરરોજ એક કલાક સ્ક્રીન પર વિતાવે છે એમાંથી ૯ ટકા એવાં છે જેમને નવી વસ્તુઓ શીખવાનો કોઈ ઉત્સાહ નથી. તેઓ આ બાબતે બિલકુલ નીરસ છે.

આ જ આંકડો ચાર કલાક સ્ક્રીન પર વિતાવનારાં માટે ૧૩.૮ ટકા છે અને સાત કલાક સ્ક્રીન પર વિતાવનારાં માટે ૨૨.૬ ટકા જેટલો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.