આપણા દેશમાં ‘વન નેશન વન સિલેબસ’ના માળખાની તાતી જરૂ રિયાત : બોર્ડ બદલો કરો ત્યારે પણ આપણા બાળકો એક એક ધોરણ ડબલ કરવું પડે છે બાળક પાંચ વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને ધો.૧ માં પ્રવેશ અપાય છે; ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મળે તેવી બંધારણીય જોગવાઇ
પ્રવર્તમાન યુગમાં સંતાનોને કેટલા વર્ષે ભણવા બેસાડવો તેની હોઇ સ્પષ્ટતા નથી. નર્સરી, લોઅર કે.જી. કે હાયર કે.જી. જેવા રૂપકડા નામથી ચાલતા પ્લે હાઉસ કે બાલ મંદિરો ટેણીયા ખાલી રમવા જાય છે. એ પણ મસમોટી તગડી ફી ચૂકવીને શાળા આવા યુનિટો તેને ધો.૧ થી સંખ્યા મળે તે માટે ચલાવતા હોય છે. આમ જોઇએ તો પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે ધો.૧ માં પ્રવેશ મળે ત્યારે જ જનરલ રજી.માં નામ ચડે છે. આધાર ડાયસમાં પણ ત્યારે જ એન્ટ્રી થાય છે. કોર્પોરેશન દ્વારા ચાલતી આંગણવાડીમાં નિયત પત્રકો નિભાવયા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ ધો. ૧-ર માં પ્રજ્ઞા પ્રોજેકટ ચાલે છે જેમાં પ્રવૃતિ દ્વારા જ્ઞાનનો અભિગમ છે.
હાલ નવી શિક્ષણ નિતિનો ડ્રાફટ તૈયાર થઇ રહ્યો છે જેમાં ૩॥ થી પ॥ વર્ષ માટે માટે અર્લિ ચાઇલ્ડ એજયુકેશન સિસ્ટમની જોગવાય રાખી છે, પણ એ તો આવે ત્યારે બારી અત્યારે ટબુકડા બાલ દોસ્તોના પ્લે હાઉસના ગતકડા ચાલુ જ રહેશે. પ્રિ-પ્રાયમરીની સિસ્ટમમાં ભણાવતા બધા જ ટીચરો તેના નિયત કોર્ષ કરેલા હોવા જોઇએ અને હા અહી તેમના ‘ટીચર’લેડીઝ હોવા જોઇએ, કારણ કે ૩॥ થી પ॥ ની વય એવી છે જયાં નિષ્ણાંત કવોલીફાઇડ અને બાળ મનોવિજ્ઞાનના અભ્યાસું હોય તો જ તેનો સર્ંવાગી વિકાસ કરે શકે છે. અહીંથી બાળક શિખવાની શરૂ આત કરે છે ત્યારે તેના તમામ કાર્યોમાં પરફેકશન હોવું જરૂ રી છે.નર્સરી, એલ. કે.જી., હાયર કે.જી. જેવી ઉભી કરાયેલી સિસ્ટમમાં મા-બાપનો પણ એટલો જ વાંક છે તેને પણ બાળકને રાતો રાત હોંશ્યિાર બનાવી દેવો છે. ખરેખર તો બાળક આ ઉંમરે આસપાસના વાતાવરણમાંથી ઘણું શિખતો હોય છે. સમજવાની, શિખવાની કોશિશ કરે છે. એટલે જ તે તમને વારંવાર પ્રશ્ર્નો પૂછે છે. તામિલનાડુ, કેરણની એજયુકેશન સીસ્ટમ જુદી છે. એડવાન્સ છે તેથી તે આપણા કરતાં આગળ છે. આપણાં દેશમાં પણ ‘વન નેશન- વન સિલેબસ’ના માળખાની તાતી જરૂરિયાત છે.
આવી જ વાત અંગ્રેજી ગુજરાતી માઘ્યમની છે. સંશોધને જાણવા મળ્યું છે કે પ્રાથમીક શિક્ષણ માતૃભાષામાં જ લેવું જરૂરી છે. મહાન થયેલા તમામ લોકો એ પ્રારંભિક શિક્ષણ પોતાની માતૃભાષામાં લીધું છે. પણ આપણે ગુજરાતી તો ‘અંગ્રેજી માઘ્યમ’થી અંજાઇ ગયા છીએ એટલે ૩॥ વર્ષના ટેણીયાને માતૃભાષાને બદલે અંગ્રેજીમાં પાવરઘા બનાવવા દોટ મુકી છે. કેટલાય છાત્રો આને કારણે ગુજરાતી વાંચી કે લખી શકતા નથી. માટે પણ સમગ્ર દેશમાં ‘એક જ ધારાધોરણે ચાલતી એજયુકેશન સિસ્ટમ’ ની જરૂરીયાત છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષાનું જ્ઞાન જરૂરી છે. ત્રણેય ભાષા લખી-વાંચીને સમજી શકે એટલે દેક કે વિદેશમાં કોઇ છાત્ર અટકતો નથી.
જુના જમાનામાં બાલમંદિરો હતાં જ નહી દેશી હિસાબની ચોપડી આવતી જેમાં કકો, બારાક્ષરી, ૧ થી ૧૦૦ કે ઘડિયા સાથે ફળ, ફૂલ, પ્રાણીના નામ, ઋતુ ચક્રો જેવું ઘણું આપણે ઘેર જ શીખી લેતાને પછી ધો.૧ માં પ્રવેશ લઇ લેતા, આજે કુદરતી ઋતુ ચક્રો ગ્લોબલ વોમિંગને કારણે અને શિક્ષણ સિસ્ટમ અણસમજને કારણે ફરી ગઇને પ્લે હાઉસના નામે ગતકડાના રૂ પમાં સવાર થઇ ગઇ છે. પહેલા તો કલા, વાણીજયને વિજ્ઞાન આવતું આજે વિજ્ઞાન, વાણીજયને કલ્લા (આર્ટસ) થઇ ગયું જે કારણે જીવન જીવવાની કલા તો બાળકો છેલ્લે જ શીખે છે જે ખુબ જ જરૂરી છે એ જ તેને આવડતું નથી.
પહેલા તો પરીક્ષાનો ધો. ૧ થી ૭ કે ૮ થી૧ર ડર જ ન હતો, બોર્ડ (મેટ્રીક) નો પણ નહીં આજે તો ૩॥ વર્ષના નર્સરીના બાળકોની પ્રવેશ ટેસ્ટ કે પવર્તમાન સમયે ઓનલાઇન ટેસ્ટ લેવાય છે. આવા ડિંડકો બંધ થશે અને શાળાના અભ્યાસક્રમમાં નાગરીક શાસ્ત્ર ભણાવવાનું શરુ થશે ત્યારે જ શ્રેષ્ઠ ભાવિ નાગરીકો તૈયાર થશે. બાકી તો છાત્ર ભણી ગણીને વાસ્તવિક જીંદગીમાં આવે ત્યારે જ તેને ખબર પડે છે કે ઘણું બધુ તો હું શિખ્યો જ નથી.
ખરેખર તો પ્રિ-પ્રાયમરી, પ્રાથમીક, ઉચ્ચ પ્રાથમીક ને હાઇસ્કુલ બાદ હાયર સેક્ધડરી અભ્યાસ હોવો જોઇએ. ધો. ૧૦-૧ર બે બોર્ડ ના સ્થાને પણ જુની સિસ્ટમ શરુ કરી શકાય. આજે જીવન મૂલ્ય શિક્ષણ કયાંય બાળકોને અપાતું નથી. પાયાનું શિક્ષણ ખુબ જ જરૂ રી છે. ૯૯ અપ પી.આર આવે એટલે હોશિયાર હોય એવું માની ન લેવું, શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃતિનું ઘણું મહત્વ છે જે આજે સાવ ભૂલાય ગયું છે. આજના ફાસ્ટ ઇન્ફરમેશન ‘ગુગલ’યુગમાં ટેણીયા ઘણું બધુ શાળાએ આવતા પહેલા શિખી લેતા હોવાથી શિક્ષકોની વિશેષ જવાબદારી વધે છે. સંસ્કારો અને વિવિધ ગુણોનું સિંચન નિયમ અભ્યાસક્રમ કરતા વિશેષ મહત્વ ધરાવે છે.
- જન્મથી લઇને ૮ વર્ષ સુધીનો ગાળો અતિ મહત્વનો
બાળકોના સર્વાગી વિકાસનો ગાળો ૦ થી ૮ વર્ષનો છે. આ ગાળામાં તેના પાયા નંખાય છે, તેમજ તેના મગજનો ૯૦ ટકા વિકાસ પણ આ સમયગાળા દરમ્યાન થાય છે. બાળકો જે આવડત, કૌશલ્યો, મૂલ્ય શીખે છે તેની લાંબે ગાળે અસર થાય છે. સહિષ્ણુ બાળક જ સહિષ્ણુ વ્યકિત બને છે, તેથી આ સમયમાં બાળકોને પ્રોત્સાહિત કરે તેવા અનુભવ આપવાની જરૂ ર છે.શારીરિક, બૌઘ્ધિક, સામાજીક, ભાવનાત્મક, ભાષાકિય અને રચનાત્મક આ અનુભવ બાળકની વય અને વિકાસને અનુલક્ષીને હોવા જોઇએ નાના બાળકો ક્રિયા કરીને, અનુભવથી, પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને શીખે છે. ફિનલેન્ડ, જાપાન જેવા વિવિધ આગળ પડતા શિક્ષણના દેશોમાં અર્લી ચાઇલ્ડ એજયુકેશન સિસ્ટમ પાવર ફુલ છે તેથી ત્યાંના બાળકો શ્રેષ્ઠ નાગરીક બને છે દેશનાં સર્વાગી વિકાસમાં શિક્ષણ સૌથી અગત્યની બાબત છે આપણા દેશમાં શિક્ષણમાં ઘણી ત્રટીઓ હશે પણ મા-બાપે પણ બાળકોના આહાર, ઉછેર સાથે તેના સર્ંવાગી વિકાસ માટે શીખવાની જરૂર છે.