હાર્દિક પટેલ કિંજલ દિલિપભાઇ પરીખ નામની તેની બાળપણની મિત્ર અને પ્રેમિકા સાથે આવતી 27મી જાન્યુઆરીના દિવસે લગ્ન કરવા જય રહ્યો છે. હાર્દિક પટેલ લગ્ન વિધિ 26 અને 27 એમ બે દિવસ યોજાશે. 26 મી એ ઝાલાવડી સોસાયટીમાં ફક્ત ઘરના સગા સંબંધીઓ સાથે ભેગા થઈને વિધિ કરશે. અને 27 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દિગસર ગામે સાદાઈથી લગ્ન કરવામાં આવશે.
હાર્દિક પટેલનાં દિગસર ગામે ઉમિયા માતાજીના મંદિરમાં આયોજીત લગ્ન સમારોહમાં ફક્ત પરિવારજનો અને અંગત મિત્રો જ ઉપસ્થિત રહેશે. હાર્દિક પટેલના લગ્ન બંને પરિવારોની સંમતિથી થઈ રહ્યા છે.
આ ઉપરાંત હાર્દિક પટેલે અમદાવાદનાં એરપોર્ટ ઉપર પત્રકાર સાથે વાતચિત દરમ્યાન જણાવ્યુ હતું કે, મારી બહેનના લગ્નમાં મે 50 કરોડનો ખર્ચો કર્યો તેવી અફવા ઉડી હતી. તો હું પણ મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચો કરીશ તેવું હસતા-હસતા હાર્દિક બોલ્યો હતો.