જેના પ્રાણ સાથે જંજાળ અને આશાઓ વળગેલી હોય, તેને જ મોતનો ભય લાગે છે
તાવની પીડા કઠણ હૈયે સહન કરીને ધમ્મરવાળાએ પુત્રને જગાડયો જ નહિ, પાછલી રાતે તરસ સખત લાગી હતી તે છતા તેઓએ કોઈને જગાડયા નહિ, પોતાની મેળે ઉઠીને ઢોલિયા નીચે પડેલા મોરિયામાંથી પાણી પી લીધું
ધમ્મરવાળાને આખી રાત ઊંધ ન આવી. તાવ ખૂબ જ વધી ગયો હતો. અંગમાં પીડા પણ બહુ થતી હતી. હાથપગના કળતરનો પણ પાર નહોતી . આમ છતાં તેઓએ નિદ્રાધીૈન પુત્રને ઉઠાડયો નહિ … તેમ, બહાર સૂતેલા માણસોમાંથી પણ કોઈને જગાડયા નહિ. એમના મનને એમ થયું હતું કે કોઈને ઉઠાડવા જતાં દીકરો પણ જંગી જશે.
માનવી જયારેે દેંહપીડામાં ડૂબેલો હોય છે ત્યારે અનેક વિચારો આવ્યા કરે છે. ધમ્મરવાળાને મોતનો ભય નહોતો. જેના પ્રાણ સાથે જંજાળ અને આશાઓ વળગેલી હોય, તેને જ મોતનો ભય લાગે છે. ધમ્મરવાળા મોત માટે તૈયાર જ હતા. આમ છતાં, નિદ્રા ન આવે ત્યારે મન વિચારને જ ચગતું હોય છે.
ધમ્માવાળાને પીસાના પુત્ર અંગેના વિચારો આવતા હતા . તેમના મનમાં થતું હતું. આવો દીકરો પૂૂરા પૂણ્ય કર્યાં હોય તો જ મળે ! પરણીને ચાલ્યો આવે છે.હજીે પુરા પંદર દી વીત્યા નથી અને પત્નીનો સંગ છોડીને પિતાની સેવા કરવામાં કરવામાં પોતાનો ધર્મ માને છે !
ના … ના … પીડા અમે તેટલી હોય પણ નાગને ઉઠાડવો નથી . દિવસે સીમનો ઝઘડો પતાવવા ગયો હતો. આવીને જરાયે આરામ લીધો નથક્ષ અને બાપની ચાકરીમાં પરોવાઈ ગયો !
તાવની પીડા કઠણ હૈયે સહન કરીને ધમ્મરવાળાએ પુત્રને જગાડયો જ નહિ. પાછલી રાતે તરસ સખત લાગી હતી. તે છતા તેઓએ કોઈને જગાડયા નહિ. પોતાની મેળે ઉઠીને ઢોલિયા નીચે પડેલા મોરિયામાંથી પાણી પી લીધું.
અને ભળકડા ટાણે તેઓ નિંદ્રાધીન થઈ ગયા.
નાગવાળો જાગ્યો ત્યારે તેણે જોયું, બાપુ નિરાંતે સૂતા છે. બાપુની ઉંઘ ન બગડે એટલા ખાતર તે આસ્તેથીકમાડ ખોલી બહાર નીકળ્યો અને પાછુ કમાડ અટકાવી દીધું.
બહાર ઓસરીમાં ત્રણ ચાર જણ સુતા હતા … એક વૃદ્ધ બંધાણી
ડેલી પાસે જાગતો બેઠો હતો અને હોકલી પી રહયો હતો.
નાના બાપુને જાગેલા જોઈને તે બોલ્યો : ‘મોટા બાપુને કેમ છે ?’
‘ સારું છે … સૂઈ ગયા છે. તમે જરા ધ્યાન રાખો … કોઈ એમને જગાડે નહીં.’
‘ભલે, નાના બાપુ …’ કહીને બંધાણી ઊભો થયો અને મોટા બાપુના ઓરડાની ઓશરી તરફ ગયો.
નાગવાળો સીધો મેડી ઉપર પોતાના ઓરડે ગયો . પણ ઓરડી અંદરથી બંધ હતો … નાગવાળાને થયું . વાટ જોતી જોતી મોડી રાત સુધી જાગી હશે ! માંડ જંપી હશે..એને ઉઠાડવાની જરૂર નથી.
તે નીચે ફઈબાના ઓરડે આવ્યો. ફઈબા જાગી ગયાં હતાં અને પથારીમાં બેઠાં બેઠાં માળા ફેરવી રહ્યાં હતાં.
નાગવાળાએ ફઈબાને નમસ્કાર કર્યા … માળા પૂરી થઈ એટલે ફઈબાએ કહ્યું : ‘કેમ ભાઈ, મોટા દરબારને સારું છે ને ?’
‘અત્યારે તો ઊંધમાં છે … કાંક નરવાઈ હશે ! ફુઈ , મારે એક પંચિયું જેઈ છીં.’
‘તે તું ક્યાં સૂતો હતો ?’
‘ બાપુ પાસે … ઉધર ગીયા’ે તો … પણ ઓરડો અંદરથી બંધ છે !’
‘ઘડીક ઊભો રે …’ કહી ફઈબા ઊઠીને બહાર ગયાં . થોડી વાર પછી લક્ષ્મી સાથે આવ્યાં . લક્ષ્મીએ એક પંચિયું કાઢી આપ્યું.
નાગવાળાએ કહ્યું : ‘હું નહાવા અ ઉં છું … થોડી વારમાં જ આવતો રહીશ..બાપુ જાગે તો તમે જરા જઈ આવજો.’
‘હા બેટા … તું તારે નિરાંતે જા …’ ફઈબાએ કહ્યું.
નાગવાળો એક કળશ્યો લઈને નદી તરફ રવાના થઈ ગયો.
પ્રાત:કાર્યથી નિવૃત્ત થઈને નાગવાળો દરબારગઢમાં આવ્યો. વસ્ત્રો બદલવા તે પોતાને ઓરડે જવા ઈચ્છતો હતો અને પત્ની સાથે બે ઘડી વાતો કરી, સામે બેસીને એના હાથે શિરામણ કરી પછી બાપુ પાસે જવું એમ તેણે મનમાં વિચારી રાખ્યું હતું.
પરંતુ ફળિયામાં આવતાં જ સવલો દોડતો સામે આવ્યો અને બોલ્યો : ‘નાના બાપુ , હું વૈદને બકોરવા જાઉં છું.’
‘કેમ, મોટા બાપુ જાગ્યા?’
‘હા … ક્યારના જાગ્યા છે ને ભારે અસુખ થાય છે.’
‘ તાવ લાગે છે ? ’
‘હા … ધાણી શેકાય એવો . મેંથી હાથ મેલાણો નંઈ.’ સવલાએ કહ્યું.
‘ રૂખડ કે કરસનને મોકલ … તું મારા ઓરડે જઈને મારાં લૂગડાં લઈ આવ …’ કહી નાગવાળો મોટા બાપુના ઓરડા તરફ વળ્યો.
આલણદે મોડી ઊઠીને પ્રાત:કાર્ય આટોપવા ગઈ હતી . જેઠી ઉમરા પાસે બેઠી હતી. તેની હથેળીમાં બજર ભરી હતી અને દાંતે બજર દઈ રહી હતી. સવલાએ કહ્યું : જેઠીબોન, નાના બાપુનાં કપડાં આપોને…’
‘ મારા હાથ બજરવાળા છે … તું અંદર જા અને મજૂસ ઉપર કાઢીને મૂકી રાખ્યાં છે … લઈ લે.’
‘હા , નારાયણ … ! ’ કહેતો સવલો ઓરડામાં દાખલ થયો પણ ઓરડામાં કોઈ નહોતું . જેઠીએ કહ્યું : બા ના’ણ કરવા ગીયાં છે….’
‘જેઠીબોન, બા આવે તઈં મારા નારાયણ કે‘જો.’ કહી સવલાએ મજૂસ પર મૂકેલાં નાગવાળાનાં ધોયેલ કપડાં લઈ લીધાં અને તરત તે પાછો વળ્યો.
મોટા બાપુના ઓરડામાં પહોંચીને નાગવાળાએ જોયું, પિતાજી કંઈક અકળામણ અનુભવી રહ્યા છે. નાગવાળાએ પિતાના કપાળ પર હાથ મૂકીને કહ્યું : બાપુ , તાવ તો વધ્યો લાગે છે !’
‘ કોણ , નાગ ? નદીએ જઈ આવ્યો ?’
‘હા , બાપુ…’
‘ શિરામણ કર્યું ?’
‘ શિરામણની કાંઈ ઉતાવળ નથી..હમણાં વૈદરાજ આવશે પછી શિરાવી લઈશ.’ કહી નાગવાળો પિતાના પગ દાબવા પાંગત પાસે બેસી ગયો.
સવલો કપડાં લઈને આવ્યો એટલે નાગવાળાએ ત્યાં જ એક ખૂણે બેસીને કપડાં પહેરી લીધાં.
સવલો ધમ્મરવાળાના પગ દાબવા બેસી ગયો.
ધમ્મરવાળાએ કહ્યું : ‘નાગ , તું શિરામણ કરી આવ્ય વૈદને આવતા વાર લાગશષ ને પો’ર ચડી જશે.’
પિતાના ઢોલિયાના ઓશીકા પાસે બેસીને પિતાના મસ્તક પર હાથ પસારતાં પસારતાં નાગવાળાએ કહ્યું : ‘બાપુ , દવાની પડીકી નઈ લીધી હોય!’
‘ના … ઊઠીને જરા મોઢું ચોખ્ખું કર્યું ત્યાં પેટમાં કાં’ક અસુખ થવા માંડયું.’
‘અસુખમાં શું થાય છે ?’
‘બીજું તો કાંઈ નથી . . . કાલનો કળશ્યો નથી ઊતર્યો એટલે જરા પેટમાં અકળામણ થાતી હશે … કળશ્યો ઊતરશે એટલે નિરાંત થઈ જાશે. હવે તું ફઈબા પાસે જા ને શિરામણ કરી આવ્ય ! બિચારી બે’નડી ભારે ચિંતા કરી 2ઈ છે ! ’
‘વૈદરાજ હમણાં જ આવશે … આપ ફિકર કરો મા …’ એમ કહીને નાગવાળાએ સવલા સામે જોઈને કહ્યું : વૈદરાજને તેડવા કોણ ગીયું છે ?’
‘રૂખડને મોકલ્યો છે. સવલાએ કહ્યું.
ત્યાં તો ફઈબા ઓરડામાં આવ્યાં ને બોલ્યાં : ‘ભાઈ , તુંને કેમ : છે.’
‘ વળી તેં શું કામ આંટો ખાધો, બોન ? હવે આવી છો તી એક કામ કર.’
ફઈબા ધમ્મરવાળાના ઢોલિયા પાસે ગયાં.
ધમ્મરવાળાએ કહ્યું : તું નાગને લઈ જા ને શિરામણ કરાવ … મારું તો માનતો જ નથી.’
ફઈબાએ નાગ સામે જોયું. નાગવાળાએ કહ્યું : ‘ફઈબા, વૈદ આવે એટલે મારી મેળે આવી પહોંચીશ.’
‘એમ કરજે … પણ વૈદને પૂછીને એક બંદોબસ્ત કરવો જોઈ.’
‘કીયોને…’
અહીં ખાટલો રીયે ઈ બરાબર નથી … અંદરના ઓરડે ઢોલિયો રાખવો જોઈ . અહીં જરા ગોકીરોય થાય ને બધાં અંદર આવ્યા કરે. મંદવાડમાં બોલાહો ઓછો હોય ઇ સારું.’
નાગવાળો જવાબ આપે તે પહેલાં જ ધમ્મરવાળાએ કહ્યું : અરે, મારી બોન, અંદરના ઓરડે આવીશ તો મારો સમો નઈં જાય..અહીં બે માણસોનાં મોઢાં તો જોઈ શકાય ’ નાગવાળો કંઈ કહે તે પહેલાં જ કપૂરચંદ કામદાર ઓરડામાં આવ્યા.
ફઈબા તરત ચાલ્યાં ગયાં.
કપૂરચંદ કામદારે ઢોલિયા પાસે ઊભા રહીને નાગવાળા સામે જોઈને કહ્યું : તાવ ચડ્યો હોય એવું લાગે છે !’
નાગવાળાએ કહ્યું : ‘હા , કામદાર કાકા …. કાં’ક અસુખ પણ થાય છે. તમે વૈદરાજને ત્યાં જાઓ ને … ઝટ આવે એમ કરજો … રૂખડ તેડવા તો ગીયો છે.’
કપૂરચંદ કામદાર તરત રવાના થયા.
ધીરે ધીરે ઓરડામાં સાત આઠ માણસો આવીને એક તરફ પાથરેલી જાજમ પર બેસી ગયા હતા.
સહુ વૈદની વાટ જોતા હતા.
નાગવાળાના ઓરડે આલણદે પ્રાત:કાર્ય આટોપીને જેવી આવી કે તરત જેઠી સામે જોઈને બોલી : ‘દરબાર આવ્યા’તા ?’
ના , બા . સવલો એમનાં લૂગડાં લઈને હમણાં જ ગીયો.’ જેઠીએ કહ્યું.
આલણદેના મનમાં પ્રશ્ન ઊભો થયો : કેમ નઈં આવ્યા હોય ? દનિયામાં માબાપ તો સહુનાં માંદાં પડે છે પણ કોઈ પોતાની ઘરવાળી કે ઘરને ભૂલી નોં જાય !
વિચારમાં પડેલી આલણદે સામે જોઈને જેઠીએ કહ્યું : ‘કામ હોય તો બોલાવી આવું …’
‘ના … તું ઓરડો વાળીચોળીને સરખો કર … હું ઘડીક ફુઈ પાસે બેઠી છું . કહી આલણદે જેવી આવી હતી તેવી જ પાછી વળી ગઈ
. વૈદ જીવરામબાપા આવી ગયા. કપૂરચંદ કામદાર મારગમાં જ મળી ગયા હતા.
વૈદરાજે ખૂબ જ શાંતિથી ધમ્મરવાળાની નાડી જોઈ …. ત્યાર પછી પેટ તપાસ્યું … જીભ , આંખ વગેરે જોયા પછી નાગવાળા સામે
જોઈએ કહ્યું: ‘નાના બાપુ, મેં અનાજ લેવાની ના પાડી’તીને ?’
‘તમારા ગયા પછી બાપુએ બે કોળિયો ખીચડી ને બટકુ રોટલો લીધો તો… મેં તો ના પાડી હતી પણ બાપુ કીયે હું ખાઈશ એટલે તાવ ઉતરી જાશે. પછી….’
‘કાંઈ હરકત નંઈ…. આટલુ ખાધુ એમાં તાવ કાં વસમો થાશે ને કા વધારે દી લંબાશે… પણ હવે
ભૂલેચૂકેય કાંઈ ખવરાવતા નંઈ, ને ઠારેલું પાણી પણ કરાવ્યું નથી લાગતું.’
તરત નાગવાળાએ કહ્યું ” વૈઘ, બાપા , ઈ તો ઓસામ જ નો રીયું…. અલ્યા સવલા… ફઈબાને કંઈ આવ કે પાણીઉકાળીને ઠારે…’
સવલો તરત ઉભો થયો એટલે વૈદરાજે કહ્યું: ‘પાણી ઉકાળવાનો અરથ સમજયો?’
‘ંહા, વૈદબાપા… પાણી ખદબદે એટલે…’
‘ પૂરું સમજીને જા જેટલું પાણી ગરમ મૂક્યું હોય તેનું અડધું બળવું જેઈએ. પછી મોટા થાળામાં હારી મોરિયામાં ગાળીને ભરી લેવું. આ સિવાય ભાપુને બીજું કોઈ પણ પાણી દેવાનું નથી.’
” ધમ્મરવાળાએ કહ્યું : ‘જીવરામ, તાવ બે દી મોડો ઊતરે કે વે’લો ઊતરે … પણ હું કાલનો કળશ્યે ગીયો નથી… ’
પેટ જો ઈને હું સમજી ગોયો છું … પણ રેંચ દેવો નથી. આ તાવમાં રેચ આપવો ઈ ભારે ઉપાધિરૂપ થઈ પડે.’
‘ અરે તારી પાઈ કાઢે ! અલ્યા વૈદ, તો તો મોત ઢૂંકડું આવશે.’
હસીને જીવરામ બાપાએ કહ્યું : ‘બાપુ, વૈદ દરદીનો દશ્મન નથી … રોગનો દમન છે …’
‘ તો પછી મારે કાંઈ કરતાં કાંઈ ખાવું નઈ ?’
‘ ના … ગોળનું પાણી બે વાર લેજો . મોળી છાશ બે વાર લેજો ..’
‘ દૂધ નોં લેવાય ?’
‘ ના બાપુ … તાવ ઊતર્યા પછી દૂધનો ઉકાળો લેવાશે.’
‘ઠીક, જેવો તારો હકમ ! પણ બે ઘડી હોકો માંડે કે નઈ ?’
ધમ્મરવાળાએ પ્રશ્ન કર્યો,
જીવરામ વૈદે બે પળ વિચારીને કહ્યું : ‘બેચાર ફૂંક મારી લેજો …. પણ આપને ગમશે જ નઈ.’
‘નાનપણનું બંધાણ છે તે …..’
વચ્ચે જ એક ગઢવી બોલી ઊઠ્યો : વૈદરાજ, હુક્કો તો અડધું દુ:ખ વિસારે પાડે ! ’
ચારણ સામે જોઈને વૈદરાજ હસ્યા. ત્યાર પછી નાગવાળા સામે જોઈને બોલ્યા : ‘ભાઈ, બાપુનો ઢોલિયો અંદરના ઓરડે રાખ્યો હોય તો ઘણું સારું.’
‘એ જીવરામ … ભલો થઈને મને બંદીખાને નાખીશ મા … અહીં હોઉં તો બે માણસનાં મોઢાં જોઈ શકું.’
જીવરામ વૈદે કહ્યું : ‘બાપુ , આપને આરામ અને શાંતિની વધારે જરૂર છે … અને અંદરના ઓરડે આપને વધારે ફાવશે.’
‘શું કરું ? તારા હાથમાં પડ્યા પછી હવે બીજો કોઈ ઉપાય નથી.‘ ધમ્મરવાળાએ કહ્યું.
સવલો ઉકાળેલા પાણીનું કહીને પાછો આવી ગયો … એટલે વૈદરાજે ઊભાં થતાં કહ્યું : આજ દવાનાં ત્રણ પડીકાં ને છ ગોળીયું મોકલું છું … મારી હારે કો’કને મોકલો.’
તરત સવલો તૈયાર થઈ ગયો.
નાગવાળાએ અંદરના ભાગમાં એક ઓરડે બાપુનો ઢોલિયો ઢાળવાનું એક માણસ મારફત કહેવરાવ્યું.
વૈદરાજે જતાં જતાં કહ્યું : ‘નાના બાપુ , અંદરને ઓ 2 ડે બાપુ ચાલીને નોં જાય .. ’
‘હું જાળવીને તેડીને લઈ જઈશ.’ નાગવાળાએ કહ્યું.
જીવરામ વૈદ સવલાને લઈને વિદાય થયા.
એકાદ ઘડી પછી ધમ્મરવાળાને સંભાળપૂર્વક તેડીને નાગવાળો અંદરના ઓરડે લઈ ગયો.
પાંચ દિવસ પસાર થઈ ગયા. ધમ્મરવાળાને ઝાડો સાફ આવી ગયો હતો એટલે અકળામણ ઓછી થઈ ગઈ હતી . પણ તાવનું જોર જરા ય નરમ નહોતું પડ્યું.
છઠ્ઠે દિવસ જેતપુરના ચાંપરાજવાળાનો એક ખાસ દૂત આવી પહોંચ્યો.
અંદરના ઓરડે દૂતે આવીને પ્રથમ ખબરઅંતર પૂછ્યા. પછી
કહ્યું : ‘મોટા બાપુ , દરબારે મને ખાસ સંદેશો આપવા મોકલ્યો છે.’
‘ દરબારે શું કે’વરાવ્યું છે ? ધમ્મરવાળાએ ઢોલિયામાં સૂતાં સૂતાં પૂછ્યુ.’
દૂતે કહ્યું : ‘ મોટા બાપુ , મામદ બેગડો જેતપરને પોતાનું કરવાની તૈયારી કરી રીયો છે … બે હજાર તરકડાંને તૈયાર કર્યાં છે ને જેતપુરને ધમરોળવાનું સોણું સેવી રીયો છે. ચાંપરાજ બાપુએ ખાસ કહેવડાવ્યું છે કે આવી ભીડના વખતે આપ આપના શૂરવીર સાથીઓ સાથે મદદે આવો તો એક વાર તરકડાંઓને વાળાઓની તલવારનું પાણી દેખાડી દઈને સો વરસે પણ કાઠી કોમ સામે કોઈ તરકડો નજર નોં નાખે એવું કરી દઉં. પણ આ કામ દરબારનું એકલાનું નથી….’
ઓરડામાં આ વખતે નાગવાળો , કામદાર અને એક કુટુંબી બેઠા હતા.
ધમ્મરવાળાએ કહ્યું: ‘હું તો આ ઢોલિયે બંધાઈ ગયો છું … પણ બાપુની માગણીને નકારીશ નઈં … મારા તરફથી મારો દીકરો નાગવાળો સો – અઢીસો સાથીદારોને લઈને આવશે.
‘વાહ ધમ્મરવાળા, વાહ ! પણ બાપુ , પાંચસાત દીમાં જેતપર પહોંચી જવું જોઈએ . તરકડાંઓ નીકળવાની તૈયારી જ કરી રીયાં છે.’ દૂતે કહ્યું.
‘તું વિસામો લે … છાશ રોટલો ખા … ચાંપરાજની ભાવનાને વાંધો નઈ આવે.’ ધમ્મરવાળાએ કહ્યું.
દૂતના ચહેરા પર હર્ષ નાચી ઊઠ્યો.