અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલી કન્ઝ્યૂમર ઈલેકટ્રોનિક શો (CES)માં એક એવી કિટ રજૂ કરવામાં આવી છે, જેની મદદથી કોઈ મોટરાઈઝ્ડ વ્હીલચેરને ચેહરાના હાવભાવથી નિયંત્રિત કરી શકાશે.
આ કિટ બ્રાઝીલની રોબોટિક્સ કંપની હૂબોક્સે ઈન્ટેલની સાથે મળીને તૈયાર કરી છે. જેમાં ઈન્ટેલની આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ પર આધારીત ફેશિયલ રિકગ્નિશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિટનું નામ ‘વ્હીલી 7’ રાખવામાં આવ્યું છે.
જેનાથી ચેહરાના 10 અલગ અલગ એક્સપ્રેશનથી નિયંત્રિત કરી શકાય છે.કંપની મુજબ આનાથી તે લોકોને મદદ મળશે જે વ્હીલચેરમાં લાગેલી મોટરને પોતાના હાથોથી નિયંત્રિત નથી કરી શકતા. કંપનીએ જણાવ્યું કે જીભ કાઢીને કે કોઈ પણ રીતે આ ફેશિયલ એક્સપ્રેશનથી વ્હીલચેરને નિયંત્રિત કરી શકાય છે. આ કિટની હાલ પ્રોટોટાઈપ રજૂ કરાયું છે, તેથી તેની કિંમત અંગે કંપનીએ કોઈ જ જાણકારી આપી નથી.
ઈન્ટેલે CES દરમિયાન લાસ વેગાસ કન્વેંશન સેન્ટરમાં પોતાની આ વ્હીલચેર કિટનો ડેમો આપ્યો, જેમાં દેખાડ્યું કે અલગ અલગ દિશાઓમાં વ્હીલચેરને નિયંત્રિત કરવા માટે 10 પ્રકારના હાવભાવનો ઉપયોગ કરી શકાય છે. ઈન્ટેલ મુજબ ચેહરાના હાવભાવથી જ વ્હીલચેરને ચલાવી પણ શકાય છે અને રોકી પણ શકાય છે.
ઈન્ટેલે જણાવ્યું કે આ પૂરી સિસ્ટમ એક એપની મદદથી સંચાલિત થાય છે. જેનાથી વ્હીલચેરની સ્પીડ નક્કી કરી શકાય છે. વ્હીલચેરને અલગ અલગ દિશાઓમાં લઈ જવા માટે ચેહરાના અલગ અલગ હાવભાવને રેકોર્ડ કરી શકાય છે.