કોરોનાની મહામારી ને કારણે 3 વર્ષ થી સરકાર દ્વારા ગરીબ પરિવારોને અનાજ ફ્રીમાં આપવામાં આવતું હતું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વયક્તિ દીઠ 3.5 કિલો ઘઉં આપવામાં આવતાં હતા. રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનિંગ કાર્ડ ધારકોને અપાતા ઘઉંના પુરવઠામાં 50%કાપ મૂકાયો છે. હવેથી 3.5 કિલોના ઘઉંને બદલે 1 કિલો ઘઉં મળશે.તેની સામે ચોખાના જથ્થા માં વધારો કરવામાં આવસે..
જો કે હવે સરકાર દ્વારા ઘઉંના જથ્થામાં ધરખમ ઘટાડો કરાતા ગરીબ પરિવારોની થાળીમાંથી રોટલી પણ અદ્રશ્ય થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. અત્રે નોંધનીય છે કે, રશિયા – યુક્રેન યુદ્ધના પગલે વિશ્વભરમાં ઘઉંની અછત સર્જાઇ હોઇ ભારત દેશમાંથી ઘઉંની નિકાસમાં વધારો કરવામાં આવ્યો છે. જેની વિપરીત અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી હોઇ ઉત્પાદન સારૂ હોવા છતાં અહીં ઘઉંની તંગી સર્જાતા ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ સ્થિતિને પગલે સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ફાળવાતા ઘઉંના જથ્થામાં કાપ મુકાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.