જિલ્લા પુરવઠા ગોડાઉનમાં ચાલતી ગોલમાલનો પર્દાફાશ ગાંધીનગર સુધી રિપોર્ટ બાદ રાતો-રાત ‘ઘટ’ સરભર થઈ ગઈ
શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા પુરવઠા ગોડાઉનમાં વ્યાપક પ્રમાણમાં ચાલતી ગોલમાલનો ભાંડો અંતે ફૂટયો છે. પુરવઠાના ગોડાઉનમાં નવા આવેલા ગોડાઉન મેનેજરે તાજેતરમાં હાજર સ્ટોકનો હિસાબ માગતા ૨૩૦ ગુણી ઘઉંની ઘટ આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા આ મામલે ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરાયો છે. જો કે, ‘ઘટ’ના રિપોર્ટને ઢાંકવા માટે કલાકોની અંદર જ ગોડાઉનના સ્ટાફ દ્વારા પુન: ગણતરી કરી હવે કોઈ ઘટ ન હોવાનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો છતાં ઘટ પ્રકરણ જોરશોરી ગાજયું છે અને પુરવઠા ગોડાઉનના ઘઉંની પગ આવી ગયાની કટાક્ષ ભરી ચર્ચા પણ ઉઠી છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર અને તાલુકા વિસ્તારને જાહેર વિતરણ વ્યવસ હેઠળ ઘઉં, ચોખા, ખાંડ સહિતની જણસી શહેરના જંકશન પ્લોટ સ્થિતિ ગોડાઉનમાંથી પૂરી પાડવામાં આવે છે. વર્ષોથી અહીં પેધી ગયેલા મોટા માથાઓનું રાજ ચાલે છે અને મોકો મળ્યે લાગતા-વળગતા સસ્તા અનાજના વિક્રેતાઓને કે, અન્ય ખુલ્લા બજારના વેપારીઓને ૫ થી ૧૦ વધારા કટ્ટા મોકલી કટકટાવાના ખેલ પણ ચાલી રહ્યાં છેત્યારે તાજેતરમાં પુરવઠા ગોડાઉનમાં નવા ગોડાઉન મેનેજર આવતા વર્ષોી ચાલતું આ કૌભાંડ ધીમુ પડી ગયું છે. જેમાં તાજેતરમાં હાજર જથ્થાની ગણતરી કરાતા ૨૩૦ કટ્ટા ઘઉંની ઘટ આવી હતી અને આ મામલે ગોડાઉન મેનેજર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સહિતનાઓને જાણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છેબીજી તરફ જિલ્લા પુરવઠા ગોડાઉનના સત્તાવાર સૂત્રોનો સંપર્ક સાધવામાં આવતા નીચેના અધિકારીઓ દ્વારા ઘટ આવી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, સિટી ગોડાઉનમાં હાલ ૧ લાખ કટ્ટા જેટલો ઘઉંનો જથ્થો પડયો છે જે ગણવામાં સ્વાભાવિક જ ભૂલ થઈ હોવાનો એકરાર કરી જણાવ્યું હતું કે, ફરી ગણતરી કરવામાં આવતા હવે કોઈ ઘટ નથી.
જો કે, જગ જાહેર વાત તો એ છે કે સસ્તા અનાજના વેપારીઓની જેમ પુરવઠા ગોડાઉનના ચોકકસ અધિકારીઓ પણ સમાંતર કાળાબજારી કરી રહ્યાં છે અને રાજકોટના ગોડાઉન તો ઠીક રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ગોડાઉનમાંથી પણ મોટાપાયે માલની ગોલમાલ કરવામાં આવતી હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યાં છે.
રાજકોટ સિટી ગોડાઉનની ઘટ બાદ તાલુકા ગોડાઉનમાં પણ આવી જ સ્થીતી હોવાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવા આવેલા ગોડાઉન મેનેજર કૌભાંડીઓને કણાની જેમ ખૂંચી રહ્યાં છે જો કે, આ ઘટ પ્રકરણની ઉચ્ચ કક્ષાએ જાણ કરાતા નવા-જૂનીના સંકેતો મળી રહ્યાં છે.