ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસના પ્રયાસો કુદરતે પણ મદદ કરવાનું શરૂ કર્યું હોય તેમ સારા વરસાદ અને પુરતા સિંચાઈના પાણીને લઈને આ વખતે રવી સીઝનમાં ઘઉંનું વાવેતર બમ્પર વિસ્તારમાં થયું છે. ઘઉંનું વાવેતર ૪ ટકા વધ્યું છે. આ વખતે ૩૨૫.૩૫ લાખ હેકટરમાં ઘઉં, ૧૫૪.૪૦ હેકટરમાં કઠોળનું વાવેતર થતાં આ વખતે ખેડૂતોનું રવી વાવેતરમાં ચાંદી હી ચાંદી થઈ જશે. મધ્યપ્રદેશમાં ૧૦.૩૨ લાખ હેકટર, બિહારમાં ૨.૩૩ લાખ હેકટર, મહારાષ્ટ્રમાં ૧.૫૯ લાખ હેકટર, રાજસ્થાન ૨.૮૭ લાખ હેકટર અને ઉત્તરપ્રદેશમાં ૨.૧ લાખ હેકટરનું વાવેતર થયું છે. રવી પાકના બમ્પર ઉત્પાદનને લઈને એક તરફ ખેડૂતોમાં આનંદ છે તો બીજી તરફ ખેત જણસના ટેકાના ભાવના બદલે ભાવ બાંધણાની માંગ થઈ રહી છે ત્યારે બમ્પર ઉત્પાદન ખેડૂતોને ચાંદી હી ચાંદી કરાવી દેશે કે વધુ માલ ઓછો ભાવ જેવી સ્થિતિ ઉભી થશે તે આગામી સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.