WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને લઈને પોતાના યૂઝર્સના આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે ભારત સરકારે પણે આ નવી પોલિસીની નીંદા કરી છે. ઘણા યૂઝર્સ આ નવી પોલિસીને કારણે બીજા પ્લેટફોર્મ તરફ જઈ રહ્યાં છે. જોકે, WhatsAppની નવી પ્રાઈવસી 15 મેથી લાગુ થઈ જશે. પરંતુ જો કોઈ યુઝર્સે 15 મે સુધી નવી શર્તોને પાલન નથી કરતા તો તેના WhatsApp એકાઉન્ટનું શું થઈ શકે છે ?
જે યૂઝર્સ નવી પ્રાઈવસીની શર્તોનો સ્વીકાર નથી કરતા તેવા યૂઝર્સ પણ 120 દિવસ સુધી WhatsAppનો ઉપયોગ કરી શકે છે. જોકે, હાલમાં મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ સીમિત રીત કરી શકે છે. WhatsAppના સત્તાવાર FAQમાં કહેવામાં આવ્યું છે કે, ઓછા સમય માટે તમારે કોલો અને નોટિફિકેશન મળી શકે છે, પરંતુ તમે એપ દ્વારા મેસેજને વાંચી કે,મોકલી શકશો નહીં.
જો યૂઝર્સ 15 મે બાદ 120 દિવસ પૂર્ણ થાયા પછી નવી પ્રાઈવસીની શર્તોને મંજૂર નથી કરતા તો WhatsApp આવા યૂઝર્સના એકાઉન્ટને ડિલીટ કરી નાખશે. આ એકાઉન્ટના યૂઝર્સ તેના બધા WhatsApp ચેટ અને ગ્રુપને પણ ગુમાવી શકે છે. ત્યાર બાદ તમે એજ ફોન નંબરનો ઉપયોગ કરવા માંગો તો તમારે એક નવું એકાઉન્ટ બનાવવું પડશે અને ફરીથી શરૂ કરવું પડશે. આના માટે પણ તમારે નવી પ્રાઈવસી પોલિસીના નિયમો અને શર્તોનું પાલન કરવું પડશે.
WhatsApp પોતાની નવી પ્રાઈવસી પોલિસીને જાહેર કર્યા બાદ ખૂબ જ વિવાદોમાં રહી હતી,તેથી ફેસબુક માલિકી WhatsAppએ ઘણી વખત આ મામલે સ્પષ્ટા કરવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે કે, નવી પ્રાઈવસીમાં પોલિસમાં શું કામ ફેરફાર કરવામાં આવ્યાં છે. તેના માટે WhatsAppએ પોતાના સ્ટેટસ પેજનો પણ ઉપયોગ કર્યો છે. સાર્વજનિક રૂપે ઘણી સ્પષ્ટા જાહેર કરી છે અને હવે આ એપમાં નવા બેનર તૈયાર કરવા જઈ રહી છે.