વાઇરલ બન્યું વાઇરસ

માત્ર એક વાયરલ મેસેજના કારણે ઈન્ફીબીમના રોકાણકારોના રૂ.પિયા ૨૬૦૦ કરોડ ડુબ્યા!

છેલ્લા થોડા સમયથી ભારતીય શેરબજારની સ્થિતિ વધુ ખરાબ બની છે. ડીએચએફએલ અને યશ બેંક બાદ હવે ઈન્ફીબીમના શેરમાં કડાકો બોલ્યો છે તેની માર્કેટ વેલ્યુ એક દિવસમાં ૭૧% ઘટી ગઈ છે જેની પાછળ વોટસએપના વાયરલ મેસેજ કારણભુત છે. વાયરલ બનેલા વાઈરસે શેરબજારમાં આર્થિક તારાજી સર્જી હોય તેમ વોટસએપના માત્ર એક વાયરલ મેસેજ ઈન્ફીબીમ કંપનીના શેર ૭૧% તોડી નાખ્યો.

કંપનીના રોકાણકારોને તો જાણે રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે કારણકે શેરબજારના કડાકાથી તેમના ૨૬૦૦ કરોડ રૂપિયા ડુબ્યા છે. ખુલતામાં માત્ર એક કલાકમાં ૫૦ ટકા તુટેલી શેર ઈન્ટ્રા ડેમાં ૭૩ ટકા સુધી તુટયા બાદ બજાર બંધ થવા સમયે ૭૦.૨૪ % ઘટીને રૂ.૫૮.૮૦ બંધ રહ્યો હતો.

કંપનીની વાર્ષિક સભા આજે જ મળવાની છે અને તેના આગલા દિવસે જ શેરના ભાવનો કડાકો બોલતા કંપનીસભા તોફાની બની રહે તેવી ધારણા છે. અફવાઓના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ ઘટી છે. એક બ્રોકરે જ હાઉસના અધિકારીએ જણાવ્યું કે, કંપનીની સબસિડપરીને લોન આપવી અને તેની નેટવર્થ નેગેટિવ હોવાનું તેમજ પ્રમોટર્સનો હિસ્સો ઘટવા જેવી બાબતનો ખુલાસો કંપનીએ માર્કેટ કલાક દરમિયાન કર્યો હતો જેના પગલે રોકાણકારોની રૂપિયા ૨૬૦૦ કરોડની મુડીનું ધોવાણ અટકાવી શકાયું હોત.

ઈંકઋજના ક્રાઇસીસથી  ૧૫૦૦ નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીના લાયસન્સ રદ થશે

હાલ કળથતી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા નાણાકીય ક્ષેત્રને વધુ એક મોટા ઝટકાનો સામનો કરવો પડી શકે છે. દેશની ટોચની કંપનીઓમાંની એક ઈન્ફ્રાસ્ટ્રકચર ફાયનાન્સિંગ એન્ડ લીઝિંગ સર્વિસીઝ લીમીટેડ (આઈએલ એન્ડ એફએસ) કરોડો રૂપિયાનું ઋણ ચુકવવામાં નિષ્ફળ ગઈ છે. જેથી નોન બેકિંગ સેકટરમાં ભુકંપ સર્જાયો છે. આઈએલ એન્ડ એફએસની નાદારીની સ્થિતિ સમગ્ર ક્ષેત્રે વર્તાઈ છે. જેના પરીણામ સ્વરૂપ હવે ૧૫૦૦ નોનબેકિંગ ફાઈનાન્સ કંપનીના લાયસન્સ રદ થાય તેવી તીવ્ર શકયતા છે. કારણકે આ ૧૫૦૦ નોન બેકિંગ ક્ષેત્રની કંપનીઓ પાસે પુરતી મુડી નથી તો આ સાથે નોન બેકિંગ ફાયનાન્શીયલ કંપનીઓની નવી અરજીની મંજુરીમાં પણ મુશ્કેલી વધશે તેવી ભીતિ છે. આ પરિસ્થિતિને નાથવા રિઝર્વ બેંક હવે નોન-બેકિંગ ફાયનાન્સીયલ કંપનીઓ માટે નિયમો આકરા બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.