ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp સાથે વિશ્વમાં અબજો યુઝર્સ સંકળાયેલા છે. WhatsApp પોતાના યુઝર્સને વધુમાં વધુ આકર્ષવા માટે નવા નવા ફીચરને લોન્ચ કરતા હોય છે. થોડા સમય પહેલા જ WhatsApp દ્વારા પોતાને જ મેસેજ કરી કરી શકો છો તે ધમાકેદાર ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. તદુપરાંત હવે તમે WhatsAppના સ્ટેટસમાં ઓડિયો કલીપ પણ મૂકી શકશો તેવી પણ સુવિધા આપવામાં આવી છે ત્યારે WhatsApp હવે વધુ એક ધમાકેદાર ફીચર લાવ્યું છે જેમાં ઈમોજીમાં અપગ્રેડ આપવામાં આવશે.
WhatsAppમાં બધાના મનપસંદ હોય તો એ ઈમોજી છે જે તમારી ફ્લિંગ, તમારી વર્તણુક, તમારા હાવભાવ પ્રગટ કરે છે. ઈમોજી દ્વારા તમે તમારા વાર્તાલાપને વધુ મજેદાર બનાવી શકો છો. ત્યારે હવે વોટ્સએપ 21 નવા ઇમોજી રિએક્શન માટે નેટિવ સપોર્ટ ઉમેરવાની તૈયારી કરી રહ્યું છે, એક રિપોર્ટ અનુસાર. એન્ડ્રોઇડ માટે લેટેસ્ટ WhatsApp બીટા અપડેટમાં ઇમોજીસ જોવામાં આવ્યા છે.
વોટ્સએપ ડેવલપમેન્ટ ટ્રેકર વેબસાઈટ WABetaInfo તેના અહેવાલમાં સૂચવે છે કે WhatsAppના વર્ઝન 2.22.25.12 જે હવે Google Play Beta પ્રોગ્રામ હેઠળ ઉપલબ્ધ છે તે મેસેજિંગ એપ્લિકેશનમાં 21 નવા ઈમોજી લાવે છે. ઇમોજીસ હાલમાં પ્રોગ્રેસ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બધા જ બીટા વપરાશકર્તાઓ તેમને તરત જ જોઈ શકશે નહીં પરંતુ તે “ભવિષ્યના અપડેટમાં ઉપલબ્ધ થશે.”
WhatsApp દ્વારા થોડા સમય પહેલા જ મેસેજ પર રીએક્શન આપવાનું ફીચર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે હવે WhatsAppમાં વધુ એક અપગ્રેડ આવશે જેમાં ૨૧ નવા ઈમોજી સાથે કોઈ પણ મેસેજ પર રીએક્શન આપી શકશો અને પોતાની ચેટ વધુ મનોરંજક બનાવી શકશો