કંપનીએ ડેવલપ કરેલી નવા ઓપરેટીંગ સિસ્ટમ પેઈઝના કારણે અનેક જુની ઓપરેટીંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટ ફોનમાં વોટ્સએપ નહીં ચાલે

ભારતમાં સ્માર્ટ ફોનના વધેલા ક્રેઝ બાદ સોશ્યલ મીડીયામાં અગ્રેસર એવી વોટ્સએપ એપ માટે લોકપ્રિય થવા પામી છે.

ફેસબુકની માલીકીના એવા વોટ્સએપ નકામુબની જાય તેવા સમાચારો આવી રહ્યા છે. વોટ્સએપે તાજેતરમા તેના ઓપરેટીંગ સિસ્ટમ પેજને અપડેટ કર્યું છે. કંપનીએ તેની ઓપરેટીંગ સીસ્ટમમાં એક નવી ઓપરેટીંગ સીસ્ટમ ઉમેરા છે.જે અનેક સ્માર્ટ ફોનની એન્ડ્રોટ સીસ્ટમ સાથે મેચ ન થતા વોટ્સએપ બંધ થઈ જાય તેવી સમસ્યા ઉભી થનારી છે.

વિન્ડોઝ ફોન ઓપરેટીંગ સીસ્ટમ પર ચાલતા તમામ સ્માર્ટ ફોનોમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ બાદ વોટ્સએપ બંધ થઈ જશે. એન્ડ્રોઈટ વર્ઝન ૨.૩.૭ પર ચાલતા તમામ સ્માર્ટફોનોમાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ બાદ વોટસએપ બંધ થઈ જશે.આઈઓએસ ૭ પર ચાલતા અઈફશેનોમાં પણ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ બાદ વોટ્સએપ બંધ થઈ જશે જયારે એન્ડ્રોઈટ વર્ઝન ૨.૩૩ જૂના વર્ઝન ૫૮૧૧માં પણ વોટ્સએપનું નવુ અપડેટ વર્ઝન સપોર્ટ નહી કરે.

આઈઓએસ ૬ પર ચાલતા આઈફોનોમાં વોટસએપનું નવા વર્ઝન બંધ થઈ ગયું છે. જયારે ૩જીએસ આઈફોનમાં પણ વોટ્સએપ બંધ થઈ ગયું છે. બ્લેક બેરી, ઓએસ અને બ્લેકબેરી ૧૦માં વોટસએપનું નવું વર્ઝન સપોર્ટ કરતુ ન હોય બંધ થઈ ગયું છે. કાઈઓએસ ૨.૫.૧.+ કે જે જીઓ ફોન અને જીઓફોન ૨માં પણ વોટ્સએપ બંધ થઈ ગયું છે.

વોટ્સએપ કંપનીએ આ અંગે ઓએસઈએસ પર ચાલતા સ્માર્ટ ફોન ધારકોને આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતુ કે નવા ડેવલપ કરેલી ઓપરેટીંગ સીસ્ટમના કારણે અનેક સ્માર્ટ ફોનોમાં તેમની એપ્લીકેશન બંધ થશે અથવા થોડાઘણે અસર કરશે આવા સ્માર્ટ ફોન ધારકો તેમની ચેટ હીસ્ટ્રી બદલાવી નહી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.