બેંગલુરૂના ઈન્સ્ટીટયૂટમાં તજજ્ઞ ડોકટરોએ કર્યો અભ્યાસ

સોશિયલ મીડિયાની મહત્વની અને લોકો માટે નિહાયત જરૂરી બની ગયેલી એપ્લીકેશન વોટસએપ લોકોની ઓછામાં ઓછી પ્રતિદિન ૧૦૦ મિનિટની નીંદર છીનવી લ્યે છે. બેંગલોર સ્થિત નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્ટિસ્ટના તજજ્ઞ ડોકટરોની ટીમે એક રીસર્ચ દરમિયાન ઉપરોકત મુજબનું તારણ મેળવ્યું છે. તબીબી બેંગલોર સ્થિત ઈન્સ્ટીટયુટના તજજ્ઞ ડોકટરોએ તેમનું રીસર્ચ ફેસબુક અને વોટસએપના ઉપયોગથી ડીસ્ટર્બ થતી ઉંઘ વિષય પર કેન્દ્રીત કર્યું હતું. તેમને રીસર્ચ બાદ જાણવા મળ્યું હતું કે, વોટ્સએપના વપરાશકર્તાઓ પ્રતિદિન સરેરાશ તેમની ૧૦૦ મિનિટની એટલે કે ઓછામાં ઓછી દોઢ કલાકની મહામૂલી ઉંઘ બગાડે છે ! ૨૦૧૬માં કરાયેલો આ સ્ટડીનો વિષય હતો. સર્વિસ ફોર હેલ્ધી યુઝ ઓફ ટેકનોલોજી. તેમણે નોંધ્યું કે ઈન્ટરનેટ એક ‘વ્યસન’ છે. તેનાથી વ્યકિતની સૂવા-ઉઠવાની આદતમાં ફેરફાર થાય છે. તેની બોડી કલોક ખોરવાઈ જાય છે. બેંગલોરના ડોકટરોનો આ સ્ટડી રીસર્ચ ઈન્ડીયન જર્નલ ઓફ ઓકયુપેશ્નલ એન્ડ એન્વાયરમેન્ટ મેડિસિન નામના જર્નલમાં પ્રકાશિત થયુ હતું.

સરેરાશ લોકો પથારીમાં પડયા પછી ફોન અથવા ટેબલેટ ૪ વખત ચેક કરે છે

રીસર્ચ સ્ટડી દરમિયાન સંશોધનકારોએ નોંધયું હતું કે ઈન્ટરનેટના ઉપયોગ કરતા સરેરાશ લોકો બેડરૂમમાં પથારીમાં પડયા પછી પણ મોબાઈલ ફોન અથવા ટેબલેટ ૪ વખત ચેક કરે છે. તેઓ વોટસએપ મેસેજ, ઈમેજ વિગેરે ચેક કરતા રહે છે.

૯૦% હાર્ટ એટેકનું કારણ ઓછી ઉંઘ

૨૦૧૫માં ગૂરગાંવની એક હોસ્પિટલમાં થયેલા સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, યુવાનોમાં ૯૦% હાર્ટ એટેક પાછળનું કારણ ઓછી ઉંઘ હોવાનું બહાર આવ્યું છે.

  •  કઈ કઈ બીમારી થાય ?
  • * અનિદ્રા
  • * અપૂરતી ઉંઘ
  • * તંદ્રાવસ્થા
  • * હૃદયરોગ
  • * એન્કઝાઈટી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.