વોટ્સએપે ભારતમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનું નામ ‘ફ્રિક્વન્ટલી ફોરવર્ડેડ મેસેજ’ છે.
વોટ્સએપના આ નવા ફિચરથી યુઝર્સ જાણી શકશે. કે તેમને મળેલો મેસેજ
પહેલા કેટલીવાર ફોરવર્ડ થઈ ચુક્યો છે. જોકે અત્યારે પણ વોટ્સએપમાં મેસેજ ઉપર એરો
આઈકોન સાથે ફોરવર્ડેડ લખેલું આવે છે. વોટ્સએપ પાછલા
વરસે ફેક ન્યૂઝ અને ખોટી ઈન્ફોર્મેશન વાયરલ થવાથી રોકવા માટે મેસેજ
ફોરવર્ડ કરવાની સીમાને ઘટાડીને
પાંચ કરી હતી.
આ ફીચરનો લાભ
ઉઠાવવા માટે યુઝરે વોટ્સએપ અપડેટ કરવું પડશે. કંપની છેલ્લા ઘણા સમયથી આ ફીચર પર
કામ કરી રહી હતી.
ફોરવર્ડેડ મેસેજ યુઝરને હવે સ્પેશિયલ સિંગલ એરો આઇકન સાથે જોવા મળશે. અત્યાર સુધી યુઝરને વોટ્સએપમાં સેન્ડ મેસેજને સિલેક્ટ કરીને ઇન્ફોમાં જઈને ખબર પડી જતી હતી કે મેસેજ ક્યારે ડિલિવર થયો અને ક્યારે રીડ થયો. હવે તેમાં ફોરવર્ડેડ વિકલ્પ પણ દેખાશે. મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો અહીં દેખાશે.