ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ વૉટ્સઍપ પોતાના યુઝર્સ માટે એક નવું ફીચર જલ્દીથી લાવવાની તૈયારીમાં છે. આ નવા ફીચરમાં યુઝર ચૅટને પિન ટુ ટૉપ કરી શકશે.

પોતાની પસંદગીને ચૅટને Pin to Top કરવા પર ચૅટ બૉક્સમાં સૌથી ઉપર નજર આવશે. આ નવા ફીચરને ઍન્ડ્રોઈડ પ્લેટફૉર્મ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર હવે બીટા વર્ઝન ટેસ્ટર માટે જ હાલમાં ઉપલબ્ધ છે. આશા છે કે જલ્દીથી આ ઍપ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.

વૉટ્સઍપના બીટા વર્ઝન 2.17.16માં આ નવું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરથી માત્ર પર્સનલ ચૅટ જ નહીં પરંતુ ગ્રુપ ચૅટને પણ Pin to Top કરી શકાય છે. આ પહેલાં જ્યારે કોઈ પણ ચૅટને ટચ કરીને હૉલ્ડ કરી શકાતું હતું અથવા તો ફેવરિટ, ડિલીટ, આર્કાઈવ, મ્યૂટ કરવાના પણ વિકલ્પ મળતો હતો પરંતુ હવે Beta યુઝર્સને આ સાથે જ પિન ટુ ટૉપ આઈકન પણ નજરે આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.