સોશિયલ મીડિયાનું એક મહત્વનું અંગ એટલે વોટ્સએપ. વોટસએપમાં અત્યારે એક એક નવું પિક્ચર આવી ગયું છે જેમાં અપગ્રેડેબલ વોટ્સએપ માં કે અપડેટ કરેલા વોટ્સઅપ માં તમારી પ્રોફાઇલ પિક્ચર એટલે કે પ્રોફાઇલ ફોટો બીજા નામે ડાયરેક્ટ પિક્ચર (ડી.પી) તરીકે ઓળખાતા આ તસવીરોને તમે નક્કી કરશો કે તમારે કોને બતાવી છે જે માટે નું નવું પિક્ચર આવી ગયું છે.
સોશિયલ મીડિયામાં ઘણા બધા એપ્લિકેશન આવે છે જેના દ્વારા મેસેન્જર ડેટા ટ્રાન્સફર, તસવીર ટ્રાન્સફર, મ્યુઝિક ટ્રાન્સફર, કોન્ટેક ટ્રાન્સફર, પેમેન્ટ મની ટ્રાન્સફર વગેરે જેવી વિવિધ સેવાઓ પૂરી પાડતી હોય છે અને તે સોશિયલ મીડિયામાં ઓથેન્ટિકેશન સાથે સેવાઓ ખાતી હોય છે જેમાં વધારાનું એક પ્રોફાઈલ તસવીર તરીકેનું ફીચર ઉમેરાઈ ગયું છે.ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ વોટ્સએપસતત નવા ફિચર્સ જોડી રહ્યું છે. એપે હાલમાં જ એન્ડ્રોયડ સાથે આઈ. ઑ. એસ. પર ચેટ બેકઅપનું ફિચર જોડ્યું છે. તે ઉપરાંત ગ્રુપ મેમ્બર્સની લિમિટને વધારવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર હવે તમે વધારે મોટી ફાઈલ્સને ટ્રાન્સફર કરી શકો છો. એવામાં તમામ નવા ફિચર્સ વોટ્સએપપર આવી ચુક્યા છે.
એપ પર પ્રાઈવસી સાથે જોડાયેલુ એક એવુ ફિચર આવ્યું છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે તમે પોતાની મરજીથી નક્કી કરી શકો કે કોણ તમારો પ્રાઈવેટ ફોટો, અબાઉટ અને લાસ્ટ સીન જોઈ શકે છે. તેના પર પણ તમારા સ્ટેટસની જેમ નવો ઓપ્શન મળી ગયો છે. જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ પ્રોફાઈલ ફોટો નહીં જોઈ શકે.
નવું ફિચર-વોટ્સએપ પર અત્યાર સુધી તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા. પ્રાઈવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે everyone, my contect અને nobody ઓપ્શનનો જ યુઝ કરી શકતા હતા. એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન આપ્યો છે. જે my contects ex-cept. એટલે કે યુઝર્સના કંટ્રોલમાં હશે કે કોણ તેમનો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ જોઈ શકે છે. આ ફિચર એન્ડ્રોયડ અને આઈ. ઑ. એસ. બન્ને યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યા છે.
નવા ફિચરનું આ રીતે કરી શકો છો સેટિંગ
જો તમે એક એન્ડ્રોયડ યુઝર છો તો આ ફિચરને યુઝ કરવા માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરવાનું રહેશે. ત્યાં તમને મોર ઓપ્શનમાં સેટિંગમાં પ્રાઈવેસી માં પ્રોફાઈલ પિક્ચર પર જવાનું રહેશે. હવે તમારે પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે. જો તમે આઇ. ઑ. એસ. યુઝર છો તો તમારે સેટિંગમાં એકાઉન્ટમાં પ્રાઈવેસીમાં જવાનું રહેશે. ત્યાર બાદ તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે. અહીંથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારી પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે. આ આવતી ડિજિટલ ક્ષેત્રની ક્રાંતિ એ તમામ સોશિયલ મીડિયા યુઝર્સે તેમજ વોટ્સઅપનો ઉપયોગ કરતાં તમામ લોકોને માટે ઉપયોગી નીવડશે.