વોટ્સએપ ચેટિંગ માટે લોકપ્રિય એપ છે. આ એપ વડે એક ટેપથી ચેટીંગ કરી શકાય છે.ઘણી વખત આપણી પાસે વોટ્સએપ પર કેટલીક પ્રાઈવેટ ચેટ પણ હોય છે, જેને કોઈપણ ત્રીજી વ્યક્તિ દ્વારા જોવામાં ન આવે તે માટે સુરક્ષિત રાખવાની જરૂર છે.
જોકે, એકવાર ડિવાઈસ અને વોટ્સએપ અનલોક થઈ ગયા પછી પ્રાઈવેટ ચેટ્સ વાંચી જવાનો ભય રહે છે.
WhatsApp વેબ પર અત્યારે કોઈ ચેટ લોક વિકલ્પ નથી
યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વોટ્સએપ હવે સિક્રેટ ચેટને લોક રાખવા માટે સિક્રેટ કોડ ફીચર લાવી રહ્યું છે.ખરેખર, આ પ્રકારનું ફીચર એપ યુઝર્સ માટે લાવવામાં આવ્યું છે, પરંતુ પ્રાઈવેટ ચેટ હજુ પણ વેબ પર ઉપલબ્ધ નથી. આ સીરિઝમાં યુઝર્સની આ સમસ્યા હવે દૂર થવા જઈ રહી છે.
પ્રાઈવેટ ચેટ્સ પર લાગશે કાયમી સુરક્ષા લોક
વોટ્સએપના દરેક અપડેટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo તરફથી એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર હવે વેબ (વોટ્સએપ વેબ) માટે પણ સિક્રેટ કોડ ફીચર લાવવામાં આવી રહ્યું છે.જો કે આ પહેલા લોક ચેટ ફીચર પર કામ ચાલી રહ્યું છે. લૉક કરેલી ચેટ્સની સુરક્ષા વધારવા માટે જ સિક્રેટ કોડ ફીચર લાવવામાં આવશે.
સિક્રેટ કોડ ફીચર કેવી રીતે કામ કરશે?
જ્યારે વોટ્સએપ સિક્રેટ કોડ ફીચર સાથે ઓપન થશે ત્યારે સામાન્ય ચેટ્સ વાંચી શકાશે, પરંતુ પ્રાઈવેટ ચેટ્સ સુરક્ષિત રહેશે.લોક કરેલ ચેટ્સનું ફોલ્ડર ખોલવા પર વોટ્સએપ સિક્રેટ કોડ એન્ટર કરવાનું કહેશે. આ સીક્રેટ કોડ આ ચેટ્સ માટે અલગથી તૈયાર કરી શકાય છે, જેની જાણકારી માત્ર વોટ્સએપ યુઝરને જ ખબર હશે.