ટેક્નોલોજીનો વપરાશ દિવસેને દિવસે વધતો જાય છે. આ સાથે ટેક્નોલોજીમાં રોજ નવા અપડેટ પણ આવે છે. આ અપડેટમાં એવા નવા ફીચર ઉમેરવામાં આવે છે, જેથી વપરાશકર્તાઓ માટે આસાની રહે. હાલ વોટ્સએપ પણ તેની એપ્લિકેશનમાં એક નવું ફીચર ઉમેરવા જઈ રહ્યું છે.
વોટ્સએપ નવી મલ્ટિ ડિવાઇસ ફીચરનું પરીક્ષણ ચાલુ છે. જો પરીક્ષણ સફળ રહેશે તો આ વર્ષોનો વોટ્સએપનો તે સૌથી મોટો ફીચર હોઈ શકે. આ ફીચરથી વોટ્સએપ એકાઉન્ટ તમે એક સાથે ઘણા બધા ઉપકરણોમાં ચલાવી શકશો. આ પહેલી વાર નથી, તેની પહેલા પણ વોટ્સએપ મલ્ટિ ડિવાઇસ સપોર્ટ પર કામ કરી રહ્યું છે તેવા સંચાર આવ્યા હતા.
આ વખતે તો ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગએ મલ્ટિ ડિવાઇસ સપોર્ટ સિસ્ટમ વિશે કન્ફર્મ કર્યું છે. માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે, ‘મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફિચરનું પરીક્ષણ હાલ કરવામાં આવી રહ્યું છે. તેને ટૂંક સમયમાં માર્કેટમાં બહાર પાડવામાં આવશે. આ સમાચારની પુષ્ટિ વિલ કેથકાર્ટ, માર્ક ઝુકરબર્ગે સાથે વાતચીત થઈ તેના પછી જણાવ્યું હતું.
વોટ્સએપની આ સુવિધામાં તમે તમારા એકાઉન્ટને એક સાથે ચાર ઉપકરણો સાથે કનેક્ટ કરી વપરાશ કરી શકશો. મુખ્ય ડીવાઈસમાં જો ઈન્ટરનેટ કનેકશન નહીં હોય તો પણ તમે બીજી અન્ય ડીવાઈસના ઈન્ટરનેટના કનેકશનથી વોટ્સએપ વાપરી શકશો.
માર્ક ઝુકરબર્ગે આ વાત પર પુષ્ટિ આપી કે, ‘મલ્ટી ડીવાઈસમાં ઉપીયોગ કર્યા બાદ પણ બધા મેસેજ end-to-end encrypted રહેશે.’ WABetaInfoએ માર્ક ઝુકરબર્ગને તરફથી વાત કરતા જણાવ્યું છે, ‘ફોનની બેટરી ખતમ થયા બાદ મેસેજ અને બીજા અન્ય ડોક્યુમેન્ટ સેન્ડ, રિસિવ થવા એ ટેક્નિક ક્ષેત્રે કપરી બાબત છે. થોડા સમયમાં તેના પર કાર્ય કરવામાં આવશે.’
આ સુવિધા એન્ડ્રોડ ફોન,i-phone, અને આઈપેડમાં સપોર્ટ કરશે. હાલમાં વોટ્સએપ યુઝરને વેબ અથવા ડેક્સટોપ પર ઇન્ટરનેટ સાથે વપરાશ કરવા દેવામાં આવે છે. આ નવું ફીચર આવ્યા પછી ઇન્ટરનેટની સમસ્યાથી રાહત મળશે.