વાયરલના વાયરસને ડામવામાંવોટસએપને રસ નથી
સોશિયલ મીડીયા નેટવર્ક દ્વારા મોબ લિચિંગ, હત્યા, ફેક ન્યુઝ જેવી સમસ્યાઓ વધતા લોકોની સુરક્ષા માટે ભારતમાં મેસેજ ટ્રેસ કરવાની સિસ્ટમની માંગ વોટસએપ ઠુકરાવી છે જો ભારત પાસે મેસેજ ટ્રેસીંગ સિસ્ટમ હશે તો કોઇપણ જાતના દુષણોને રોકી શકાશે.
ફેસબુકની કંપની વોટસએપે કહ્યું હતું કે લોકો અમારા માઘ્યમ પર સંવેદનશીલ સંવાદો કરતા હોય છે તેની પ્રાઇવસી માટે અમે આવું કરી શકીએ નહીં તો સરકાર વોટસએપને ટેકનોલોજી સોલ્યુશન આપવા માટે દબાણ કરી રહી છે. આઇટીના સુત્રોએ જણાવ્યું હતું કે જયારે જનસંપર્કથી ઉશ્કેરણી થતી હોય અને હિંસા ફેલાતી હોય ત્યારે વોટસએપે મદદ કરવી જ જોઇએ આ ઉપરાંત ભારત પોતાનું વિશાળ નેટવર્ક ધરાવે છે.
છેલ્લા અમુક સમયથી વોટસએપ અને ફેસબુકની વિશ્વાસનીયતા પર ફેંક ન્યુઝનો કલંક લાગ્યો છે. માટે ભારત પોતાના લોકલ ટેકનોલોજી સોલ્યુશનનું નિર્માણ કરશે. વોટસએપના હેડ ક્રીસ, યુનીયલે આઇટી મીનીસ્ટર રવિ શંકર, પ્રસાદની મુલાકાત લીધી હતી. જેમાં વોટસએપે પણ કહ્યું કે મોબ લીંચીગ જેવી સમસ્યાઓ સામે લોકલ ટેકનોલોજી બનાવવી જોઇએ.
ભારત વોટસએપના ર૦૦ મિલીયન યુઝરોના ૧.૫ બીલીયન યુઝરો ધરાવે છે. વિશાળ ડીજીટલ માર્કેટ છે. જો વોટસએપ ભારતની મદદ નહી કરે તો વોટસએપે ભોગવવું પડશે. મીટીંગ બાદ ડેનીયેલ ચોખ્ખી ના પાડી દીધી હતી. વોટસએપને બે વખત નોટીસ અપાતા તેમણે જવાબ આપ્યો હતો. કે અમે લોકલ ટીમ બનાવી રહ્યા છીએ પણ હજુ સુધી કોઇ આગળની વાત થઇ નથી. વોટસએપે મેસેજ ફોરવર્ડ પર નિયંત્રણ કર્યુ છે. પણ વોટસએપથી ભારત સંતુષ્ટ નથી.