જો તમે વોટ્સએપના કોઈ પણ ગ્રૂપના એડમીન છો તો આ ફીચર તમારા માટે છે. યુઝર્સ માટે સમય-સમય પર ફીચર્સમાં  બદલાવ વોટ્સએપ હવે એક મોટો બદલાવ કરવા જઇ રહ્યું છે.આ નવા બદલાવમાં હવે વોટ્સએપમાં ગ્રૂપ એડમીનના પાવરમાં વધારો કરવામાં આવશે. એડમિનના પાવરમાં વધારો કર્યા બાદ એડમીન ઘણી બાબતમાં પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરી શકશે.આ ફીચર દ્વારા એડમિઉન એ નક્કી કરી શકશે કે ગ્રૂપનો સબજેક ,આઈકોન અને ડીસ્ક્રિપ્શન કોણ બદલી શકશે અને કોણ નહીં.

અત્યાર સુધી એડમીન સાથે એવા કોઈ રાટ્સ ન હતા કે જેમાં તે ગ્રૂપ સબજેટ,આઈકોન અને ડિસ્ક્રિપ્શન વગેરેને બદલવા માટે કોઈને અધિકૃત કરી શકે.અત્યરે ગ્રૂપનો કોઈ પણ વ્યક્તિ સબજેકને બદલી શક્સતા હતા. પરંતુ આ નવા અપડેટ સાથે વોટ્સએપના ગ્રૂપ એડમીનને ઘણી બાબતમાં એક્સ્ટ્રા પાવર મળશે.

ટ્વિટર હેન્ડલ WABetalnfo પ્રમાણે ગ્રૂપ એડમીન માટે નવું ફીચર તૈયાર કરવામાં આવ્યું રહ્યું છે. આ ફીચરના એક્ટિવ થયા બાદ એડમીન કોઈ પણ અન્ય ગ્રૂપને ડિલીટ કરતાં રોકી શકશે. આટલે કે જેને ગ્રૂપ બનાવ્યું છે તે જ ગ્રૂપને ડિલીટ કરવાની અનુમતિ છે. અત્યારે ગ્રૂપ બનાવનાર એડમીન તરફથી બનાવમાં આવેલા અન્ય એડમીન પણ ગ્રૂપને ડિલીટ કરી શકતા હતા.

વોટ્સએપણું આ ફીચર હાલ ટેસ્ટીંગ મોડમાં છે. થોડા સમય પહેલા જ વોટ્સએપ દ્વારા લાઈવ લોકેશન ફીચરને લોન્ચ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.