સ્માર્ટફોન મેસેજિંગ સર્વિસ વોટ્સએપના કો-ફાઉન્ડર જેન કોમે ફેસબુક છોડવાનો નિર્ણય લીધો છે.પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટની મદદથી તેઓએ આ જાણકારી આપી છે. કોમે કહ્યું કે, તેઓ પોતાને સમય આપવા ઇચ્છે છે તેથી પદ છોડી રહ્યા છે. પરંતુ ફેસબુક-વોટ્સએપ યુઝર્સની પ્રાઇવસીને લઇને ઉભા થયેલા મતભેદ જેન કોમના નિર્ણય પાછળ જવાબદાર હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, એનજીઓ શરૂ કરવા માટે ગયા વર્ષે બ્રાયન એક્ટને પણ વોટ્સએપ છોડી દીધું હતું.
WhatsApp co founder leaving Facebook https://t.co/4eC4LPwowx
— eNCA (@eNCA) May 1, 2018
કોમે કહ્યું કે, અંદાજિત 10 વર્ષ પહેલાં બ્રાયન એક્ટનની સાથે મળીને તેઓએ વોટ્સએપની શરૂઆત કરી હતી. કેટલાંક સારાં લોકોની સાથે આ સફર ખૂબ જ સારી રહી, પરંતુ હવે સમય આવી ગયો છે કે, હું આગળ વધુ.
કોમની આ પોસ્ટનો જવાબ આપતા ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું કે, તેઓને જેન કોમની ગેરહાજરી વર્તાશે. વિશ્વના લોકોને એકબીજાં સાથે જોડવા માટે તમે જે કર્યુ, મને જે તમારી પાસે શીખવા મળ્યું તેનો હું આભારી છું.ડેટા એનક્રિપ્શન જેવી વેલ્યૂ વોટ્સએપ માટે હંમેશા મહત્વપૂર્ણ રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com