મેસેજિંગ એપ વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જેમાં મેસેજ મોકલ્યાની પાંચ મિનિટ પછી પણ તમે તેને પાછો લઈ શકો છો.
વોટ્સએપને અપડેટ કર્યા બાદ કોઈ પણ મેસેજ મોકલવાની પાંચ મિનિટ બાદ તેને પાછો લઈ શકાશે. આ અપડેટ વોટસએપ વેબના 0.2 2077 અપડેટરી સાથે મેસેજ રી એડિટ કરી શકાશે. તેમાં મેસેજનો કોઈપણ ભાગ સિલેકટ કરી તેને બોલ્ડ કે ઈટૈલિકસમાં બદલી શકાશે અથવા તો તેના મોનોસ્પેસ અને સ્ટ્રાઈક થ્રુ જેવા ફીચરનો ઉપયોગ પણ કરી શકાશે.
વધુમાં એન્ડ્રોઈડ 7 પ્લસ ફોન રાખનારાઓને ટ્રાન્સલેશનનો વિકલ્પ પણ મળશે તેના માટે ફોનમાં ગુગલ ટ્રાન્સલેટ એપ હોવી જરી છે. જો કે, હાલમાં આ બધા અપડેટ વોટ્સએપના બીટા વર્ઝન પર જોવા મળી રહ્યા છે.
બીટામાં છેલ્લુ અપડેટ આઈઓએસ માટે આવ્યું હતું. આઈઓએસ એપમાં નવુ ફીચર ગ્રુપ ઈન્ફોને જોડવામાં આવ્યું હતું. આ પેઈઝને નવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. અને આઈકોન પણ બદલવામાં આવ્યું છે. જો કે, હાલમાં વોટસએપ અપડેટ અન્ય વર્ઝનમાં ઉપલબ્ધ થયું નથી.