Whatsapp Business એપને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. વોટ્સએપની આ નવી એપ બિઝનેસ માટે એક સિમ્પલ ટૂલ સાથે આવે છે. તેના દ્વારા યુઝર પોતાના ક્લાયન્ટ સાથે સરળતાથી વાતચીત કરી શકશે. આ માટે કંપનીએ BookMyShow, Netflix અને MakeMyTrip સાથે પાર્ટનરશીપ પણ કરી છે. આ એપને પહેલાં ઇન્ડોનેશિયા, મેક્સિકો, બ્રિટન અને અમેરિકામાં શુક્રવારે એટલેકે 19 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી.
ખાસ વાત એ છે કે પબ્લિક રિલિઝ પહેલા આ એપનું ટેસ્ટિંગ ભારત અને બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું. આ એપ ખાસ કરીને વેપારીઓને ધ્યાનમાં લઇને બનાવવામાં આવી છે. આ એપમાં બિઝનેસમેન પોતાની પ્રોફાઇલ બનાવી શકે છે અને પોતાના બિઝનેસની તમામ માહિતી,ઇ-મેઇલ અથવા સ્ટોર એડ્રેસ અને વેબસાઇટ જેવી માહિતી આપી શકે છે. સાથે જ તેમાં સ્માર્ટ મેસેજિંગ ટૂલ પણ આપવામાં આવી રહ્યું છે જેની મદદથી તમે ગ્રાહકોના પ્રશ્નોનો ઝડપથી જવાબ આપી શકો છે. આ એપમાં નવા ગ્રાહકો માટે ગ્રિટીંગ અને જો કંપની બિઝી હોય તો ‘Away’ ઓપ્શન આપવામાં આવી રહ્યું છે.
Whatsapp Business એપના છે આ ખાસ ફિચર્સ
-બિઝનેસમાં ટેસ્ક્સ્ટ મેસેજોનો ઓટોમેટિક રિપ્લાય પણ કરી શકાય છે.
-આ એપમાં રિપ્લાય શિડ્યુઅલ પણ કરી શકાય છે.
-મોકલેલા મેસેજ અને રિસિવ કરેલા મેસેજની સંખ્યા પણ જોઇ શકાય છે.
-એપમાં રજીસ્ટર કરતી વખતે તમે તમારા બિઝનેસની કેટેગરી પસંદ કરી શકો છો.
-ઇન્સ્ટોલ કર્યા બાદરજીસ્ટર કરતી વખતે તમે તેમાં જે પણ નામ સેટ કરશો તેને પછી ક્યારેય બદલી નહી શકાય.
-નાના વેપારીઓ માટે કોર્પોરેટ કમ્યુનિકેશનને ઇનેબલ કરનાર ફિચર સાથે, વોટ્સએપની યોજના આવનારા સમયમાં કેટલાકં બિઝનેસને કન્ફર્મ એકોઉન્ટ્સ રૂપે માર્ક કરવાની છે. એક સર્વે અનુસરા ભારત અને બ્રાઝીલમાં 80 ટકાથી વધુ નાના વેપારીઓનું માનવું છે કે વોટ્સએપના માધ્યમ દ્વારા તેમને ગ્રાહકો સાથે વાતચીત કરવામાં અને પોતાના વેપારનો વિસ્તાર કરવામાં મદદ મળશે.