ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp દ્વારા પોતાના યુઝર્સને આકર્ષવા માટે કંઈક કંઈક નવું અપનાવતા જ હોય છે. અત્યારસુધી તમે બધા જ લોકોને મેસેજ કરી શકતા હતા પરંતુ પોતાને જ મેસેજ કરી શકતા ન હતા ત્યારે હવે Whatsappએ લોકોની આ તકલીફને પણ દુર કરી દીધી છે.
Whatsapp યુઝર્સની સુવિધા અને યુઝર ઇન્ટરફેસને બહેતર બનાવવા માટે Message Yourself નવા ફીચર્સ બહાર પાડ્યું છે. આ ફીચર સૌ પ્રથમ ટેસ્ટિંગ માટે બહાર પાડવામાં આવ્યું હતું. હવે કંપનીએ તેને વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવાની જાહેરાત કરી છે. મૂળભૂત રીતે, તે 1:1 ચેટ છે જે તમને તમારી મહત્વપૂર્ણ નોંધો, રીમાઇન્ડર્સ અને દસ્તાવેજોને સાચવવા દે છે અને તમારી જાતને સંદેશા પણ મોકલી શકે છે.
મેસેજ યોર સેલ્ફ ફીચર્સનાં ફાયદા શું છે?
મેસેજ યોરસેલ્ફ ફીચર્સ મલ્ટી ડિવાઈસ સપોર્ટ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તમે બીજા લોકોને જ મેસેજ કરી શકતા હતા પરંતુ હવે તમે વોટ્સએપના આ નવા ફીચરની મદદથી પોતાને જ મેસેજ કરીને જરૂરી ડોક્યુમેન્ટ સાચવી શકશો. જેમાં શોપિંગ લિસ્ટ, નોટ્સ કોઈ અગત્યના મેસેજ વગેરેનો સમાવેશ થાય છે.
કઈ રીતે કામ કરશે મેસેજ યોરસેલ્ફ ફીચર ??
મેસેજ યોરસેલ્ફ ફીચરનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા તમારા ફોનમાં WhatsApp ખોલવું પડશે.
હવે એપની સ્ક્રીનના નીચેના જમણા ખૂણે Xen બટન પર ક્લિક કરો.
હવે અહીં તમને સૌથી ઉપર કોન્ટેક્ટ લિસ્ટ દેખાશે, નવા અપડેટ પછી તમને તમારો કોન્ટેક્ટ અહીં દેખાશે.
આ સંપર્ક પર ટેપ કરો અને પછી તમે ચેટ શરૂ કરી શકો છો. એટલે કે, તમે તમારી જાતને સંદેશા મોકલી શકશો.