WhatsApp હંમેશા પોતાના યુઝર્સને આકર્ષવા માટે અલગ-અલગ ફીચર લાવતું હોય છે. WhatsApp આજે લોકોની ઈનસ્ટંટ મેસેજ કરવાનું ફેવરીટ પ્લેટફોર્મ બની ગયું છે. હજુ થોડા સમય પહેલા જ WhatsApp પોતાને જ મેસેજ કરવાની સુવિધા, સ્ટેટસમાં ઓડિયો કિલપ રાખવાની સુવિધા વગેરે આપવામાં આવી હતી. ત્યારે હવે WhatsApp દ્વારા એક ધમાકેદાર ફીચર આપવામાં આવી રહ્યું છે જેમાં તમે ડીલીટ કરેલા મેસેજ પણ પરત મેળવી શકશો.
WhatsApp દ્વારા જ લોકોને મેસેજ delete for everyoneની સુવિધા આપવામાં આવી હતી પરંતુ ઘણી વખત આપણે delete for me કરી નાખીએ છીએ ત્યારે હવે આ ભૂલ સુધારવાની તક પણ WhatsApp આપશે. WhatsApp ‘એક્સિડેન્ટલ ડિલીટ’ નામનું ફીચર લાવી રહ્યું છે જે એવા લોકોને મદદ કરશે જેમણે મેસેજમાં એવરીવનને બદલે મી પર ભૂલથી ક્લિક કર્યું છે. આ ફીચર દ્વારા વપરાશકર્તાને માત્ર પાંચ સેકન્ડનો સમય મળશે. તમારે મારા માટે ડિલીટ કર્યાની 5 સેકન્ડની અંદર મેસેજ undo કરવો પડશે, નહીં તો તમારા તરફથી મેસેજ ડિલીટ થઈ જશે.
દરેક યુઝર્સ કરી શકશે આ ફીચરનો ઉપયોગ:
એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ ‘એક્સિડેન્ટલ ડિલીટ’ ફીચરનો ઉપયોગ કરી શકે છે. જો તમે ફંક્શનનો ઉપયોગ કરી શકતા નથી, તો Google Play Store અથવા App Store પર જઈને WhatsApp અપડેટ કરો.
આ રીતે કરી શકશો delete for me થી delete for everyone મેસેજ
કોઈ વ્યક્તિ અથવા ગ્રુપને મેસેજ મોકલો.
દરેક માટે ડિલીટ કરવા માટે, ડિલીટ બટન પર જાઓ. જો તમે ડીલીટ ફોર મી પર ક્લિક કરશો તો તમને undoનો વિકલ્પ મળશે.
સંદેશ પાછો લાવવા માટે undo પર ક્લિક કરો.
જે મેસેજ ડિલીટ થઈ ગયો છે તે ફરીથી દેખાવા લાગશે.