અલગ-અલગ પ્રકારના તેલનું આયુર્વેદમાં અનેરુ મહત્વ છે. ઔષધીઓમાં તેલને કુદરતી હિલિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. સ્પા માટે મુખ્ય મહત્વ તેલોનું હોય છે. જે તમને ખૂબ જ રીલેક્ષ તણાવમુક્ત કરાવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે તમારી રાશી પ્રમાણે ક્યાં તેલ તમારા માટે વધું ઉપયોગી છે અને અસરકારક છે. જી.હા….. દરેક રાશી માટે અલગ-અલગ તેલ લાભદાયી છે.
– વૃષભ :
વૃષભ રાશીના લોકો વધુ પ્રેક્ટીકલ અને લોજીકલ હોય છે. આવા લોકો સ્થિરતાનો આનંદ લેતા હોય છે. આવા લોકો માટે દેવદારના લાકડાનું તેલ ખૂબ જ ઉપયોગી બને છે.
– મિથુન :
આ રાશીના લોકો માટે એલચીનું તેલ ઉત્તમ છે. જે તેમના વ્યક્તિત્વને બરાબર લાગુ પડશે, આ તેલથી મસાજ અથવા સ્પા કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે.
– કર્ક :
આ રાશીના લોકો વિચારશીલ હોય છે તેમના માટે ખ્યાતીનું તેલ યોગ્ય ઉપચાર છે. જે તેમને આત્મવિશ્ર્વાસ અને પ્રોત્સાહન અપાવે છે.
– સિંહ :
સિંહ રાશીના દેવતા સૂર્ય દેવ છે જે ખૂબ જ ઉર્જા અને શક્તિ ધરાવે છે. આ રાશિના લોકો માટે આદુનું તેલ શ્રેષ્ઠ છે, તેની તીખી સુગંધ શરીરને ઉર્જા અપાવે છે.
– ક્ધયા :
ક્ધયા રાશીના લોકો માટે બારમાસીનું તેલ સૌથી વધુ અસરકારક છે. જેનાથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને તમને આરામદાયક અહેસાસ અપાવે છે.
– તુલા :
તુલા રાશીના લોકો શાંતિપ્રિય અને ધ્યેયવાદી હોય છે તુલા રાશી માટે લોબીનનું તેલ ખૂબ જ અસરકારક છે જે તેમના મગનજને સ્થિર રાખે છે.
– વૃશ્ર્ચિક :
વૃશ્ર્ચિક રાશીના લોકો માટે ગુલાબનું તેલ ઉત્તમ છે તેનાથી સાહસ અને શોર્ય મળશે. તેના સ્વભાવમાં બેલેન્સ રાખવાની સાથે તેમને ઉર્જા પણ અપાવશે.
– ઘન :
ઘન રાશીના લોકો નિશ્ર્ચિંત હોય છે ગેરજવાબદાર હોય છે અને હરવા-ફરવાના શોખીન હોય છે. તેઓ જુથવાદી સ્વભાવના હોય છે જે તેમને થાક અપાવે છે. લ્યાંગ લ્યાંગ તેલથી ઓળખાતું કેનાન્ગા તેલ તેમના માટે ખૂબ જ લાભદાયક બને છે.
– મકર :
મકર રાશી ધારકો પોતાને નિયમો અને બંધનોમાં રાખતા હોય છે. કળા મરીના તેલનો ઉપયોગ તેમના માટે ઉત્તમ છે તે તેમની બ્લોક એનર્જીને ખોલવાની ઉર્જા પ્રદાન કરશે. અને તેમના વિચારોને સકારાત્મક અપાવશે.
– કુંભ :
કુંભ રાશીના લોકો પાસે અઢળક તકો હોય છે. તેના વિચારો, યુક્તિઓ રસપ્રદ હોય છે તેમના માટે જર્મન ચામોમાઇલ લાભદાયી છે જે કુંભ રાશીના લોકોને વધુ ઇનોવેટીવ આઇડિયા માટે ઉપયોગી બને છે.
– મીન :
મીન રાશીના લોકો કલાત્મક હોય છે. તે હંમેશાં સારા બનવાનાં સિદ્વિ પામવાના સપના જોતા હોય છે. ચંદનના લાકડાનું તેલ ઉપયોગી છે. તે તેમના ધારેલા લક્ષ્યો સુધી પહોંચવા તેમને ઉર્જા આપે છે.