કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા…. કચ્છ પોતાની સંસ્કૃતિ પોતાની આગવી ઓળખ અને સફેદ રણને લઈને મશહૂર છે ત્યારે બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યન ઉતરાયણની ઉજવણી કરવા અને ફિલ્મનું પ્રમોશન કરવા માટે કચ્છના સફેદ રણમાં પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા ભૂલ ભૂલૈયાની જેમ શાહજાદાને પણ સફળ બનાવવા લોકોને અપીલ કરી હતી.

Page 38 tgToVwD8pZvY

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ધોરડો સફેદ રણ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યને ધોરડો સફેદ રણની મુલાકાત લઈને આંતરરાષ્ટ્રીય પતંગ બાજો સાથે પતંગ ચગાવીને મકરસંક્રાતિની મજા માણી હતી.

Screenshot 8 6

ટી સીરીઝ નિર્માતા ફિલ્મ શેહઝાદા 10 ફેબ્રુઆરીના રોજ સિનેમા ગરમ થશે ત્યારે કાર્તિકારી અને કચ્છના રણમાં ટ્રેલર રિલીઝ કરતા કચ્છનું સફેદ રણ વિશ્વ ફલક પર પણ ચમક્યું છે.

Screenshot 7 6

હજુ થોડા સમય પહેલા જ કાર્તિક આર્યને ગોંડલમાં પોતાની એક ફિલ્મનું શૂટિંગ કર્યું હતું ત્યારે તેઓ કચ્છના સફેદ રણમાં પોતાની અપકમિંગ ફિલ્મ શેહઝાદા પ્રમોશન માટે આવ્યા હતા. સફેદ રણને અદભુત ગણાવતા તેમણે પ્રવાસીઓને એક વખત અચૂક કચ્છની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. કાર્તિક આર્યને સફેદ રણમાં પતંગ બાજો સાથે પેજ લડાવ્યા હતા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.