શુ વાત છે…રાજકોટમાં બેડ ઉપલબ્ધ નથી?!!! રાજકોટમાં કોરોના ના દર્દીઓ માટે સારવાર માટે બેડ મળતા નથી.અમુક દર્દીઓને બેડ ન મળતા હોવાથી જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતાં નથી બેડ મેળવવા માટે 10 કલાક લાઈનમાં ઉભુ રહેવું પડે છે આવી કપરી પરિસ્થિતીમાં જસદણ વિછીયા માં આજે 108ની સુવિધા સાથેની હીરાના કારખાનામાં ગોવિદ કેર સેન્ટર નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા કાર્યક્રમ પહેલા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડ મળતા નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહ મળતા નથી તે સ્થિતિ વિશે મને ખયાલ નથી
છેલ્લા થોડાક દિવસમાં સરકારે જે પગલા લીધા છે તેનાથી નિરાકરણ ઝડપથી આવી જશે.આવી મહામારીમાં સીઆર પાટીલે આવું નિવેદન આપતા ભારે ઊહાપોહ મચી ગયો છે
આખા રાજયની અંદર ભારતીય જનતાપાર્ટી સરકારની સાથે સ્થિતિને મધુરમ બનાવાની કોશિષ કરી રહી છે. તેઓ અલગ અલગ જગ્યાઓ પર ઓકિસજનના બેટની વ્યવસ્થા આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા કોઈ જગ્યાએ એનજીઓ સાથે તેમજ કોઈ જગ્યાએ ભારતીય જનતાપાર્ટીના આગેવાનો પોતાની રીતે વ્યવસ્થા કરીને લોકોને મદદ રૂપ બનેછે. હું જસદણ જઈ રહ્યો છું અને કાર્યકર્તાઓ અને આગેવાનોને અભીનંદન પાઠવી રહ્યો છું તેઓ લોકોના તકલીફમાં સરકારની જે વ્યવસ્થા છે તેમાં પૂરક બની ને લોકોને અગવડ ન પહે તેમાટેના પ્રયત્ન કર્યા છે. સુરતમાં પણ 1500 બેડ અને આઈસોલેશન સેન્ટર અલગઅલગ જગ્યાએ શરૂ થઈ ગયા છે. જેમાં ઓકિસજનની પણ વ્યવસ્થા છે. આ કપરા સમયમાં બહાર આવા માટે આપ સૌનો સાથ સહકારની જરૂર પડશે. અને ચોકકસ આપણે સફળ થઈશું અને જલ્દીથી આદિવસોમાંથી બહાર આવી જશું કોરોના પર વિજય મેળવશું રાજકોટમાં બેટ મળતા નથી. મૃતદેહો છે એ પરિવારજનોને મળતા નથી એ સ્થિતિનો મને ખ્યાલ નથી. પરંતુ સરકાર જે વ્યવસ્થાક કરી છે. જે પગલા લેવામાં આવ્યા છે. અને અચાનક આવેલી આ સ્થિતિ પર કાબૂ મેળવવા તંત્ર પણ કામે લાગ્યું છે. તેમજ જલ્દીથી આ પ્રશ્ર્નનો નિરાકરણ થઈ જશે એવો મને વિશ્ર્વાસ છે.કોઈ એક પણ રેલી કે સભા થઈ નથી મોરવાડમાં છેલ્લા દિવસે કેટલાક યુવાન કાર્યકર્તાઓએ બાઈક રેલી કરી હતીતેના ફોટોગ્રાફ પણ મે પ્રીન્ટ મીડીયામાં જોયા હતા અને તે કાર્યકરતાઓને પણ સુચના આપી હતી આવુ ન કરવું જોઈએ તેમજ તેની જે સંખ્યા હતી તે મર્યાદીત હતી.
કોઈ પણ સભા મોરવામાં થઈ નથી એની પણ પુષ્ટી ભારતીય જનતાપાર્ટી કરી રહી છે.
જસદણ વિછીયા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓક્સિજન વ્યવસ્થા ધરાવતા બેડની તંગી હોય લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ દ્વારા જસદણમાં કોવિદની સારવાર માટે ઓક્સિજનની વ્યવસ્થા સાથે એકસો બેડની હોસ્પિટલ શનિવારે શરૂ કરવામાં આવશે.
આ અંગેની વિગતો આપતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે ઓક્સિજનની વ્યવસ્થા સાથેના એકસો બેડની વ્યવસ્થા જસદણ શહેરમાં આટકોટ રોડ ઉપર દેવશીભાઇ છાયાણીના હીરાના કારખાનામાં જયતા બાપુની જગ્યા પાસે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન તારીખ 17-4 ને શનિવારે સવારે 10 કલાકે ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવશે. હોસ્પિટલમાં વીસ ડોક્ટર, 40 નો નર્સિંગ સ્ટાફ, ફાર્મસીસ્ટ, વોર્ડ એટેન્ડન્ટ, સફાઈ કામદાર સહિતની ટીમ સતત કાર્યકર કાર્યરત રહેશે. કોઈ દર્દીને વધારે મુશ્કેલી હોય અને જસદણ થી રાજકોટ રિફર કરવાના થાય તો તેના માટે ઓક્સિજનની વ્યવસ્થા સાથેની બે એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે. જસદણનાં ડો. પંકજભાઈ કોટડીયાની આગેવાની હેઠળ ડો. દીપક રામાણી, ડો. ભારત ભેટારિયા, ડો. સરધારા, ડો. કેતન પટેલ, ડો. બડમલિયા, ડો.ભૂવા સહિતની ટીમ સારવાર કરશે. તમામ દર્દીઓને ઔષધિ યુક્ત ઉકાળો, ફ્રુટ, ચા પાણી નાસ્તો, બંને ટાઇમ સાત્વિક અને પૌષ્ટિક ભોજન, મિનરલ બોટલનું પાણી સહિતની વ્યવસ્થા તેમજ જરૂર પડ્યે લેબોરેટરી રીપોર્ટ, સીટી સ્કેન સહિતની તમામ વ્યવસ્થા વિનામૂલ્ય કરવામાં આવી છે. હોસ્પિટલમાં દરરોજ નવી બેડશીટ, સફાઇ સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચર, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી સહિતના લોકો ઉપસ્થિત રહેશે. મર્યાદિત સંખ્યા સાથે ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે ડો. ભરતભાઇ બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે જસદણ વિસ્તારનું તેમના ઉપર રૂણ હોય તેને ધ્યાને લઇને તેમજ આ મહામારીમાં આ વિસ્તારના લોકોને ઓક્સિજન સહિતની અદ્યતન મેડિકલ વ્યવસ્થા મળી રહે તે મારી નૈતિક ફરજ હોઇ તેના ભાગ રૂપે તેમના દ્વારા રૂપિયા એકાવન લાખના ખર્ચે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર રાજકારણથી દૂર રહીને માત્રને માત્ર માનવતાને ધ્યાને લઇને આ હોસ્પિટલ રૂપી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ લાઈન સાથેની દરેક બેડ ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.