કોંગ્રેસ સતા પર આવશે તો રાહુલે ભારતના ગરીબોને વર્ષે ૭૨ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે
સરકારની ખૈરાત નીતિના પાપે આજે વેનેઝુએલામાં બ્રેડના એક ટુકડા માટે યુવતીઓ દેહ વહેંચવા મજબુર
જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો દેશના કરોડો ગરીબોને વર્ષે દહાડે કોંગ્રેસ કામ કર્યા વિના ૭૨ હજાર રૂપિયા આપશે તેવું ચુંટણી વચન રાહુલ ગાંધીએ આપ્યું છે. સરકારની ખૈરાત નીતિના કેવા માઠા પરીણામો આવે છે તે જોવું હોય તો વેનેઝુએલા દેશ પાસેથી જાણવા જેવું છે. અખુટ તેલના ભંડાર ધરાવતા અને લખ-લુંટ સમૃદ્ધિમાં આળોટતા વેનેઝુએલા દેશની સરકારે પોતાની આવક દેશના નાગરિકો વચ્ચે વહેંચવાનું શરૂ કરતા પ્રજા માંઈકાંગલી અને આળસુ બની ગઈ જેના પરીણામે આજે વેનેઝુએલામાં ફુગાવો સાતમાં આસમાને પહોંચી ગયો છે. બ્રેડનું એક સામાન્ય પેકેટ લેવા માટે પણ યુવતીઓએ દેહ વહેંચવા મજબુર થવું પડે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભારતની પ્રજાની હાલત વેનેઝુએલાના નાગરિકો જેવી કરવા માંગતા હોય તેવું તેઓના વચન પરથી લાગી રહ્યું છે. કોઈપણ દેશ નાગરિકોને કામ કર્યા વિના ખૈરાત કરે અને ખવડાવે તો તેના ખુબ જ માઠા પરીણામો આવે છે. એક સમયે સમૃદ્ધિની ટોચ પર બેઠેલું વેનેઝુએલા આજે રીતસર દેવાળીયું બની ગયું છે.
વેનેઝુએલા ખૂબ જ મોટો દેશ છે. અત્યંત સુંદર છે. ભારતનું યુ.પી., બિહાર, પંજાબ, હરીયાણા એટલે કે ઉત્તર ભાગ આખ્ખો બંગાળ અને ઓરીસ્સા મેળવી દો તો તેનાથી પણ મોટો દેશ છે. ત્યાંની જનસંખ્યા કેટલી છે ? ફકત સાડા ત્રણ કરોડ દિલ્હી ફકતમાં આથી વધુ છે. આ દેશમાં બધુ જ છે. મોટી ખેતીલાયક, ઉપજાઉ જમીન, ખુબ જ વરસાદ, લાંબી પાણીથી ભરપુર નદીઓ, લાંબો દરિયા કિનારો… છતાં આજે ???
આટલી ઉપજાઉ જમીન પાણી બધુ જ વધુ જ હોવા છતાં ત્યાં ભુખમરો ફેલાયો છે. કોઈ ખેતી નથી કરી શકતું, કોઈ ખેતનાં સાધનો વસાવી શકતું નથી, કોઈની તાકાત નથી કે સમુદ્રમાં જઈ માછલી પકડી વેચી શકે કે જાતે ખાઈ શકે, કોઈ વરસાદમાં ઉગેલું ઘાસ વાઢી શકે કે પછી ઘેટા બકરા ચરાવી શકે કે ખેતીમાં જઈને ઘઉં-ચોખા ઉગાડી શકે કે કોઈ દૂકાને જઈને એક બ્રેડનું પાકીટ લાવી શકે !!! કારણ…
કેમ ભુખમરો ? કેમ માણસ માણસને ખાવ: તૈયાર થયો ? ભારતભરના લોકોને છપ્પનીયો દુકાળ યાદ છે ? “કાંગલાના ટોળા દેશભરમાં ઘુમતા હતા. “છોકરા ચોટે વેચાતા હતા કાંઈક આવી જ સ્થિતિ વેનેઝુએલાની છે. કારણ શું ??? કારણ કે ફુગાવો… ૨૦૧૮ની સરખામણી ૧૬૯૮૪૮૮ % છે. આજ ભારતમાં રૂ.એકની બરાબર ૩૬૦૭ વેનેઝુએલાનું ચલણ બોલીવર મળશે.
તમને એ જાણીને નવાઈ લાગશે વેનેઝુએલામાં કાચા તેલના સૌથી વધુ ભંડાર છે. સાઉદી અરેબીયાથી પણ વધુ ભંડાર છે ?? અને તે પણ મોટા. તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે ૨૦ જ વર્ષ પહેલાનું વેનેઝુએલા વિકાસીત દેશ હતો જ. એક વિકસીત અને સંપન્ન દેશને દેશના નેતાની ખોટી નીતિ અને નિર્ણયને કારણે દેશ ‘દેવાળીયો’ ફકત ૨૦ વર્ષમાં જ થઈ ગયો અને ત્યાં સુધી કે દેશની યુવતિઓ એક બ્રેડના પેકેટ માટે દેહ વેચે !!! એટલે કે વેશ્યાવૃતિ કરી રહી હતી.
દેશનો સારો નેતા પરાધીન દેશને સીંગાપુર બનાવી શકે છે. ના સમજ અને નાદાન નેતા વેનેઝુઆલા બનાવી દે ? આપણી સમક્ષ ઈદી અમીન, ઈમરાન ખાન જેવા ઉદાહરણ મોજુદ છે.
બીજા વિશ્ર્વ યુદ્ધ પછી સમગ્ર વિશ્ર્વને તેલની જ‚રીયાત હતી. ભાવ આસમાનને છુતા હતા. તેલના ભંડાર ધરાવતા વેનેઝુએલા દેશને આમાં સ્વર્ગ દેખાણુ “પાંચે આંગળી ઘીમાં…. કઈ ચાટે કઈ છાંડે !! ૧૯૪૫માં રોજ ‘૧ લાખ બેરલ’ તેલ વેનેઝુએલા બનાવતું હતું.
સરકારે તેના નાગરિકોને આ વધારાની આવક નાગરીકોને વહેંચવા માંડી, ખૈરાત ચાલુ કરી. લોકોને સરકારી સેવા મફત, બધી જ પ્રકારની સરકારી સહાય !! તેલ વેંચવાના બદલામાં અનાજ, ફળ, ખેતીની ઉપજ, મશીનરી, કપડા “ઈમ્પોર્ટ દેશમાં કોઈએ કાંઈ જ કરવાનું નહીં બધુ જ સરકારે દે !! અને તે પણ મફત. કોઈ કારખાના નહીં ખાવાની બ્રેડ બનાવવાની બેકરી શુદ્ધા પણ નહીં. બધુ જ ઈમ્પોર્ટ…
૫૦ અને ૬૦ના દાયકામાં દુનિયાના દરેક દેશનાં નાગરિકો હાડ-માંસ તોડીને પોતાના દેશમાં ઉત્પાદન કરવા લાગ્યા હતા તે દેશના નેતા તેમના દેશના નાગરિકોને મેન્યુફેકચરીંગ પર લગાવી રહી હતી. “સ્વદેશી પોતાના દેશની વસ્તુ બનાવવી અને વાપરવીનો મંત્ર હતો. જયારે વેનેઝુએલા ઈમ્પોર્ટના રસ્તે હતું !! દરેક વસ્તુની આયાત કરો ત્યાં સુધી તે ખેતી ન આવડતી કે સોઈ પણ બનાવી શકતી ન હતી. ટમેટા-ગાજર પણ “ઈમ્પોર્ટ થઈને યુરોપથી આવતા હતા. !!
સુંદર દેશ, ભરપૂર કુદરતી સૌંન્દર્ય…, સુંદર અને સોહામણી નાર અને નર છતાં ટુરીઝમ ૦% ભુલેલો ભટકેલો કોઈ ટુરીસ્ટ આવી ચડે તો તેને આવકારના‚ કોઈ ન હતું. સામાન્ય રીતે કોઈ વિદેશી કંપની કામ કરવા ઉદ્યોગ સ્થાપવા આવે તો પ્રજા તેનો વિરોધ કરતી કારણ કે તેમને ઈર્ષાભાવ હતો કે “અમારા દેશની ફ્રી સેવા ખુદ તો ઉદ્યોગ, ધંધા, ખેતી કાંઈ જ કરતા ન હતા પરંતુ વિદેશીને કરવા પણ ન દીધા ન પ્રજાએ !! ન સરકારે !! ન ઉદ્યોગ સ્થપાયા ત્યાં સુધી ટુરીસ્ટ સુધ્ધા પણ હતા નહીં.
કહેવાય છે ૭૦ના દાયકામાં કોઈ વિદેશી પર્યટક આવે તો તેને સરકાર કે પ્રજા વિદાય આપી દેતી હતી. ૧૯૪૫ થી ૧૯૭૦ના આ ગામમાં સમગ્ર દેશમાં ‘મફતખોરી’, વેશ્યાગીરી, હરામખોરી, આળસ અને સરકારી ખર્ચ ‘મોજ’ની સ્થિતિ થઈ ગઈ.
૧૯૭૦ પછી વિશ્ર્વભરમાં તેલના બજારની સ્થિતિ બગડી. અનેક દેશબજારમાં પ્રવેશ્યા ‘આસમાને ગયેલા તેલના ભાવ પછડાવા માંડયા. વેનેઝુએલાની સરકારી કંપની પીડીવીએસએ હતી. સરકારે કંપનીને આદેશ આપ્યો ‘દરેક નાગરિકને નોકરી દો’ કંપનીએ એમ્પલોયની જરૂરત નથી તેમ જણાવ્યું. છતાં સરકારે કહ્યું કે “છતાં પણ નોકરી આપો !! આવી રીતે કામ વગરના કામદાર, આવડત વગરના કામદાર, ફકત સરકારી પગાર પર જીવનાર પ્રજાને તે પણ મોટા પગારથી…
આ બાજુ તેલના ભાવ દૈનદિન ઉતરવા માંડયા. આમ બજારમાં કંપની ખોટ કરે !! કામદારોને બજાર કે બજારનો પ્રવાહનું કાંઈ જ્ઞાન નહીં. પગાર તે પણ ખૂબ ઉંચા વળી વહીવટી ખર્ચા કમરતોડ, પ્રોડકશન ઓછું છતું ગયું ખર્ચા વધી ગયા અને બજારમાં પ્રોડકટસ ખરીદન૪ર કોઈ નહીં. ઉપરથી ભાવ ઘટાડો !!! પરિણામ…
કંપનીઓ બંધ થઈ ગઈ… ભૂતળમાંથી તેલ પણ કાઢીને વેંચનાર કોઈ સરકારી કંપની નહીં, આવડત નહી બધા જ મફતખોર ! નોકરીઓ જવા માંડી, બેકારી વધી, બેકારોને કારણે ગુનાખોરી વધી. લૂંટફાટ વધી, યુવતીઓ કામ કરવાને બદલે ‘વેશ્યાવૃતિ’ કરવા માંડી ખેરાત બંધ, પ્રોડકશન બંધ, આયાત બંધ, મોંઘવારી વધી, ગુનાખોરી સાથે ભુખમરો ચાલુ થઈ ગયો. છતાંય ત્યારની ‘સમાજવાદી’ સરકાર ન જ જાગી. તેઓ વિશ્ર્વમાં અન્ય દેશો પાસેથી વિદેશી દેવું લેવા માંડયા. મફતખોર પ્રજામાં ખમીર રહ્યું જ નહીં. રાષ્ટ્રપ્રેમ રહ્યો જ નહીં. દેશદાઝ રહી નહીં. જે દેશની પ્રજા હરામનું જ ખાતી હોય તેને ‘ખમીર’ જેવી ચીજ કયાંથી સંભવે ??
આજે વેનેઝુએલા દેશની રાજધાની “કરાકાસ વિશ્ર્વમાં ખૂબ જ અસુરક્ષિત શહેર છે. જયાં ફકત એક બ્રેડના પેકેટમાં યુવતીનો દેહ મળે છે.
૧,૫૦,૦૦,૦૦૦ બોલીવરમાં જમવાની એક ડીશ મળે છે. ૧૯૯૯ પછી આ દેશની આવી દુર્દશા થઈ. એટલો મોટો દેશ ! કે જે ૩.૫ કરોડ દેશવાસીઓ ઘઉં-ચોખા કે દૂધ પેદા કરી શકતો નથી !!!
મને કહેવા દો ! જો વેનેઝુએલા દેશ, આપણા પંજાબમાંથી ફકત ૧૦૦૦ પરિવાર લઈ જાય, અરે આપણા કચ્છના લેઉવા પાટીદારોને લઈ જાય ! સુરેન્દ્રનગરના કણબી પાટીદાર લઈ જાય તેમને ફકત મશીનરી આપે !! સાધનો આપે, પછી જુઓ કમાલ ! ‘ઈસ દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી’ પછી આ જોઈ લો. એક ફકત સોરઠનો ખેડૂત કે ગીરની ગાય સાથે લઈ જાવ ! પરિણામ તુરંત જ દેખાશે. સવાલ નેતાગીરીનો છે. સરકારની ઈચ્છાશક્તિનો છે, દૂર દ્રષ્ટિનો છે. જેનો અભાવ વેનેઝુએલામાં છે.
ફરી વેનેઝુઆલામાં ! ત્યાંની સરકારે મફતખોરી, હરામખોરીમાંથી પ્રજાને બહાર કેમ ન કાઢી !!! કેમ ધંધો, કે ખેતી ન શીખડાયા ? પોતાના દેશને સમૃધ્ધ દેશ ને કુદરતી સમૃધ્ધીથી ભરપુર દેશની પ્રજાને નકામો ! હરામખોર ! કે મફતખોર ! કોણે બનાવ્યો આ પાયાનો પ્રશ્ર્ન છે.
અરે ! દેશમાં એટલો ભુખમરો હતો ત્યારે ફકત પોતાની જમીનમાં છાશીયા ઘઉં છાંટી દેતો પણ ! આપણાં ભાલ પ્રદેશ જેવા ઘઉં થાત. શાકભાજીના બી છાંટી દીધા હોત તો પણ જમીન સારી હતી, વરસાદ હતો તો શાક બકાલુ પણ ૩.૫ કરોડ જનતા ખાઈ શકેત.
સવાલ આ છે કે દેશનો નેતા દેશની પ્રજાને મફતખોરીના રસ્તે લઈ જાય તે દેશની પ્રજાના હાલ શું થાય ? વેનેઝુએલાની સરકાર ન ચેતી શકી, ન જનતા પરિસ્થિતિ પામી શકી.
આજ ચૂંટણીના વાતાવરણમાં વાયદા કરાય છે. ‘આપને બેઠા બેઠા ખવરાવશું’, ‘કોઈએ નોકરી નહીં કરવી પડે’, ‘કોઈએ ધંધો નહીં કરવો પડે’ અને ૫,૦૦,૦૦,૦૦૦ પરિવાર એક પરિવારના અમે બે અમારા બે સંતાન મા-બાપ મળી ૬ ગણીએ તો ૩૦,૦૦,૦૦,૦૦૦ લોકોને ૩૦૦૦ લાખ લોકોને ૭૨૦૦૦ બાર મહિને ૬૦૦૦ રૂ.૧૮૦ લાખ કરોડ રૂ.આવશે કયાંથી ? કદાચ કોઈ પૂર્વ વડાપ્રધાન મુકી ગયા હોય તો ??? બાકી દશા વેનેઝુએલાનાં પ્રજાજનો જેવી જ કરવી હોય તો પ્રજાએ સમજવું પડશે. અહીંયા તેલના ભંડાર નથી.
અમસ્તુ પણ અહીં વરસાદી ખેતી છે. કરોડો લોકોને મફતખોરી, હરામખોરીના રસ્તે લઈ જવાય નહીં ૩૦ કરોડ લોકોને મફતખોર બનાવનારની યોજના બનાવવાવાળા નેતાઓ રાજકારણની જ જાતની પરિપકવતા જ નથી. આ લેખ લખનાર પરતંત્ર ભારતમાં જન્મેલા છે. દેશના સંરક્ષણ બજેટ કરતા પણ વધુ રકમ વર્ષાક ૧૮૦ લાખ બાય ૧૨: ૨૬૦ લાખ કરોડ કયાંથી આવશે ? કોના ગજવામાંથી આવશે ? પરિણામની કલ્પના કરો. બેકારી… ૧૩૦ કરોડની જનતા છે .