રેસકોર્સ ખાતે રવિવાર સુધી આયોજીત ફેરમાં વિવિધ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા કરી રહ્યા છે. પોતાની અવનવી પ્રોડકટસનું પ્રદર્શન
રેસકોર્ષ ખાતે આગામી રવિવાર સુધી આયોજીત વેકેશન ટ્રેડ ફેર ૨૦૧૭માં શહેરીજનો બ્હોળા પ્રમાણમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે વિવિધ કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની પ્રોડકસનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન નિહાળીને શહેરજનો મંત્રમુગ્ધ થઇ રહ્યા છે.
જે અંગે માહીતી આપતા ક્રાફટ ઝોનના સંજય મકવાણાએ જણાવ્યું હતું કે બર્ડ કંટ્રોલ સ્પાઇકસ જે મોટા બિલ્ડીંગ, હોસ્પિટલમાં ચરક અને માળો કરીને જે બીલ્ડીંગ ખરાબ કરતા હોય છે તેના નીવારણ‚પી આ પ્રોડકસ છે આ સમસ્યાના કારણે ઘણા બધા રોગ થતાં હોય છે. છેલ્લા ૧૮ વર્ષથી આ પ્રોડકટ બધા જ બિલ્ડીંગ્સ અને સરકારી બીલ્ડીંગ્સમાં સેલ કરું છું. અહિં પબ્લીક તરફથી સારી પ્રતિસાદ મળી રહ્યો છે. આર્ટ ગેલેરીનાં ‚પલ બુટાણીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ઘણી પ્રોડકટસ બનાવું છું. સ્ટોન વર્ક ઘરે જ બનાવું છું તોરણ, આરતીથી થાળીની જાતે જ સજાવટ ક‚ છું. આવી પ્રોડકટસ બનાવવામાં ઘણી મહેનત થાય છે. જેકો મોતીના તોરણ બનાવવામાં પણ ઘણો સમય લાગે છે. રાજકોટમાં ૩ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છુ.