કોટનનાં કપડાં પર આપવામાં આવેલી ક્રશ ઇફેક્ટવાળાં કપડાં ગ્રેસફુલ લાગી શકે છે જો કાળજીપૂર્વક પહેરવામાં આવે તો. કોણ, ક્યારે અને કેવી રીતે આ ક્રશ ઇફેક્ટ ધરાવતું મટીરિયલને પહેરી શકે એ જાણી લેવા જેવું છે
કોટન ક્રશનું નામ તો સાંભળ્યું જ હશે અને જોયું પણ હશે. કોટન ક્રશ એ કોઈ ફેબ્રિક ની, પરંતુ કોટન કપડાને આપવામાં આવેલી એક ઇફેક્ટ છે. ક્રશ ઇફેક્ટ સૌી વધુ કોટન કપડામાં જ સારી લાગે છે. પહેલાં કોટન ક્રશમાં માત્ર દુપટ્ટા જ જોવા મળતા; પરંતુ હવે ક્રશ ઇફેક્ટમાં સાડી, કુર્તી, સલવાર-કમીઝ અને સ્કર્ટ્સ પણ જોવા મળે છે.
ક્રશ ઇફેક્ટ
કોટન કપડાને ક્રશ ઇફેક્ટ આપવી બહુ જ સહેલી છે. સૌપ્રમ કોટન કપડાને સ્ટાર્ચ કરી લેવું. ત્યાર બાદ એને સામસામે પકડવું અને પ્લીટ્સમાં ફોલ્ડ કરતા જવું. જ્યાં સુધી આખું ફેબ્રિક તમારા હામાં ન આવે ત્યાં સુધી ફોલ્ડ કરવું. ત્યાર બાદ એને બન્ને સાઇડી ટ્વિસ્ટ કરી બાંધી દેવું અને એના પર સ્ટીમ આયર્ન ફેરવવી. ૪ કે ૫ કલાક પછી ફેબ્રિકને ખોલશો તો ક્રશ ઇફેક્ટ જોવા મળશે.
મેન્ટેઇન કરવું અઘરું
કોટન ક્રશને બહુ જ કાળજીપૂર્વક મેન્ટેઇન કરવું પડે છે. ક્રશ ઇફેક્ટ આમ તો બે કે ત્રણ વોશ પછી રહેતી પણ ની, પરંતુ એ જો કાયમ રાખવી હોય તો જે કપડામાં ક્રશ ઇફેક્ટ છે એને વારે-વારે ધોવાં નહીં. પહેરી લીધા પછી માત્ર તડકામાં સૂકવી દેવું અને ફોલ્ડ કરીને મૂકી દેવું. ક્રશ ફેબ્રિકનો ડ્રેસ ન સીવડાવવો. ટેલર એને આયર્ન નહીં કરી શકે. જો આયર્ન કરશે તો ક્રશ ઇફેક્ટ નીકળી જશે. ક્રશ ઇફેક્ટવાળાં કપડાં સીવડાવવાં નહીં, માત્ર રેડીમેડ જ લેવાં અને પહેરી લીધા પછી એને ફોલ્ડ કરી મૂકી દેવાં.
કેવી રીતે પહેરશો?
ક્રશ ઇફેક્ટવાળો ડ્રેસ જ્યારે પહેલી વાર પહેરવામાં આવે ત્યારે જ એ ફ્રેશ લાગે છે. જો ક્રશ ઇફેક્ટવાળા ડ્રેસને બરાબર ફોલ્ડ કરીને મૂકવામાં ન આવે તો એ ચોળાયેલો લાગે છે. એટલે ક્રશ ઇફેક્ટવાળો આખો ડ્રેસ ન સીવડાવતાં માત્ર એને હાઇલાઇટિંગ માટે જ વાપરવું. જેમ કે ડ્રેસના યોકમાં અવા ી ર્ફો સ્લીવ આપી હોય તો એમાં નીચે ૪ ઇંચમાં ક્રશ ફેબ્રિક વાપરવું. એમાં પણ ક્રશ ઇફેક્ટ મેન્ટેઇન રાખવી હોય તો ફેબ્રિક પર ક્રોસ સ્ટાઇલમાં સ્ટિચિંગ આપવા જેનાી ક્રશ ઇફેક્ટ મેન્ટેઇન રહેશે. ક્રશ ઇફેક્ટ અનારકલીમાં સૌી વધારે સરસ લાગે છે. જેમ કે યોકમાં કોઈ પણ કોટન પ્રિન્ટેડ ફેબ્રિક આપી નીચેના ફેબ્રિકને ક્રશ ઇફેક્ટ આપી શકાય.
કોણ પહેરી શકે?
ક્રશ ઇફેક્ટવાળા કોટન ફેબ્રિકને તમે કેઝ્યુઅલી, ફોર્મલી અને વેસ્ટર્ન વેઅર ત્રણે તરીકે પહેરી શકો. જોકે સ્ૂળ શરીરવાળાઓએ કોટન ક્રશ ફેબ્રિક ન પહેરવું જોઈએ. સ્ૂળ શરીરવાળા માટે કોટન કપડાં તો બેસ્ટ છે જ, પરંતુ જ્યારે કોટન કપડાને ક્રશ ઇફેક્ટ આપવામાં આવે ત્યારે એ ફૂલેલાં લાગે છે અને પર્હેયા પછી એ શરીરી દૂર રહે છે. એટલે વધારે તેઓ વધુ જાડા લાગે છે. જો તમે પાતળાં હો તો કોટન ક્રશ તમને સારું લાગી શકે. કોટન ક્રશવાળાં કપડાં પહેરવાી એક ભરાવદાર લુક પણ આવશે. સ્ૂળ શરીરવાળા કોટન ક્રશ ઇફેક્ટવાળી સાડી પહેરી શકે જેમાં ક્રશ ઇફેક્ટ માત્ર પાલવમાં જ વાપરવામાં આવી હોય અવા તો સાડીમાં એની ૪ કે ૫ ઇંચની બોર્ડર મૂકવામાં આવી હોય. સ્ૂળ શરીરવાળાઓએ ક્રશ ઇફેક્ટવાળું બ્લાઉઝ ન પહેરવું. એનાી હા વધારે જાડા લાગશે. જો તમે લાંબાં અને પાતળાં હો તો તમને ક્રશ ઇફેક્ટવાળાં પલાઝો પેન્ટ્સ સારાં લાગી શકે અવા ક્રશ ઇફેક્ટવાળું ટ્યુબ ટોપ પણ સારું લાગી શકે.
સલવાર અને દુપટ્ટા
ક્રશ ઇફેક્ટવાળા સલવારમાં સ્ટાર્ચ કરવામાં ની આવતું. માત્ર કોટન મલના કપડાને ક્રશ ઇફેક્ટ આપવામાં આવે છે. સલવારમાં નીચે ૩ કે ૪ ઇંચની એમ્બ્રોઇડરીવાળી બોર્ડર હોય છે જે પગમાં ફિટ બેસે છે અને એના કપડાને પ્લીટ્સ આપવામાં આવે છે જે યોક સો જોઇન્ટ કરવામાં આવે છે. કપડામાં સ્ટાર્ચ ન હોવાી ક્રશ ઇફેક્ટ લાંબા સમય સુધી રહેતી ની. એટલે જો કાળજીપૂર્વક ન પહેરવામાં આવે તો ચોળાયેલી સલવાર પહેરી છે એવો લુક આવશે.
ક્રશ ઇફેક્ટવાળા દુપટ્ટા સૌી વધારે સુંદર અને આકર્ષક લાગે છે. દુપટ્ટાના ફેબ્રિકને પહેલાં સ્ટાર્ચ કરવામાં આવે છે અને પછી એને ક્રશ ઇફેક્ટ આપવામાં આવે છે. દુપટ્ટાને વારે-વારે ધોવાની જરૂર પડતી ની. એટલે એની ક્રશ ઇફેક્ટ એવી ને એવી જ રહે છે. માત્ર ફરક એટલો જ છે કે જે દુપટ્ટાનો પન્નો હોય એના કરતાં દુપટ્ટો પોણા ભાગનો ઈ જાય છે અને માત્ર એને એક સાઇડ પહેરી શકાય તેમ જ રાખી શકાય છે. બ્રાઇટ રેડ કલરનો ક્રશ ઇફેક્ટવાળો દુપટ્ટો અને એના પર ગોલ્ડ બોર્ડર બ્લેક એન્ડ બ્લેક ડ્રેસ સો સ્માર્ટ લાગી શકે. ક્રશ ઇફેક્ટવાળા દુપટ્ટા ગમે ત્યારે પહેરો તો એ સ્માર્ટ જ લાગે છે. શરત માત્ર એટલી જ કે બ્રાઇટ ક્લરમાં પસંદ કરવા. દુપટ્ટાને ટ્વિસ્ટ અને ફોલ્ડ કરીને મૂકી દેવાી એની ક્રશ ઇફેક્ટ વર્ષોનાં વર્ષો જળવાઈ શકે છે. અને આઉટ ઑફ ફેશન ઈ ગયું હોય એવું પણ લાગતું ની. કોઈ પણ પ્લેન ડ્રેસ સો ક્રશ દુપટ્ટો પહેરવામાં આવે તો એ એકદમ જ નીખરીને આવે છે. જો તમારે પ્રિન્ટેડ ડ્રેસ સો ક્રશ દુપટ્ટો પહેરવો હોય તો ખાસ કરીને કોન્ટ્રાસ્ટ કલરમાં પસંદ કરવો જેનાી ડ્રેસ અને દુપટ્ટો બન્ને ઊભરીને આવે.
જો તમે ક્રશ મટીરિયલ ઇન્ડો-વેસ્ટર્ન તરીકે પહેરવા માગતા હો તો કોઈ પણ ટ્રેન્ડી જ્વેલરી સારી લાગી શકે. હામાં કડું કે બ્રેસલેટ, પગમાં ટાઇ-અપ્સ અને વાળમાં સાગર ચોટલો અવા સાઇડ ખજૂરી ચોટલો સારો લાગશે. મેસી લુક પણ આમાં ખૂબ સારો લાગી શકે છે.