૧૫૦ ટકા વધારાની માંગ અનિલ કુંબલેનો ભોગ લેશે
નારાજ બીસીસીઆઈએ નવા કોચ માટે અરજીઓ મગાવી
કુંબલેએ પોતાના માટે પણ ૧૫૦% પગાર વધારાની માંગ કરી હતી અત્યારે તેનો પગાર સવા છ કરોડ ‚પિયા છે. તેણે સવા કરોડનો પગાર વધારો માંગ્યો છે તો તેનો પગાર સાડા સાત કરોડ થઈ જાય.
ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે ઈગ્લેન્ડ જવા રવાના થઈ તે પછી બીસીસીઆઈએ હેડ કોચ માટે અરજીઓ મંગાવતા ક્રિકેટ વર્તુળમાં આશ્ર્ચર્ય ફેલાયું છે. ૧૫૦% વધારાની માગ અનિલ કુંબલેનો ભોગ લેશે ઘર આંગણે સારો દેખાવ છતા કોચ કુંબલેના માથા પર અનિશ્ર્ચિતતા તલવાર લટકાવવામાં આવી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે કુંબલેએ ક્રિકેટરોને પુછીને તૈયાર કરેલા પ્રેઝન્ટેશનમાં ખેલાડીઓના હાલના કોન્ટ્રાકટથી મળતા પગારમાં ૧૫૦%નો વધારો માંગ્યો હતો કોચ કુંબલેની સાથે આ પગાર વધારાની માંગમાં કેપ્ટન કોહલી પણ જોડાયો હતો એકંદરે કુંબલેને ક્રિકેટરોની નેતાગીરી કરવી ભારે પડી હતી. ત્રણ સભ્યોની પેનલ નવા કોચની વરણી કરશે. કુંબલેની અમુક ગતિવિધિથી બોર્ડ અકળાયું હતુ કુંબલેએ કોચ બની રહેવા નવી પ્રક્રિયા પાસ કરવી પડશે.