ગરીબ હોય કે શ્રીમંત, રાજા હોય કે રંક બધાનો જન્મ દિવસ આનંદિત અર્થાત્ હેપ્પી જ હોય છે: દરેક માણસ 18, 21, 25, 50, 60 કે 75 માં વર્ષે ભવ્ય સેલિબ્રેશન કરે છે: નેપાળ, ભારતમાં પ્રથમ જન્મ દિવસે મુંડન કરવાનો રિવાજ છે
આપણી કૌટુબિંક પરંપરામાં જન્મ દિવસનું અનેરૂ મહત્વ છે: નાના બાળકથી લઇને દાદા-દાદીના જન્મદિવસે અનેરો અવસર અને ઉત્સાહ જોવા મળે છે: ભૂતકાળની યાદોને ભવિષ્યના સંકલ્પો, કાર્યો વચ્ચેનો વર્તમાન દિવસ એટલે જન્મ દિવસ ખલિલ જિબ્રાન કહે છે કે “જિંદગી કદીય પીછે હઠ નથી કરી શકતી કે ગઇકાલમાં રોકાઇ નથી રહેતી” આમ એ દિવસ તો પાછો આવતો નથી, પણ હા એ તારીખો તો આવતી જ રહે છે. આજે 14મી ઓક્ટોબર મારો જન્મદિવસ છે એમ કહેવાય કે આજે મારી જન્મ તારીખ છે એમ કહેવાય તારીખ અને દિવસ કહો શું ફર્ક પડે પણ બંને પોતપોતાના સ્થાને સાચા છે.
આપણા પરિવારમાં ઉજવાતા વિવિધ પ્રસંગોમાં હવેના યુગમાં જન્મદિવસનું મહત્વ છે. આ દિવસ ‘હેપ્પી’ જ હોય છે તેથી હેપ્પી બર્થ ડે કહેવાય છે. આજે તો વિવિધ શુભેચ્છાકાર્ડ, ભેટ, સોગાદો સાથે નાના બાળકોના જન્મદિવસે રિટર્ન ગીફ્ટ સાથે વર્ગખંડમાં કુછ મીઠા હો જાયે સાથે ટેસ્ટી ચોકલેટની જયાફત ઉડે છે. વર્ષોથી સરકારી શાળામાં ‘આજનું ગુલાબ’ નામનો કાર્યક્રમ પ્રાર્થના સભામાં યોજાતોને ગરીબ માં-બાપના બાળકનું શાળા પરિવાર હેપ્પી બર્થ ડે ના શાનદાર સમુહ ગીત સાથે ગુલાબ આપીને શૈક્ષણિક નાની કીટ આપીને અભિવાદન કરે ત્યારે બાળકના ચહેરા પર ખુશી છવાઇ જતી.
આજે મારી આ કોલમમાં જન્મ દિવસના સંકલ્પ અવસરની વાત સાથે તેની પરંપરા વિશે વાત કરવી છે. ગરીબ હોય કે શ્રીમંત, રાજા હોય રંક બધાનો જન્મ દિવસ આનંદીત અર્થાત્ હેપ્પી જ હોય છે. ગત્ વર્ષ ગમે તેવુ ગયું હોય પણ આવનારું વર્ષ ગમે એવું જશે જ એવા દ્રઢ સંકલ્પ ઉપર જીવનના લક્ષ્યો તરફથી 365 દિવસની યાત્રા એજ જન્મ દિવસનું સેલિબે્રશન હોય શકે છે.
“અરસ પરસ….બધુ સરસ સરસ….” જેવી ટચુકડી વાત જીવન મર્મ સમજાવે છે. જન્મ દિવસ વ્યક્તિ કે સંસ્થાનો હોય શકે. સંસ્થા, યુનિટ કે કોઇ મહાન માણસની જન્મતિથી હોય પણ બધાના ઉત્સવો એક સરખા જ હોય છે. સંસ્થા તેનો સ્થાપના દિવસ ઉજવે તે હકિકતે ‘બર્થ ડે’ ઉજવણી જ છે. ગત્ વર્ષના વાર્ષિક જીવનના સરવૈયા બાબતે વિચાર કરવાનો પડાવ એટલે જન્મ દિવસ આજ દિવસે આવનારા 365 દિવસમાં લક્ષ્ય આધારિત કાર્યોનું માઇક્રોપ્લાનીંગ પણ આજ દિવસે થતું હોવાથી ભૂતકાળને ભવિષ્યકાળ વચ્ચે વર્તમાન દિવસની ઉજવણી છે.
લગભગ વિશ્ર્વની બધી સંસ્કૃતિમાં જન્મદિવસની ઉજવણી કરાય છે, પાર્ટીઓ યોજાય છે. ક્રિસમસ, બુધ્ધનો જન્મ દિવસ કે ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી આદિકાળથી આ પરંપરા ચાલતી આવી છે. આમ જોઇએ તો જન્મદિવસ અને જન્મતીથી વચ્ચે અંતર છે. 29 ફેબ્રુઆરીએ આવતો બર્થ ડે દર 4 વર્ષે સેલીબ્રેશન ન કરતાં જન્મતીથી પ્રમાણે કરી શકાય છે.
18 કે 21 વર્ષ પૂર્ણ થાય એટલે કાનૂની રીતે તમે પુખ્ત ઉંમરના થઇ ગયા તેથી આ જન્મદિવસનું મહત્વ સાથે પરિપક્વતા વિશેષ છે. હવે તો ગરીબોને ભોજન, શૈક્ષણિક કીટ, રમકડાં જેવી વસ્તુઓ ગીફ્ટ આપીને બર્થ ડે સેલિબે્રશન યુવા વર્ગ કરી રહ્યો છે જે ખૂબ જ સારી બાબત છે. વૃધ્ધાશ્રમમાં રહેતા એકલા વૃધ્ધો પણ હવે મનોરંજનથી આનંદ માણતા ડે સેલિબ્રેશન કરે છે. ગામ, શહેર, જીલ્લો કે રાજ્ય, દેશના પણ જન્મદિવસ સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાય છે.
દરેક માણસ 18, 21, કે 25, 50, 60, 75ના વર્ષે ભવ્ય સેલિબ્રેશન કરે છે. સિલ્વર જ્યુબેલી, ગોલ્ડન જ્યુબેલી કે 60 વર્ષે ષષ્ઠીપૂર્તિ મહોત્સવ કરે છે તે જન્મદિવસ સેલિબ્રેશન જ છે. નેપાળ ભારતમાં પ્રથમ જન્મદિવસે મુંડન કરાવવાનો અવસર છે. ફિલીપાઇન્સ દેશમાં 18 કે 21માં વર્ષેે, એશિયાઇ દેશોમાં 60 વર્ષના સેલિબ્રેશન, કોરીયામાં પ્રથમ ઉજવણી કરે છે. સૌથી વાત વૈશ્ર્વિક રીતે જોઇએ તો નાના બાળકોના બર્થ ડે ખૂબ જ ઉલ્લાસથી ઉજવાય છે. જેટલા વર્ષ થાય તેટલા નંબરનું ટી-શર્ટ પણ અત્યારની ફેશન છે. દુનિયાના લગભગ બધા ભાગોમાં આ દિવસે “કેક” કાપીને ઉત્સવો ઉજવાતા જોવા મળે છે.
ઐતિહાસિક રોમન કેથોલિક અને પૂર્વી રૂઢીવાદી દેશો જેવા કે ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, રૂસ, રોમાનીયા, બલ્ગેરીયા, હંગેરી, ગ્રીસ, અમેરિકામાં આ દિવસ “નામ દિવસ” તરીકે ઉજવાતો હતો, કેટલાક તેને ‘સંત દિવસ’ પણ કહેતા. રાજાનો વર્ષનો નક્કી કરેલ દિવસ અધિકારી દૌર પર જન્મ દિવસ ઉજવાતો.
આજે જન્મ દિવસે મનોરંજન સામિલ થતા આખો પરિવાર હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે. સિયોલ અને દક્ષિણ કોરીયામાં બુદ્વના જન્મદિવસે લોટ્સ લાલટેન મહોત્સવ યોજાય છે. ઇસુ મસીહાનો 24 કે 25 ડિસેમ્બરે દુનિયાભરમાં નાતાલ ઉત્સવ યોજાય છે. ઓસ્ટ્રેલિયા, ફિજી, કેનેડા અને ન્યુઝિલેન્ડ કે યુનાઇટેડ કિંગડમમાં તેના રાણીનો જન્મદિવસ અનેરો ઉત્સવ સાથે ઉજવાય છે.
ગ્રેગોરિયન કેલેન્ડરમાં ફેબ્રુઆરી લીપ વર્ષમાં વર્ષના 366 દિવસ હંમેશાની જેમ 365 દિવસમાં 28 કે 29 દિવસો આવે છે. પ્રાચીન ફારસી યુગમાં ઇસ.પૂર્વે 5મી સદીમાં ફારસી લોકો જન્મદિવસનો જશ્ન મનાવતા જોવા મળે છે. પ્રાચીન રોમ, યહુદી ધર્મ, પ્રાચીન ચીન, ઇસાઇ ધર્મ થી શરૂ કરીને અત્યારના આધુનિક યુગમાં જન્મદિવસની ઉજવણી થતી આવી છે. યહુદી લોકોની જન્મ દિવસ સાથે વિવિધ પરંપરા જોડાયેલી છે. મુસ્લિમ ધર્મમાં ‘નવાચાર’ના ભાગરૂપે તથા મૌલવીના ફરમાનને કારણે જન્મદિવસ ઉત્સવ અનુચિત ગણાય છે. જો કે હવે તો કેટલાય મુસ્લિમ પરિવાર તેના સંતાનોના બર્થ ડે ઉજવે છે. હિન્દુ ધર્મ જન્મ કરતાંય મૃત્યુને શુભ માને છે. પુણ્યતિથીએ 5મે કે 11મે દિવસે અનુષ્ઠાનમાં પરિવાર પ્રાર્થના સભા કરે છે.
આજે 21મી સદીમાં ગરીબ મા-બાપ પણ તેના સંતાનોનો બર્થ ડે ખર્ચો કરીને ઉજવે છે. બૌધ્ધ ધર્મના સ્થાપક સિધ્ધાર્થ ગૌતમ બુધ્ધ છે. ઇ.સ. પૂર્વે 563માં બુધ્ધનો જન્મ કપિલ વસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેનું નામ સિધ્ધાર્થ હતું, માતાના અવસાન થતાં તેના માસી ગૌતમીએ ઉછેર કરતા તે ગૌતમ બન્યા. બુધ્ધ 80 વર્ષ જીવ્યા હતા, તેને શાક્યમૂનિ પણ કહેવાય છે. વિશ્ર્વભરમાં તેના જન્મદિવસનું વિશેષ મહત્વ છે.
જન્મદિવસે આપણે બાળથી મોટેરા એક સ્ટેપ કે વર્ષ મોટા થઇએ છીએ. જીવનમાં ઘણુ શિખવાની સાથે અનુભવ મેળવતો માનવી આ દિવસે પરિવાર મિત્રો, ગ્રુપો સાથે આનંદોત્સવ કરે છે.
“બાર બાર દિન યે આયે,
બાર બાર દિલ યે ગાયે…..
તુ જીયે હજારો સાલ…..યે મેરી હે આરઝું”
જન્મદિવસને નામ દિવસ પણ કહેવાય
ઐતિહાસિક રોમન કેથોલિક અને પૂર્વી રૂઢીવાદી દેશો જેવા કે ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, રૂસ, રોમાનીયા, બલ્ગેરીયા, હંગેરી, ગ્રીસ, અમેરિકા આ દિવસને નામ દિવસ તરીકે ઉજવાય છે. કોરીયામાં પ્રથમ 100માં દિવસે, જાપાનમાં યુવા 20 વર્ષે, યહુદી યુવાનો 13માં વર્ષે જન્મ દિવસ ઉજવે છે