ગુજરાતી ફિલ્મોનો દબદબો આજે ઇન્ડસ્ટ્રીમાં વધી રહ્યો છે આજે ગુજરાતી સિનેમા લોકોને ભરપુર મનોરંજન પૂરું પડી રહી છે. કોરોનાકાળ બાદ ગુજરતી ફિલ્મોએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે અને તેમાં પણ વાત કરીએ મલ્હાર ઠાકરની તો એ લવની ભવાઈ અને છેલ્લો દિવસ ફિલ્મથી જ લોકોના દિલ પર રાજ કરે છે ત્યારે એ લવની ભવાઈની જ જોડી ફરી એક વખત રૂપેરી પડદે આવી છે.

મલ્હાર ઠાકર અને આરોહી પટેલની આગામી ગુજરાતી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’નું ટ્રેલર રીલીઝ થઈ ચુક્યું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. ઢોલીવુડમાં મલ્હાર અને આરોહીની અદ્ભુત કેમિસ્ટ્રી તમને ફરીથી જોવા મળશે. ફિલ્મમાં મલ્હાર સાથે તત્સત મુનશી, ભામિની ઓઝા ગાંધી, દર્શન જરીવાલા, આરતી પટેલ, દેવાંગી, નિસર્ગ ત્રિવેદી, સંજય ગલસર, રવિ ગોહિલ, જૈની શાહ, નિલેશ પરમાર અને રેહાન મેઘાણી પણ છે.

આ ફિલ્મમાં આરોહીનું નામ વાણી અને મલ્હાર સિદ્ધાર્થ તરીકેનું પાત્ર ભજવશે. આ ટ્રેલરનો એક ડાયલોગ ફેમસ થયો છે,”જેમ સેવ મમરા, છોલે ભટુરે, પાઉં-ભાજી જોડે આવેને તેમ વાણી સિદ્ધાર્થ જોડે આવે છે. આ ફિલ્મમાં નાનપણની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે. પરંતુ આગળ જતા કહાનીમાં ટ્વિસ્ટ આવે છે અને બન્ને સિંગલ લાઈફ જીવવાનું વિચારે છે કે આપણે બન્ને સિંગલ હોત તો શું કરત ? ત્યારે આવી જ મજેદાર સ્ટોરી જોવા માટે ૧૮ નવેમ્બરના રોજ પહોંચી જજો થીયેટરમાં.

ટ્રેલરમાં સચિન-જીગરનું સંગીત આનંદદાયક છે અને નિરેન ભટ્ટના ગીતો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું ગીત સાવરિયા પણ રીલીઝ થઈ ગયું છે જે સચિન જીગર અને વરુણ જૈન દ્વારા ગાવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.