દુનિયામાં સૌથી મોટું ટોયસ મ્યુઝિયમ અમેરીકામાં છે જયાં ૧૦ લાખ પ્રાચિન અને આધુનિક યુગના રમકડા છે
આપણી પ્રાચીન સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં પણ રમકડા જોવા મળેલ છે. રમકડાને બાળકો વચ્ચે પ્રાચીન કાળથી જ સંબંધ છે. ઘોડીયા હિંચકતા બાળકને રંગબેરંગી ઘૂઘરો ક ફરતો ઘૂઘરો બધા બાંધે છે. ર૧મી સદી ભલે આવી પણ રમકડા (ટોયસ) આજે પણ છે. આ રમકડુ એક એવી વસ્તુ છે જેના ઉપયોગથી મનોરંજન મળે છે. બાળક વાતાવરણમાંથી ઘરના માહોલમાંથી ઘણું શીખતો હોય છે તેથી પણ આવા રમકડાનું તેના જીવનમાં મહત્વ છે. આમ જોઇએ તો પણ રમકડા બાળકોના બચપણ સાથે સિધા જોડાયેલા છે. અમુક રમકડા તો યુવા અને વૃઘ્ધો પણ રમવા લાગે છે.પહેલા માટીના પછી લાકડાના ને હવે પ્લાસ્ટિક કે વાગે નહી તેવી ધાતુના પતરામાંથી બનાવાય છે. ચીન જેવા દેશો ખાલી રમકડાનો કારોબાર કરે છે. આત્મનિર્ભર ભારતને કારણે હવે આપણા ભારતમાં પણ શ્રેષ્ઠ ટકાઉ રમકડા બનવા લાગ્યા છે. ચાવીવાળા, સેલવાળા કે રીમોટ કંટ્રોલ કે સેન્સર વાળા રમકડાં આજની ર૧મી સદીમાં આવી ગયા છે. વિશ્ર્વમાં વિશાળ ટોય માર્કેટ તેના શો રૂમો આવેલા છે.
રમકડામાં પશુ-પક્ષી ફૂલ કે કાર્ટુનના વિવિધ કેરેકટરની હાલ બોલબાલા છે. અવનવા વિવિધ કલરોમાં આવતા રમકડાને બાળક પકડીને રમતું જોવા મળે છે. ટબુકડા બાળકોને કલર ફૂલ રમકડા બહુ ગમે છે. સામાન્ય દડાથી શરૂ કરીને અદ્યતન ટોપ કાર જેની કિંમત લાખોમાં હોય છે. આજના રમકડા પહેલા જેવા સસ્તા નથી મળતા આજે બજારમાં રીમોર્ટ વાળા નાના રમકડાની કિંમત પણ ચાર આંકડામાં હોય છે. હવે તો આપણાં ગુજરાતનાં રમકડા વિદેશોમાં નિકાસ થઇ રહ્યાં છે.છોકરા-છોકરી ના રમકડા પણ અલગ અલગ જોવા મળે છે. ઢીગલીનો કલર પીંકહોય છે. કિચન સેટ, ડોકટર સેટ જેવા વિવિધતા સભર રમકડા આજે બજારમાં ધુમ મચાવે છે. શિક્ષણમાં પણ હવે ટીંચીગ લર્નીગ મટીરીયલ (ઝકખ) માં શૈક્ષણિક રમકડા આવી ગયા છે જેને કારણે બાળકો ઝડપથી શીખી શકે છે. આપણા પાટનગર ગાંધીનગરમાં ટોયસ મ્યુઝિયમ ૩૦ એકરમાં ૧પ૦૦ કરોડના ખર્ચે બની રહ્યું છે. રાજકોટમાં પણ ખુબ જ સુંદર ઢીંગલી ઘર બનાવાયું છે. જેમા દુનિયાના તમામ દેશોની ઢીંગલી રાખવામાં આવી છે. ટોયસ મ્યુઝિયમમાં ભારત દેશના ખુલે ખુલેથી ૧૧ લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડા જોવા મળશે.દેશની કે રાજયની ચિલ્ડ્રન યુનિવર્સિટીએ રમકડાં શાસ્ત્ર વિકસાવીને તે ક્ષેત્રના નિષ્ણાંતો અને ચાઇલ્ડ સાયકો લોજીસ્ટના સથવારે શૈક્ષણિક રમકડા નિર્માણ કરવા જરૂરી છે. કારણ કે બાળકને રસ રૂચિ રમકડામાં હોવાથી તેના માઘ્યમ દ્વારા તેનો વિકાસ ઝડપી કરી શકાય છે. દુનિયાનું સૌથી મોટું રમકડા સંગ્રાહલય અમેરિકામાં છે જયાં ૧૦ લાખથી વધુ રમકડા પ્રાચીનને આધુનિક યુગના છે. સાત અલગ વિભાગમાં રમકડા ત્યાં મુકવામાં આવ્યા છે.