ટ્વીટરમાં 100 ટકા લોકોએ અને ઇન્સ્ટાગ્રામમાં 92 ટકા લોકોએ કહ્યું શહીદોને શ્રધાંજલિ આપશે

અબતક દ્વારા સોશિયલ મીડિયા ઉપર રોચક સર્વે કરવામાં આવ્યો છે. આજે 14 ફેબ્રુઆરી મહત્વનો દિવસ છે. આ દિવસે વેલેન્ટાઈન ડે છે અને સાથે આજના દિવસે જ 40 ભારતીય સૈનિકોએ મા ભોમ માટે શહીદી વ્હોરી હતી. ત્યારે આજના દિવસે તમે વેલેન્ટાઈન દિવસ ઉજવશો કે શહીદોને શ્રધાંજલિ આપશો તેવો પોલ અબતકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં મુકવામાં આવ્યો હતો.

પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહંમદ (જૈશ)ના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 જવાનોએ શહીદી વ્હોરી હતી. આ સાથે આજના દિવસે વેલેન્ટાઈન ડેની પણ ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે બે મહત્વના પ્રસંગ હોય, લોકોના મંતવ્યો જાણવા અબતકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકો આજે વેલેન્ટાઈન ડે મનાવશે કે શહીદોને શ્રધાંજલિ આપશે તે અંગેનો પોલ મુકવામાં આવ્યો હતો.

આ પોલનું પરિણામ જોઈએ તો ટ્વીટરમાં 100 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ શહીદોને શ્રધાંજલિ આપશે. જ્યારે ઇન્સ્ટાગ્રામમાં 92 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ તેઓ શહીદોને શ્રધાંજલિ આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.