આમ તો આજકાલ ખાદ્ય ખોરાકીમાં ભેળસેળ વધતી જાય છે. ફાસ્ટફૂડ મેગી અનેક વખત વિવાડમાં ફસાઈ ગઈ છે, ઘણા બધા કેસ પણ કંપની સામે થયેલા છે.
તેવામાં વૈશ્વિક ફૂડ અને બેવરજ કંપની નેસ્લે ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કર્યો હતો કે, તેના સૌથી વધુ લોકપ્રિય એફએમસીજી ઉત્પાદન ‘મેગી’માં લીડ(સીસું)હતું. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કંપનીના વકીલોએ આ વાત સ્વીકારી.
નોંધનીય છે કે, આરોગ્ય સુરક્ષાના ધોરણોને પૂરા નહી કરી શકવાના લીધે ગયા વર્ષે 550 ટન મેગીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સરકારે 640 કરોડ રૂપિયા વળતરની પણ માંગી હતી.
સુપ્રીમ કોર્ટના જજે ‘નેસ્લે’ ના વકીલને કહ્યું હતું કે, શું લીડની હાજરી સાથેની મેગી ખાવી જોઈએ..? તેમણે પહેલા જ તર્ક આપ્યો હતો કે મેગીમાં લીડની માત્રા પ્રાપ્ત જરૂરી છૂટછાટ (પરમિસિબલ લિમિટ)ની અંદર હતી અને હવે તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે, ‘મેગી’ માં સીસું હતું
કોર્ટમાં આ મામલા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન વકીલોની આ સ્વીકૃતિના લીધે સરકાર વિરુદ્ધ નેસ્લે વચ્ચે ચાલતી લડાઈએ વધુ જોર પકડશે. કોર્ટમાં ‘મેગી’ એ સીસાના પ્રમાણને લઈને એનસીડીઆરસી દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી ઉપર સુનાવણી કરી હતી.
જેના લીધે માથું અથવા ગરદનમાં બળતરા, ત્વચાની બળતરા હાથ-પગમાં નબળાઇ, માથાનો દુખાવો અને પેટની મુશ્કેલીઓ થાય છે.