રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ૨૮ જેટલી ચૂંટણીઓ દેશમાં હારી ચૂકી છે અને કોંગ્રેસ ભૂતકાળ બનવા તરફ આગળ વધી રહી છે – જીતુભાઇ વાઘાણી

પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના આજના રાહુલ ગાંધીના નાટકીય પ્રવાસ અંગે તિવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસનો ઉધ્ધાર ન કરી શકનાર રાહુલ ગાંધી ગુજરાતના યુવાનો કે ગુજરાતની પ્રજાનો શું ઉધ્ધાર કરશે? રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ૨૮ જેટલી ચૂંટણીઓ દેશમાં હારી ચૂકી છે અને કોંગ્રેસ ભૂતકાળ બનવા તરફ આગળ વધી રહી છે.

વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નર્મદા યોજનામાં ડેમના દરવાજાની ઉંચાઇ વધારવાની વાત હોય, દરવાજા બંધ કરવાની વાત હોય, કે વિસપિતોનો મામલો હોય કોંગ્રેસે માત્રને માત્ર રોડા નાખીને મહાપાપ આચર્યું હતુ. ઓ.બી.સી પંચને વૈધાનિક દરજ્જાના બિલનો પણ રાજ્યસભામાં વિરોધ કરીને બિલને અટકાવી રાખ્યુ છે તે માટે પણ ઓ.બી.સી. સમાજની માફી કોંગ્રેસે માંગવી જોઇએ. ૧૪ લાખ કરોડ જેટલો ર્આકિ ભ્રષ્ટાચાર આચરીને રોજને રોજ ગોટાળા કરીને દેશની જનતા અને યુવાનોના પરસેવાની કમાણીને ચૂસી લેનાર કોંગ્રેસ દેશની જનતા અને યુવાનોની માફી માંગવી જોઇએ.

કોંગ્રેસને ડુબતી નાવ બતાવતાં જણાવ્યુ હતુ કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલા સન ઓફ કોંગ્રેસ અને સન-વાદ કલ્ચરમાં માનનારી કોંગ્રેસ સંવાદ કરવા નીકળી હતી, ત્યારે કોંગ્રેસની શું પરિસ્િિત ઇ હતી? તે દેશની પ્રજા સુપેરે જાણે છે. તાજેતરમાં યોજાયેલ ઉત્તર પ્રદેશના ઇલેક્શનમાં પણ રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં સભાઓ યોજી હતી ત્યાં ત્યાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યા હતો. એક જુની કહેવત-ઠોડ નિશાળીયા અને વટાણાં ઝાઝા ને યાદ કરતા વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને તેમના નેતાઓના પુત્રો પણ બચાવી શક્યા ની. ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે અને કોંગ્રેસ ચૂંટણીઓ આવતા આવતા નામશેષ ઇ જશે.

સત્તાલાલચુ કોંગ્રેસે પ્રજાના પરસેવાના પૈસાને લોહીની જેમ ચૂસીને ભ્રષ્ટાચાર આચર્યા છે તે દેશ અને ગુજરાતની પ્રજા ભુલી શકી ની. વડાપ્રધાન મોદીએ દેશ માટે હિંમતભર્યા નિર્ણયો લઇ રહ્યા છે તે દેશની જનતા જોઇ રહી છે. જે રીવરફ્રન્ટ પર કોંગ્રેસે આજે સભા યોજી હતી તે પણ ભાજપાની જ દેન છે તે કોંગ્રેસે ક્યારેય ન ભુલવુ જોઇએ. પાટીદાર અનામત વિશે બેમોઢાની વાત કરતી કોંગ્રેસે ઝાટકતા વાઘાણીએ કહ્યુ હતુ કે, ભાજપાએ ૧૦ ટકા ઇ.બી.સી.ની જાહેરાત કરી તેનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો ત્યારે કોંગ્રેસ ૨૦ ટકા અનામત આપવાની વાત કરીને લોકોને  ભરમાવવાનું બંધ કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.