સપ્લાઈ ચેઈનથી લઈને ટેકસ ફોર્મેટમાં ઘરખમ ફેરફારોના કારણે ઉધોગોની વેરા પઘ્ધતિ પણ બદલાશે
આગામી એક જુલાઈથી એક સમાન કરમાળખુ જીએસટી લાગુ થવાનું છે. ત્યારે ઉધોગપતિઓમાં જીએસટી બાબતે ઘણા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. એવી માંગ પણ કરવામાં આવે છે કે, સરકારે જીએસટી અંગે જાગૃતતા ફેલાવવા માટે વધુ પ્રયાસો કરવા જોઈએ.
જીએસટી લાગુ થતા સપ્લાઈ ચેઈન, વેચાણ અને ઓપરેશન પ્લાનીંગ વગેરેને અસર થશે. આ ઉપરાંત સંસ્થાકિય માળખુ, રોકડની પ્રવાહિતતા તેમજ ડિસ્કાઉન્ટ ઉપર પણ અસર જોવા મળશે. આ અસરોથી બચવા માટે ઉધોગોએ સપ્લાઈ ચેઈનમાં ફેરબદલ કરવો પડશે. આ સાથે ગ્રાહકો સાથેના સંપર્કની પઘ્ધતિમાં પણ ફેરફાર કરવો પડશે.
જીએસટી લાગુ થતા રિટર્ન ભરવાની પઘ્ધતિ, ક્રેડીટમાં વધારો, ટ્રાન્જેકશનના વેલ્યુએશન ઉપર અસર થશે. કેશ મેનેજમેન્ટ, એકાઉન્ટ મેનેજમેન્ટ વગેરે સહિતના નાણાકિય વ્યવહારો ઉપર પણ અસર થવાની હોવાથી ઉધોગપતિઓએ મોટાપાયે ફેરફારો કરવા પડશે. આ ઉપરાંત જીએસટી સંપૂર્ણપણે આધુનિક હોવાથી આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરફાર કરવો પડશે. આ ઉપરાંત ઈનવોઈઝસ ફોર્મેટ, ઈન્વેન્ટરી લેવલ, ક્રેડીટ રજીસ્ટર ફોર્મર વગેરેમાં પણ અસર થતા જ‚રી નિર્ણયો લેવા પડશે.
આ ફેરફારોને પગલે વધેલા ઈનવોઈસને ધ્યાને રાખીને આવકવેરાની પઘ્ધતિ બદલશે. સપ્લાઈનું સ્થળ, જીએસટી ટીન વગેરેની માહિતી રજુ કરવી પડશે. ટેકસ કોડ અને જીએલ કોડનો ઉપયોગ, વસ્તુ અને સેવા ઉપર જીએસટીના દર પ્રમાણેનું ચુકવણું વગેરે અંગે પણ ઉધોગકારોએ ખાસ ધ્યાન આપવું પડશે.