વડાપ્રધાન મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે વિડીયો કોન્ફરન્સ દરમિયાન અર્થતંત્રની ગાડી પાટે ચડાવવાના પડકાર અને તેના ઉકેલ અંગે ચર્ચા થશે
લોકડાઉન મુક્તિની સાથો સાથ અર્થતંત્રને ધબકતું રાખવા માટે બપોરે વડાપ્રધાન મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી વચ્ચે વીડિયો કોન્ફરન્સમાં તખતો ઘડાશે. આ કોન્ફરન્સ દરમિયાન અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે વિવિધ પડકાર અને તેના ઉકેલ અંગે સુચનો આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. લોકડાઉનમાંથી કેટલીક છુટછાટ આપવાની વાત થોડા સમય પહેલા યોજાયેલી મીટીંગમાં થઈ હતી. અલબત છુટછાટની સાથો સાથ ઔદ્યોગીક એકમો અને સેવાઓ પણ ફરી બેઠી થાય તે આગામી બેઠકમાં સુનિશ્ર્ચિત થશે.
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચે અત્યાર સુધીમાં ચાર વખત વીડિયો કોન્ફરન્સ થઈ ચૂકી છે. કોરોનાની મહામારીને રોકવા માટે લોકડાઉનમાં દેશના તમામ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન વચ્ચે વહેંચી નાખવામાં આવ્યા છે. આ ત્રણેય ઝોનથી કોરોનાની તિવ્રતા માપી શકાય છે. ગ્રીન ઝોનમાં નાના મોટા ઉદ્યોગો શરૂ કરવા, દુકાનો ખોલવા અને આર્થિક ગતિવિધિઓ માટે બહોળી છુટછાટ આપવામાં આવી છે. આ છુટછાટ શરતોને આધિન છે. આ ઉપરાંત ઓરેન્જ ઝોનમાં લોકડાઉનની અમલવારી કડક નથી. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદી અને વિવિધ રાજ્યોના સીએમ વચ્ચે જ્યાં તિવ્રતા ઓછી છે ત્યાં ઉદ્યોગો શરૂ કરવા મુદ્દે સુચનો થશે. આ ઉપરાંત લોકડાઉનમાં આર્થિક ઉપાર્જન બંધ ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ પણ અપાશે. વર્તમાન સમયે મોટા ઉદ્યોગોની સાથો સાથ નાના વેપારીઓની કમ્મર પણ લોકડાઉને તોડી નાખી છે. અત્યારે મોટાભાગના સ્થળાંતરીત મજૂરો પોતાના કામના સ્થળેથી વતન પહોંચી ચૂકયા છે. હવે જો ઉદ્યોગો ફરી શરૂ કરવા હશે તો નજીવા સ્થાનિક કર્મચારીઓથી ચલાવવું પડશે. આ ઉપરાંત ઉત્પાદન થઈ ગયા બાદ પણ બજારમાં માલ મોકલવા અને તેને વેંચવા સહિતના પડકારો ઉદ્યોગોની સામે છે. રેડઝોન અને ઓરેન્જ ઝોનમાં માલનું સદંતર વેંચાણ થઈ શકતું નથી. ગ્રીન ઝોનમાં ઘણી છુટછાટ છે પરંતુ લોકડાઉન વચ્ચે આર્થિક નુકશાન ઘટાડવા માટે માત્ર ગ્રીન ઝોનમાં વ્યાપાર કરવો સરળ નથી. જેથી જેમ આરોગ્યની બાબતો ધ્યાનમાં રખાય છે તેમ આર્થિક તંદુરસ્તી પણ જોવામાં આવે તે માટેની ચર્ચા કોન્ફરન્સમાં થઈ શકે છે.
ગઈકાલે કેન્દ્રીય સચિવ રાજીવ ગૌબાને કેટલાક રાજ્યોના મુખ્ય સચિવ દ્વારા આર્થિક ગતિવિધિઓ માટે છુટછાટ આપવામાં આવે તેવી માંગ થઈ હતી. આજે આ છુટછાટો મુદ્દે મહત્વના નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત જે રાજ્યોમાં સ્થળાંતરિતો પહોંચ્યા છે ત્યાં તેમના ચેકઅપ અને કવોરન્ટાઈન કરવાની સુવિધા પણ બેઠક દરમિયાન થશે. જો સ્થળાંતરિતોમાંથી કોઈ સંક્રમતિ હશે તો અનેક લોકોને સંક્રમણમાં સપડાય જાય તેવી દહેશત છે. હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાન મોદીની આ બેઠકમાં બન્ને રાજ્યોમાં કથળેલી સ્થિતિનો મુદ્દો પણ ટોચના સ્થાને રહેશે. લોકડાઉનમાં તૂટી પડેલી આર્થિક ગતિવિધિને ફરી પાટે ચડાવવા માટે વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીઓની વીડિયો કોન્ફરન્સ મહત્વની સાબીત થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, ચીનના વુહાનથી ફાટી નીકળેલા વાયરસના કારણે વિશ્ર્વમાં લાખો લોકોના મોત થઈ ચૂકયા છે. કરોડો લોકો બેરોજગાર થશે તેવી દહેશત છે. આવા સમયે ભારત જેવા વિકાસશીલ દેશમાં સ્થિતિ વધુ અસમંજસની છે. એક તરફ ૧૩૦ કરોડની જનતાના સ્વાસ્થ્યનો પ્રશ્ર્ન છે તો બીજી તરફ આ ૧૩૦ કરોડ જનતા ભૂખમારાનો ભોગ ન બને તે પણ સરકારને જોવાનું છે. અત્યાર સુધી સરકારના યોગ્ય વહીવટ અને સ્વૈચ્છીક સંસ્થાઓની કામગીરીના કારણે મોટાભાગના લોકોના જઠરાગ્ની ઠારી રહ્યાં છે. પરંતુ આ કામ લાંબા સમય સુધી ચાલી શકે નહીં. અર્થતંત્રને ફરીથી બેઠુ કરવા પ્રયત્નો કરવા પડશે. આજે વડાપ્રધાન મોદી અને અન્ય મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં રોજગારીને લગતા કેટલાક મુદ્દા ચર્ચાશે. ફરીથી અર્થતંત્રની ગાડી કેવી રીતે પાટે ચડે તેની ચર્ચા થશે.
કોરોના લોકડાઉન દરમિયાન ૪પ દિવસથી વધુના લોકડાઉનના એક પછી એકના ત્રણ તબકકાઓમાં ભારતના સામાજીક ઇતિહાસમાં એક સાથે કયારેય એક સાથે આટલો લાંબો સમય બજારો કામ ધંધા અને ઉઘોગો કયારેય બંધ રહ્યા નથી. નાની મોટી રોજગારીઓ જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનોથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ બંધ રહેતા અર્થતંત્ર સઁપૂર્ણપણે ઠપ્પ થઇ ગયું હતું. તેમ છતાં ભારતના સમાજ જીવનને સ્વયંમભુ ધબકતું રાખવા માટે સમગ્ર દેશમાં જે રીતે સેવા, ભાવનાથી જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ સમાજમાં જરુરીયાત મંદોને આર્થિક સહાય પૈસાદાર વર્ગ, ગરીબ અને નાના વર્ગને મદદરૂપ થવા જે રીતે આગળ વઘ્યા તેનાથી ભારતમાં વિશ્ર્વના અને અન્ય દેશોની જેમ લોકડાઉન મઘ્યમ, ગરીબ અને છેવાડાના લોકો માટે આર્થિક બહાલી અને ભુખમરાનું કારણ બન્યા વગર હેમખેમ પસાર થઇ રહ્યું છે.
- ભાડા પટ્ટે ઔદ્યોગિક સ્થળો અને ગોડાઉન માટે મોટી માંગ ઉભી થશે!!!
મહામારીના કારણે મંદ પડેલા અર્થતંત્રને આગામી મહિનાઓમાં ભરપુર ફાયદાઓ પણ મળે તેવી અપેક્ષા છે. હાલ મહામારીના કારણે ચીન તરફ અનેક દેશો શંકાની દ્રષ્ટીએ જોઈ રહ્યાં છે. વર્ષોથી ઉત્પાદન ક્ષેત્રે ભારત ચીનનો વિકલ્પ ર્હયું છે. હવે મહામારીના કારણે ઉત્પાદન ક્ષેત્રને બુસ્ટ કરવા ભારત માટે તક છે. જો આ તક ભારત ઝડપી લેશે તો આગામી સમયમાં વેરહાઉસીંગ, ઔદ્યોગીક સ્થળો ભાડે આપવામાં ધરખમ ઉછાળો જોવા મળશે. ઉત્પાદનને લગતી ગતિવિધિમાં ઉછાળો આવશે એટલે આપો આપ વેરહાઉસીંગની માંગ ઉભી થશે. ઉત્પાદન ધમધમે તે માટે ઔદ્યોગીક સ્થળોની જરૂ રીયાત પણ રહેશે. સપ્લાય ચેઈન તૂટે નહીં તે માટે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવશે. હાલ વેરહાઉસીંગ અને ઔદ્યોગીક સ્થળો ભાડે આપવાનું ચલણ મંદ છે. પરંતુ મહામારી બાદ
ચિત્ર કંઈક અલગ ઉપસી આવશે. અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કલકતા, મુંબઈ અને પુનામાં ચાર કરોડ સ્કવેર ફૂટ જગ્યાની જરૂ ર ઉભી થશે. આ ઉપરાંત ઓનલાઈન રિટેલ બિઝનેસમાં પણ બુમ જોવા મળશે. દેશમાં ગોલ્ડન કોરીડોર અને સાગર માલા યોજનાના કારણે વેરહાઉસીંગ અને ઔદ્યોગીક એકમો માટે અનુકુળ પરિસ્થિતિ ઉભી થશે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે. લોજિસ્ટીક અને ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આગામી સમયમાં ઉભી થનારી માંગના સંકેતો ભવિષ્યમાં આવનારી તેજી તરફ નિર્દેશ કરી રહ્યાં છે.
- અર્થતંત્રને ધબકતું કરવા મજૂર કાયદામાં ફેરફાર શા માટે જરૂરી!
અર્થતંત્રને ફરીથી ધબકતું કરવા માટે ગુજરાતે જે રીતે મજૂર કાયદામાં સુધારા કર્યા છે. તેવા જ સુધારા ભારતભરમાં કરવા જરૂ રી બન્યા છે. ઉત્તર પ્રદેશે ઉદ્યોગોને ધમધમતા કરવા માટે મજૂર કાયદામાં ફેરફાર કર્યા છે તો ગુજરાત અને મધ્યપ્રદેશે પણ મજૂર કાયદામાં કેટલાક સુધારા કર્યા છે. એક તરફ ઉદ્યોગોને કોરોના મહામારી વચ્ચે ફરી ધમધમતા કરવાના છે અને વૈશ્ર્વિક કક્ષાએ મેક ઈન્ડિયાને ઝુંબેશને મજબૂત બનાવવા સરકાર માટે મોટો પડકાર છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે કેટલાક મજૂર કાયદામાં અઠવાડીયામાં ૭૨ કલાક કામ ઓવરટાઈમનો પગાર ડબલના બદલે સીંગલ કરવા જેવા સુધારા કરી તેનો અમલ શરૂ કરી દીધો છે. તો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશે પણ કેટલાક સુધારા કર્યા છે. ગુજરાત સરકારે અઠવાડિયામાં કામના કલાક ૭૨ કલાક કામ , ઓવરટાઈમ પણ બમણાથી ઘટાડી સીંગલ કરવા જેવા
અનેકવિધ પગલા લીધા છે. એક તરફ ચાલુ વર્ષે બજેટમાં મોટી ખાધ છે. તેને નિયંત્રણમાં રાખવાની જરૂ ર છે. અને બીજી તરફ ઉત્પાદન વધારવા માંગ વધારવા માયે પગલા લેવા પડે તેમ છે. આ માટે સરકારે ગ્રાહકના હાથમાં વધુ નાણા આવે તે જોવું પડે આ માટે સરકારે વધારે નાણાં છાપવા પડે અને લોકોના હાથમાં પહોચે તેવા પગલા લેવા પડે. વિશ્ર્વમાં ચીનથી કેટલાય દેશો નારાજ છે. અને તે અન્ય દેશો તરફ નજર દોડાવે તો ભારતમાં વધુ મુડી રોકાણ સાથે વધુ ઉદ્યોગો આવે તે માટે તેમને ઉદ્યોગ શરૂ કરવા ઝડપથી મંજૂરી આપવી વધુ સવલતો આપવી પડે.
મજૂર કાયદાને લીધે બિહાર, યુપી સહિતના રાજયોનાં કેટલાક ઉદ્યોગોને માઠી અસર થઈ છે. એક વખતનુંપૂર્વનું માન્ચેસ્ટર ગણાતું કાનપર ઔદ્યોગિક હબ અત્યારે મૃત: પ્રાય સ્થિતિમાં આવી ગયું છે. જો મજૂર કાયદામાં સુધારા કરવામાં આવે તો વિશ્ર્વના રોકાણકારોને એવો મજબૂત સંદેશો આપી શકાય કે ભારતમાં રોકાણ ઉદ્યોગો માટે સ્થિતિ અનુકુળ છે. પ્રોત્સાહક છે આવા સુધારાથી વિશ્ર્વમાં રાજીકય પક્ષોનો ભેદભાવ વિના સ્પષ્ટ સંદેશો મળે શ્રમિક કાયદામાં સુધારા કરવામાં આવે તો વૈશ્ર્વિક ઉત્પાદન હબ બનાવવામાં દેશને મદદ કરી શકે અને સાથે સાથે રોકાણ , ઉત્પાદકતા વધતા સરકારને વેરાની આવક વધે એટલે ખાધ પૂરવામાં પણ મદદ મળી રહે. આથી ગુજરાત, ઉત્તરપ્રદેશા અને મધ્યપ્રદેશે જે શ્રમ કાયદામાં સુધારા કર્યા છે. તેવા જ સુધારા કેન્દ્ર સરકારે આખા દેશમાં લાગુ કરવા જોઈએ.
- નાણાની અછતને લઈ નાના ધંધાર્થીઓએ સરકાર પાસે છુટછાટ માંગી
દેશમાં અનેક નાના ધંધાર્થીઓ ધીરાણ લઈને ધંધો ચલાવે છે. લોકડાઉનના કારણે ધંધા બંધ છે પરિણામે હપ્તા ભરવામાં મુશ્કેલીઓનો સામનો ધંધાર્થીઓને કરવો પડે છે. જેથી હાલ દેશમાં નાની લોન લેનાર ૭૦ ટકા લોકોએ ૩ મહિના બાદ હપ્તા ભરવાનો વિકલ્પ એટલે કે મોરોટોરીયમ પસંદ કર્યું છે. જેના અનુસંધાને ધંધા ખુલ્યા બાદ પણ તુરંત તેજી નહીં આવે તો નાના ધંધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેથી સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગત તા.૨૭ માર્ચના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના હપ્તા ભરવા બાબતે મહત્વની જાહેરાત કરી હતી. એપ્રીલ મહિનામાં ત્રીજા ભાગના નાના ધંધાર્થીઓએ લોનના હપ્તાની અવધી વધારવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ત્યારબાદ આ સંખ્યા ૭૦ ટકા જેટલી થઈ ચૂકી છે. ધીમે ધીમે
લોકો હપ્તા કેવી રીતે ભરી શકાશે તેની ચિંતામાં મુકાયા છે. સપ્ટેમ્બરમાં પણ લોકડાઉન ખુલી જશે તો પણ ૩૦ થી ૪૦ ટકા કલેકશન બેંકો કે નાણાકીય સંસ્થાને ઓછુ મળશે. અનેક ધંધાર્થીઓ ડિફોલ્ટ થઈ જાય તેવી દહેશત છે. આવા સમયમાં હવે સરકાર યોગ્ય રાહત આપે તેવી માંગણી નાની લોન લેનારા વર્ગમાં ઉઠી છે.
- લોકડાઉન પહેલાની સ્થિતિ ઓનલાઈન વેપારમાં આવી રહી છે!!! એમેઝોન, ફલીપકાર્ટ, સ્નેપડિલ સહિતની ઈ-કોમર્સ કંપની માંગને પહોંચી વળવા સજ્જ
મહામારી પહેલા ઈ-કોમર્સ સેકટર તેજીથી ધમધમી રહ્યું હતું. હવે લોકડાઉનના કારણે ઘણા અંશે તેજીને બ્રેક લાગી છે. પરંતુ આગામી સમયમાં ઈ-કોમર્સને બે ગણી માંગનો ફાયદો થાય તેવી અપેક્ષા છે. એમેઝોન, ફલીપકાર્ટ અને સ્નેપડિલ સહિતની ઈ-કોમર્સ કંપની આ માંગને પહોંચી વળવા સજ્જ થઈ ચૂકી છે. લોકડાઉનના પ્રથમ તબક્કામાં ફલીપકાર્ટ, એમેઝોન અને સ્નેપડિલ સહિતની કંપનીઓને માત્ર જરૂ રીયાતની વસ્તુઓ, દવાઓ અને આરોગ્યને લગતી પ્રોડકટ વેંચવાની છુટ જ અપાઈ હતી. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુના અને હૈદરાબાદ જેવા શહેરો રેડ ઝોન હોવા છતાં કેટલીક છુટછાટ કંપનીઓને મળી હતી. હાલ લોકો ખરીદી કરવા તો માંગે છે પરંતુ હજુ સુધી છુટછાટ ન હોવાના કારણે કંપનીઓમાં માલ પહોંચાડતી નથી. હવે આગામી સમયમાં આ માંગમાં બે ગણો વધરો થઈ શકે છે. મિકસર, ગ્રાઈન્ડર, મચ્છરદાનીઓ સહિતની પ્રોડકટમાં ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત ઈલેકટ્રોનિકસના સામાનમાં પણ બે ગણી માંગની શકયતા છે. સ્માર્ટ ડિવાઈસ, ઈલેકટ્રોનિકસ રસોડાના સાધનો, કપડા, રમકડા, ગેમ્સ અને કામને લગતી અન્ય વસ્તુઓના ઓર્ડર પણ એમેઝોનને મળી રહ્યાં છે. ઈ-કોમર્સ સેકટરમાં આગામી સમયમાં તેજી જોવા મળશે. જો કે આ તેજી દિવાળી બાદ વધુ ખીલશે. લાંબા સમયના લોકડાઉનના કારણે લોકો તુરંત નાણા ખર્ચવા તૈયાર થશે નહીં પરંતુ અમુક ચીજવસ્તુઓ એવી છે જે રોજીંદા જીવનમાં ઉપયોગી નિવડે છે. આવા સંજોગોમાં અત્યાર સુધી સ્પ્રીંગની જેમ દબાયેલી લોકમાંગ લોકડાઉન ખુલ્યા બાદ તુરંત ઉછળશે તેવી અપેક્ષાઓ નિષ્ણાંતો સેવી રહ્યાં છે. યોગ્ય સમયે મહામારી નાબૂદ થશે તો આગામી દિવસોમાં ઈ-કોમર્સ કંપનીઓને ચાંદી હી ચાંદી જેવી સ્થિતિ જોવા મળી શકે છે.
- ફાર્માસ્યુટીક્લ્સ કંપનીઓને વૈશ્ર્વિક માંગ પૂરી કરવા વિદેશી રોકાણની ૧૦૦ ટકા મંજૂરી અપાશે
કોરોના મહામારીમાં લોકડાઉન અને ઔધોગિક જગતની પ્રવર્તમાન મંદીમાંથી ઔધોગિક જગતના અર્થતંત્રને ઝડપથી બહાર કાઢવા માટે સરકાર વિદેશી મુડીરોકાણને પ્રોત્સાહિત કરવાના રસ્તાઓ પર વિચારણા અને સમીક્ષા શરૂ કરીને નવા ઉધોગોને ઝડપથી મંજુરી મળી જાય તે માટેની માળખાકિય સુવિધા અને ખાસ કરીને જે કંપનીઓ ભારતમાં નવા ધંધાઓની સ્થાપના કરવા માંગે છે તેમાં પણ ખાસ કરીને ફાર્મા સેકટરમાં જયારે અમેરિકા અને ભારત દવા બનાવતી કંપનીઓને ચીનમાંથી ભારતમાં સ્થળાંતરીત કરવા માટે કવાયત કરી રહી છે ત્યારે સરકારે દેશમાં મંજુરી અને એફડીઆઈને લઈને ઉદાર વલણ સાથેની કવાયત હાથધરી છે. આ કવાયતના ભાગરૂ પે ડીપીઆઈઆઈટી ઔધોગિક વિકાસ અને આંતરીક વેપાર વિસ્તાર વિભાગ દ્વારા એફડીઆઈ માટેની તમામ
અરજીઓની સમીક્ષા શરૂ કરી છે અને રોકાણકારોને જે સમસ્યાઓ સતાવી રહી છે તેના ઉકેલ અને ભારતમાં વૈશ્ર્વિક મુડી રોકાણને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. ભારત તબીબી સાધનોના ઉત્પાદનને લાગતા ઉધોગો માટે ૧૦૦ ટકા વિદેશી રોકાણની હિમાયતી છે. ગયા અઠવાડિયે વેપાર અને ઉધોગ મંત્રી પિયુષ ગોયલે યોજેલી બેઠકમાં કાયદાવિદોએ દવા ક્ષેત્ર માટે ૧૦૦ ટકા મુડી રોકાણને મંજુરી અને તમામ અવરોધક શરતોને દુર કરવાની હિમાયત કરી હતી. વેપાર અને વૈશ્ર્વિક વિદેશી મુડીરોકાણના વિકાસ માટેની યુનોના સેમીનારમાં નાણાકિય વર્ષ ૨૦૨૧માં જયારે કોરોના કટોકટીના પગલે એફડીઆઈમાં ૩૦ થી ૪૦ ટકાની છે. ભારતમાં ૧.૪૪ ટકા એટલે કે ૧૦.૬૭ બિલિયન અમેરિકને ડોલરની ઘટ્ટ ઓકટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નોંધાઈ છે. કેન્દ્ર સરકાર ખાસ કરીને વિમા ક્ષેત્રે કે જયાં અત્યાર સુધી ખુબ જ નાના પ્રમાણમાં વિદેશી મુડી રોકાણ આવે છે. અત્યાર સુધી આ ક્ષેત્રમાં મુડી રોકાણની મર્યાદા ૪૯ ટકા જેટલી કરવામાં આવી છે. ખુબ જ ઓછુ મુડીરોકાણ ધરાવતા ક્ષેત્ર માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ભારત અત્યારે વિદેશમાંથી આવતા મુડીરોકાણની મર્યાદાઓ અને તેની સીમાઓ અને ભાગીદારીની લક્ષમણ રેખાનું ગંભીરતાથી સમીક્ષા કરી રહી છે.
- લોકડાઉન ખુલતાની સાથે ઉદ્યોગોની વીજ માંગને પહોંચી વળવા એનટીપીસીએ ૧૦૦ ટકાની ક્ષમતાએ પાવર પ્લાન્ટ શરૂ કર્યા
ભારતને ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણ પણે સ્વાવલંબી બનાવવામાં સરકાર ઉર્જાના તમામ સ્ત્રોતોને વધુમાં વધુ સક્ષમ બનાવી પરંપરાગત ઉર્જાની સાથે સાથે વેકિલ્પ ઉજાર્ન સાથે સુનિયોજીત આયોજન સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે દેશના સૌથી મોટા ઉર્જા વિનિમય કંપની એન.ટી.પી.સી. તેના મોટા ત્રણ પાવર પ્લાન કે જે દેશની કુલ જરૂ રીયાતના ૧૭ ટકા ઉર્જા માટે સક્ષમ છે તેને ૧૦૦ ટકા ઉત્પાદન લક્ષ્યાંક સુધી લઇ જઇ એિ૫્રલ-ર૦ થી ઠપ્પ થઇ ગયેલા ઉઘોગ જગતને નિયમોમાં છુટ મળતાની સાથે જ વિજળીની સંપૂર્ણપણે જરૂ રીયાત પુરી પાડવા તૈયાર થઇ છે. કંપનીના મઘ્યપ્રદેશના વિઘ્યાચલ, ઓરિસ્સાના ટેલકર, છત્તીગઢના સિપાત, પાવર પ્લાન્ટના ૧૦૭૪૦ મેગા વોલ્ટની ક્ષમતામાં ૧૦૦ ટકા પી.એલ.એફ. ના આવિષ્કાર કરી ૯ મે થી અગાઉના ૫૦ થી ૫૫ ટકા સામે ૧૦૦ ટકા ઉત્૫ાદનનું લક્ષ્ય રાખ્યું છે.
વિઘ્યાંચલ દેશનું સૌથી મોટું ૧૦૦ ટકા પરિણામ આપતું પાવર પ્લાન્ટ પણ ૧૩મી એપ્રિલથી કાર્યરત થઇ ગયું છે. કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે કંપની જરૂ રીયાત મુજબની ઉર્જા પુરી પાડવા માટે સક્ષમ છે. પરંતુ ઉઘોગ જગતનું માનવું છે કે એન.ટી.પી.સી. આ પાવર પ્લાન્ટના ભાવો ઉંચા રહેશે. જુના પાવર પ્લાન્ટની જગ્યાએ આ નવા પાવર પ્લાન્ટના ભાવો ઉંચા રહેશે. જુના પાવર પ્લાન્ટની જગ્યાએ આ નવા પાવર પ્લાન્ટમાં માંગની સાથે સાથે ભાવમાં પણ વધારો થશે. કોલસા આધારિત પાવન પ્લાન્ટ પર ટકાનું આઉટલુટ આપે છે. આર્થીક રીતે દેશ વ્યાપિ લોકડાઉનના પગલે વર્ષ ૨૦૧૯-૨૦ મા પાવર ઉર્જા ઉપાડનો દર ૫૬ ટકા સુધી નીચે ચાલ્યો ગયો હતો.
- દારૂની સાથો સાથ ફૂડ પાર્સલોની હોમ ડીલીવરી કરવી શા માટે જરૂરી? સરકારને ઈ-કોમર્સ કંપનીઓએ અર્થતંત્ર પાટે ચડાવવા સુચનો કર્યા
કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનના પગલે જીવન જરૂ રી ચીજ વસ્તુઓ સિવાયના તમામ ધંધા રોજગારો ઠપ્પ થઈ જવા પામ્યા છે. જેના કારણે હોટલ રેસ્ટોરન્ટ જેવા તમામ ધંધા વ્યવસાયો બંધ થઈ જવાના કારણે બહારનું ચટ્ટપટુ જમવાન શોખીનો કે એકલવાયું જીવન જીવતા લોકાને ભારે મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ લોકડાઉનમાં વિદેશી શરાબનું વેચાણ કરતી સરકારી દુકાનો પણ બંધ હોય આવા શરાબ શોખીનોની હાલત કથળી જવા પામી છે. તાજેતરમાં શરાબની દુકાનોને ખોલવાની છૂટછાટ અપાતા મોટી સંખ્યામાં શરાબ શોખીનો દારૂ ખરીદવાક નીકળી પડી લાંબી લાઈનો લગાવી હતી જેના કારણે સોશ્યલ ડીસ્ટર્નીંગનો ભંગ થતો હોય કોરોનાને
ફેલાવવા માટેની સંભાવના વધી જવા પામી હતી. જેથી ફૂડપાર્સલ અને વિદેશી દારૂ ની હોમડીલેવરી કરવા ઈ-કોમર્સ અને ફૂડ ડીલેવરી કંપનીઓને છૂટછાટ આપવા માંગ ઉઠવા પામી હતી. ઈ-કોમર્સ સેકટરને લોકડાઉન દરમિયાન અન્ય ક્ષેત્રની જેમ ફટકો પડ્યો છે. આ ઉપરાંત ફૂડ ડિલીવરી કરતી કંપનીઓ પણ બંધ છે. આવા સમયે એમેઝોન, ફલીપકાર્ટ, ગ્રોફર્સ સહિતની કંપનીઓની જેમ ઝોમેટો અને સ્વીગી પણ દારૂ ની હોમ ડીલીવરી કરી શકે તેવું સુચન કરવામાં આવ્યું છે. ફૂડ પાર્સલની સાથો સાથ દારૂ ની ડીલીવરી થાય તો ધંધો શ્ર્વાસ લેતો રહે તેવું ઈ-કોમર્સ કંપનીઓનું માનવું છે. તાજેતરમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોશીએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અનુરાગ કાતિયારે જણાવ્યું હતું કે, ફૂડ પાર્સલની સાથે દારૂ ની ડીલીવરી કરવામાં આવશે તો રેસ્ટોરન્ટ પણ ચાલુ રહેશે. આ ઉપરાંત આવકમાં થોડોક વધારો જોવા મળશે. હાલ પરવાના, નોંધણી સહિતની કામગીરી માટે પણ પ્રક્રિયા ચાલી રહી છે.