આજ રોજ બુધવાર અને ૨૨ માર્ચથી ચૈત્રી નવરાત્રી પ્રારંભ થઇ રહી છે. આજરોજ પહેલું નોરતું છે પહેલા નોરતે માં શૈલપુત્રીની સાધના થાય છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો મીન રાશિમાં હાલ ચાર ગ્રહો યુતિ કરી રહ્યા છે. ચંદ્ર,સૂર્ય, બુધ અને ગુરુ મીનમાં એક સાથે ભ્રમણ કરી રહ્યા છે અને મીનમાં બુધ નીચસ્થ બને છે જે શેરબજારને ઝટકા આપી રહ્યું છે તો સૂર્ય અને ગુરુની યુતિ સોનાના ભાવને ઉંચકી રહ્યા છે.
ગુરુ મહારાજ અહીં સ્વગૃહી બની પ્રભુત્વ જમાવે છે અને આ સમયમાં જ મંદિરોમાં મહત્તમ સુવર્ણ દાન આવતું જોવા મળે વળી મીન નો ગુરુ યાત્રા પણ ખુબ કરાવે અને બારમે જયારે વધુ ગ્રહો એકઠા થતા હોય ત્યારે સામાન્ય રીતે લોકોની દોડધામ પણ વધતી જોવા મળે અને સમાજમાં ટાઈમ મેનેજમેન્ટ એક સરદર્દ બની જાય.
મારા વર્ષોના અવલોકનમાં મેં જોયું છે કે જયારે જન્મકુંડળીમાં વધુ ગ્રહો બારમા ભાવ સાથે સંકળાતા હોય ત્યારે વ્યક્તિની લાઈફ સ્ટાઇલ એક સમસ્યા બની જાય છે અને સવારે વહેલા ઉઠી કામે ચડવું તેના માટે અઘરું બનતું હોય છે આ જાતકોને સફળતા મેળવવી હોય તો ફરજીયાત એમને લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરવા પડે ટાઈમ મેનેજમેન્ટ અને ટાઈમ ટેબલ જાતે જ બનાવવું પડે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨