માતૃભાષામાં વિદ્યાર્થીઓ સક્ષમ બને તેવું આયોજન કરાયું હોત તો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ખરેખર સાર્થક થાત
75 કવિઓ સતત ર4 કલાક સુધી જ્ઞાન પિરસશે પરંતુ છાત્રો માટે ‘કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના’ જેવી સ્થિતિથી વિશેષ કશું જ નહીં
કહેવામાં આવે છે જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. વિશ્ર્વભરમાં ગુજરાતીઓની એક અલગ જ છાપ છે. પરંતુ સૌથી મોટી અફસોસની વાતએ છે કે જ્યાં છાત્રોને માતૃભાષાનું જ્ઞાન પીરસવામાં આવે છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગુજરાતી ભવન સંપૂર્ણપણે ‘ઢ’ છે. ભવનમાં જ દમ ન હોય આવામાં છાત્રોની કારકિર્દી સામે પણ અનેક સવાલો આવીને ઉભા છે. આવતીકાલે ભવન દ્વારા સતત 24 કલાક સુધી અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 75 કવિઓ અસ્ખલીત જ્ઞાન પીરસશે પરંતુ સવાલ એવો ઉભો થઇ રહ્યો છે કે ભવન જ ‘ઢ’ હોય આ મહાકુંભથી તે શું ઉકાળી લેશે.
અંગ્રેજોની ચૂંગાલમાંથી આપણે મુકત થયા તેને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશભરમાં ભારે શાન સાથે આઝાદીના 7પમાં વર્ષની ઉજવણી થઇ રહી છે. આપણે ભલે અંગ્રેજોની ગુલામીથી મુકત થઇ ગયા હોય પરંતુ અંગ્રેજીની ગુલાબીમાં સતત જકડાય રહ્યા છે. પરિણામે આજે બાલ્વાવસ્થાથી વ્યકિત માતૃભાષાથી અલિપ્ત થઇ રહ્યો છે. ગુજરાતી બોલે છે ચોકકસ પણ લખવામાં ‘ઢ’ છે જો સ્વતંત્રતાના 75 વર્ષમાં છાત્રોને માતૃભાષામાં મજબૂત બનાવવામાં આવે તો ઉજવણી ખરેખર સાર્થક ગણાય પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આવું જ્ઞાન કયારેય લાધતું નથી. આઝાદી કા અમૃત મહોત્સવની આંધળી ઉજવણીમાં વિશ્ર્વ વિદ્યાલય દ્વારા ર4 કલાકના અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષા પ્રત્યે છાત્રોમાં લગાવ વધે અને ફરી યુવાધન માતૃભાષા તરફ વળે તેવા આયોજન કરવાના બદલે ‘કહેત ભી દિવાના સુનાતા ભી દિવાના’ જેવું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. સતત ર4 કલાક 75 કવિઓ કવિતાઓનું પઠન કરતા રહેશે સામે પ્રેક્ષકો બદલાતા રહેશે. ર4 કલાક સુધી અસ્ખલીત પણે વહેનારી આ વાણીથી ગુજરાતમાં ‘ઢ’ છાત્રોને રતિભારનો પણ ફાયદો થવાનો નથી.
લાખો છાત્રોની ભાગ્ય વિદ્યાતા એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક માત્ર અભ્યાસ સિવાયનું બધુ જ ફાઇલસ્ટાર છે દિલ્હીના રાજકારણે ટકકર આપે તેવું રાજકારણ ચાલી રહ્યું છે. સરકારને પણ છાત્રોના ભાવિ સાથે ચેડા કરી રહી હોય તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણુંક કરતી નથી સીન્ડીકેટની મુદત પૂર્ણ થવા છતાં ચૂઁટણીની તારીખ જાહેર કરાતી નથી ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણી પાસે હાલ કાયમી કુલપતિ પણ ન કરી શકે તેવી સદાકાળ યાદ રહે તેવું કામ કરવાનો ‘અમૃત કાળ’ છે છતાં તેઓ દબાણ હેઠળ કા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં અભ્યા કરતા 60 છાત્રો પાસે ગુજરાતીનું અપુરતુ જ્ઞાન હોવાની વાત જગજાહેર છે. બીજા શબ્દોમાં કહીએ તો છાત્રો ‘ઢ’ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હજજારો કે.કા. શાસ્ત્રીનું નિર્માણ કરવાની વિશ્ર્વ વિઘાલય પાસે ઉત્તમ તક હતી. જે સત્તાધીશો ચૂકી ગયા. આઝાદી કા અમૃત મહોત્સવમાં ગમે તે કાર્યક્રમ આપી દયો અને તેમાં 75-75 નો મેળ કરી દયો એટલે સરકાર રાજી રાજી થઇ જશે. તેવું માની સૌરાષ્ટ્ર યુનિવસિૈટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ અને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આવતી કાલે રવિવારે 75 કવિઓનો ર4 કલાકનો અખંડ કાવ્ય મહાકુંભ યોજાશે. જેનાથી છાત્રોને કોઇ જ પ્રકારનો ફાયદો થવાનો નથી. યુનિવસિટીના સ્થાપના કાળથી ગુજરાતી ભવનનું અસ્તિત્વ છે. જેટલું જુનુ ભવન છે તેટલા જ વિવાદ સાથે સંકળાયેલુ છે. ભવનમાં ફરજ બજાવતા તમામને છાત્રોના હિતની કંઇ જ પડી નથી માત્ર પોતાની લીટી લાંબી કરવામાં જ રસ છે. છાત્રોને કેમ સારુ મળે તે જોવાને બદલે પોતાના આકકાઓને શું સારુ લાગશે તેનું આયોજન કરવામાં સતત રચ્યા પચ્યા રહે છે. જેના કારણે ગાંધી, સરદાર, મોદી અને શાહના ગુજરાતમાં જ માતૃભાષા ‘ગુજરાતી’ સતત અઘોગતિ તરફ ધકેલાય રહીછે.
75 કવિઓના સતત ર4 કલાકના અખંડ કાવ્ય મહાકુંભથી ગુજરાતી ભવનમાં અભ્યાસ કરતા 60 છાત્રોને શું ફાયદો થશે તેનો જવાબ કોઇ પાસે નથી. ખરેખર વિશ્ર્વ વિઘાલયના દરેક આયોજનમાં છાત્રોનું હિત અને ફાયદો હોવો જોઇએ. પરંતુ અફસોસ આવું યુનિવર્સિટીમા: થતું નથી. અહી છાત્રો કરતા નેતાઓનું હિત જોવામાં આવે છે. જેના કારણે શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે અને રાજકારણનો રંગ ઘાટો બની રહ્યો છે.
આજની યુવા પેઢી સઁપૂર્ણ પણે સોશિયલ મીડીયાની ગુલાબ બની ગઇ છે. ત્યારે છાત્રો કલાકો સુધી બેસી ગુજરાતી કવિઓની કવિતાઓ સાંભળે તે વાતમાં કોઇ માલ નથી. ગુજરાતી ભાષામાં નબળા ભવનના છાત્રો માતૃભાષામાં સક્ષમ બનાવવા જો કોઇ આયોજન કરવામાં આવ્યું હોત તો ખરેખર તે પ્રયાસ પ્રસંશનીય ગણાત. પરંતુ અફસોસ જેમ કાર્યકારીઓથી ચાલતી વિશ્ર્વ વિઘાલયમાં નિર્ણયો અને આયોજન પણ કાર્યકારી જેવા જ લેવામાં આવે છે.
જોષીપણું ઈગોમાં રાખશો તો ભવનનું તો ઠીક યુનિ.નું પણ નખોદ નિકળી જશે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અંતર્ગત લાખો વિધાર્થીઓ અભ્યાસ કરે છે જો કે મોટાભાગના ભવનો એવા છે કે જ્યાં ભવનના વડા હાજર હોતા જ નથી .તેમાં પણ ખાસ કરીને ગુજરાતી ભવનની વાત કરવામાં આવે તો. ભવનમાં 70 વિધાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે જેની સામે 4 કાયમી પ્રોફેસરો અને 3 કરારી પપ્રોફેસરો અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે વિધાર્થીઓના મુખે એક એવી ચર્ચા પણ સામે આવી છે કે, ભવનના વડા ક્યારેય ભવનમાં ડોકિયું કરવાની પણ તસ્દી લેતા નથી!!! જોષીપણું ઈગોમાં રાખશો તો ભવનનું તો ઠીક યુનિ.નું પણ નખોદ નિકળી જશે
ભલભલાને પરસેવો પાડી દેનારા હવે અખંડ કાવ્યપઠન કરાવશે?
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વિવાદો ક્યારેય પૂર્ણ થવાનું નામ જ લેતા નથી. તાજેતરમાં જ યુનિવર્સીટીમાં એક સિનિયર મોસ્ટ ઓફિસરને ઉચ્ચ અધિકારી સાથે બોલાચાલી થતા પરસેવો નીકળી ગયો હતો અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક વાત એવી પણ જાણવા મળી રહી છે કે, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની કાર્યવાહક સમિતિમાં ગુજરાતી ભવનના વડાનું નામ ન રખાતા વિવાદો સર્જાયા હતા. જેમાં ભવનના વડાનો ખુલાસો ન પુછાતા વાદ વિવાદો શરૂ થયા હતા અને જે હજુ પુરા થવાનું નામ નથી લેતા.